પુરી: ઓડીસામાં ગણેશ પૂજાની પૂર્વ સંધ્યાએ પ્રખ્યાત સેન્ડ આર્ટિસ્ટ સુદર્શન (Puri Sand Artist Sudarsan ) પટ્ટનાયકે પુરી બીચ પર 3,425 રેતીના લાડુનો ઉપયોગ કરીને ભગવાન ગણેશનું રેતીનું શિલ્પ (Ganesh Chaturthi 2022) બનાવ્યું છે.
આ પણ વાંચો: રંગબેરંગી 51થી વધુ પ્રકારના મોદકની રેસીપી વિશે જાણો
સુદર્શને 2 હાથીઓ સાથે રેતીના લાડુનો ઉપયોગ કરીને અને 'હેપ્પી ગણેશ પૂજા'ના સંદેશ સાથે ભગવાન ગણેશનું 6 ફૂટ ઊંચું રેતીનું શિલ્પ (Lord Ganesha Sand Art) બનાવ્યું છે. તે તેના શિલ્પમાં બે હાથીઓને પર્યાવરણ માટે પ્રાર્થના કરતા બતાવે છે.
આ પણ વાંચો: IAFએ લદ્દાખમાં ઊંચાઈવાળા વિસ્તારમાંથી ઈઝરાયેલી નાગરિકને બચાવ્યો
રેતી કલાકારે કહ્યું કે, ''દર વર્ષે અમે રેતીમાં કંઈક અલગ કરીએ છીએ. આ વર્ષે, અમે અમારા શિલ્પ દ્વારા પર્યાવરણને બચાવવાનો સંદેશ આપવાનો પ્રયાસ કરીએ છીએ.''