ETV Bharat / bharat

સંયુક્ત કિસાન મોરચાએ સરકારે પૂછેલા પ્રશ્નનો જવાબ આપતો પરિપત્ર જાહેર કર્યો - ગાઝીપુર સરહદ

કૃષિ કાયદા અંગે સરકારે ખેડૂતોને અનેક વાર પૂછ્યું છે કે, કાયદામાં કાળું શું છે. આ પ્રશ્નનો જવાબ આપતા સંયુક્ત કિસાન મોરચા તરફથી એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે, જે તમામ રાજ્યોને મોકલવામાં આવ્યો છે.

author img

By

Published : Apr 1, 2021, 11:01 AM IST

  • નવા કૃષિ કાયદાનો વિરોધ કરી રહેલા ખેડૂતોએ કાયદાને કાળો ગણાવ્યો
  • સરકારે ખેડૂતોને પૂછ્યું હતું કે, નવા કૃષિ કાયદામાં કાળું શું છે?
  • ખેડૂતોએ સરકારના પ્રશ્નનો જવાબ આપતા પરિપત્ર જાહેર કર્યો

આ પણ વાંચોઃ દિલ્હી ખેડૂત હિંસા ઘટના બાદ ખેડૂતોના વિરોધમાં ડીસાના ખેડૂતોએ આપ્યું આવેદનપત્ર

નવી દિલ્હીઃ નવા કૃષિ કાયદા અંગે હજી પણ દિલ્હીમાં ખેડૂતો વિરોધ કરી રહ્યા છે. એક તરફ ખેડૂતો આ કાયદાને કાળો કાયદો ગણાવી રહ્યા છે. તો બીજી તરફ સરકાર ખેડૂતોને વારંવાર પૂછી રહી છે કે, આ કાયદામાં કાળું શું છે. આ પ્રશ્નનો જવાબ આપતા સંયુક્ત કિસાન મોરચા તરફથી એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે, જે તમામ રાજ્યોને મોકલવામાં આવ્યો છે. આ પરિપત્રમાં કાયદામાં રહેલી ખામી અંગે લખવામાં આવ્યું છે.

આ પણ વાંચોઃ રાકેશ ટિકૈતનો ગુજરાત પ્રવાસ, શું કહે છે મહેસાણાના ખેડૂતો?

નવા કાયદા લાગુ થવાથી MSP રદ થશેઃ ખેડૂત નેતા

ખેડૂત નેતા આશિષ મિત્તલે જણાવ્યું કે, સરકાર ખોટા દાવે કરી રહી છે. આ પરિપત્રમાં કાયદાઓમાંથી લેવાયેલી ધારાઓનો ઉલ્લેખ કરી એ જણાવવાનો પ્રયાસ કર્યો છે કે, ખેડૂતની જમીન કેવી રીતે જશે. આ પરિપત્રની કોપી ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ સહિતના તમામ રાજ્યોને મોકલવામાં આવશે. ખેડૂત નેતાએ વધુમાં જણાવ્યું કે, શેરડીની મંડળીઓ પણ હવે મંડળીઓ ચલાવવામાં લગાવવામાં આવશે. એટલે સ્પષ્ટ છે કે આ કાયદા લાગુ થયા પછી દેશમાં ન તો MSP રહેશે ન તો ખેડૂતોની પાસે જમીન.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.