સંભલ (ઉત્તર પ્રદેશ): સંભલમાં રવિવારે હિન્દુ દેવી-દેવતાઓના અપમાનનો વધુ એક (insult to deities in sambhal) મામલો સામે આવ્યો છે. અહેવાલ મુજબ, સંભલમાં એક વ્યક્તિની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવા અને હિંદુ દેવી-દેવતાઓના ચિત્રો ધરાવતા (chicken on the photo of deities) કાગળના ટુકડા પર ચિકન વેચીને પોલીસ પર હુમલો (selling chicken on paper hindu devi devta) કરવા બદલ ધરપકડ કરવામાં આવી (sambhal man arrested for selling chicken) હતી. ઉત્તર પ્રદેશ પોલીસે સમાચાર એજન્સી પ્રેસ ટ્રસ્ટ ઓફ ઈન્ડિયા (પીટીઆઈ)ને જણાવ્યું કે, આ ઘટના રવિવારે બની હતી.
આ પણ વાંચો: ઈસ્લામિક સંગઠને બકરી ઇદ પર ગાયની બલિને લઈને કર્યો નિર્ણય, જાણો શું કહ્યું...
પોલીસે જણાવ્યું હતું કે, કેટલાક લોકોએ ફરિયાદ કરી હતી કે, તાલિબ હુસૈન નામનો વ્યક્તિ તેની દુકાનમાંથી હિંદુ દેવતાની તસવીરવાળા કાગળ પર ચિકન વેચી રહ્યો હતો. પીટીઆઈના જણાવ્યા અનુસાર, જ્યારે પોલીસની એક ટીમ તાલિબ હુસૈનની ચિકન શોપ પર પહોંચી તો તેઓએ પોલીસ પર કથિત રીતે છરી વડે હુમલો કર્યો હતો. પોલીસે તેની એફઆઈઆરમાં પણ આ હુમલાનો ઉલ્લેખ કર્યો છે.
આ પણ વાંચો: નૂપુર શર્માને ધમકી આપતો વીડિયો વાયરલ, કહ્યું - "ગળું કાપનારને મારૂ ઘર અને મિલકત આપીશ"