ETV Bharat / bharat

ચૂંટણી પહેલા કોંગ્રેસ નેતા સલમાન ખુર્શીદે રાજકારણમાં કર્યો ભડકો, હિંદુત્વને ISIS-બોકો હરામ જેવું ગણાવતા વિવાદ

સલમાન ખુર્શીદે (Salman Khurshid) પોતાના પુસ્તકમાં હિંદુત્વ (Hindutva)ની સરખામણી ઈસ્લામિક આતંકવાદી સંગઠન બોકો હરામ (Boko Haram) અને ISIS સાથે કરી દીધી. વિધાનસભાની ચૂંટણી પહેલા આ પુસ્તકે મોટો વિવાદ ઉભો કર્યો છે. સલમાન ખુર્શીદ વિરુદ્ધ દિલ્હી પોલીસમાં ફરિયાદ કરવામાં આવી છે. તેમના પર ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. ભાજપ પણ પ્રહાર કરી રહ્યું છે. કોંગ્રેસ નેતાએ ચૂંટણી પહેલા હિન્દુત્વ પર સવાલો ઉઠાવીને ધ્રુવીકરણનો માર્ગ મોકળો કર્યો છે.

author img

By

Published : Nov 11, 2021, 7:44 PM IST

ચૂંટણી પહેલા કોંગ્રેસ નેતા સલમાન ખુર્શીદે રાજકારણમાં કર્યો ભડકો, હિંદુત્વને ISIS-બોકો હરામ જેવું ગણાવતા વિવાદ
ચૂંટણી પહેલા કોંગ્રેસ નેતા સલમાન ખુર્શીદે રાજકારણમાં કર્યો ભડકો, હિંદુત્વને ISIS-બોકો હરામ જેવું ગણાવતા વિવાદ
  • ખુર્શીદે રામ, રામાયણ અને હિંદુત્વ પર લખ્યું
  • હાલમાં ચાલી રહેલી ભારતીય રાજનીતિની સમીક્ષા પણ કરી
  • બોકો હરામ અને ISISની સાથે હિંદુત્વની સરખામણી કરતા વિવાદ

હૈદરાબાદ: કોંગ્રેસ નેતા સલમાન ખુર્શીદ (Salman Khurshid)નું પુસ્તક 'સનરાઇઝ ઓવર અયોધ્યા-નેશનહૂડ ઇન અવર ટાઇમ્સ' બુધવારે લોન્ચ કરવામાં આવ્યું હતું. હિન્દુત્વ (Hindutva) પર વિવાદાસ્પદ નિવેદનો આપવા માટે જાણીતા કોંગ્રેસી નેતાઓ દિગ્વિજય સિંહ અને પી. ચિદમ્બરમ દ્વારા પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું. આ પુસ્તકમાં સલમાન ખુર્શીદે રામજન્મભૂમિ (Ram Janmabhoomi) પર સુપ્રીમ કોર્ટના નિર્ણયના પ્રકાશમાં રામ, રામાયણ અને હિંદુત્વ પર પોતાનું મંતવ્ય લખ્યું. સાથે સાથે તેમણે અત્યારે ચાલી રહેલી ભારતીય રાજનીતિની પણ સમીક્ષા કરી.

રામ મંદિરના નિર્માણને સમર્થન આપ્યું

પુસ્તકમાં તેમણે કોર્ટના ચુકાદા સાથે સહમત થઈને રામ મંદિરના નિર્માણને સમર્થન આપ્યું છે. તેમણે હિંદુત્વ અંગે પોતાનું વલણ બદલવા અને બહુમતીની રાજનીતિ તરફ આગળ વધવા માટે તેમની પાર્ટી કોંગ્રેસને પણ ઘેરી છે. જનોઈ દેખાડનારા પાર્ટીના નેતૃત્વ એટલે કે રાહુલ ગાંધીને પણ તેમણે આડેહાથ લીધા છે. પરંતુ બોકો હરામ અને ISIS સાથે હિંદુત્વની સરખામણી કરીને તેમણે રાજનીતિમાં રાયતુ ફેલાવી દીધું છે. આ ફક્ત નિવેદનનો મામલો નથી, પુસ્તકમાં બધું લખાયેલું-વંચાયેલું છે (પ્રકરણ-6, 'ધ સેફ્રોન સ્કાય' પૃષ્ઠ નંબર-113). BJPના IT સેલે પુસ્તકના વિવાદાસ્પદ પેજને ટ્વીટ કર્યું છે. એટલે કે તેઓ ભવિષ્યમાં એમ પણ નહીં કહી શકે કે મારા શબ્દોનું ખોટું અર્થઘટન કરવામાં આવ્યું છે. જો કે પ્રારંભિક ટીકા પછી પણ તેઓ પોતાની વાત પર અડગ છે.

વિવાદવાળી લાઇનો જેના પર હોબાળો થઈ રહ્યો છે

તેમણે પોતાના પુસ્તકમાં લખ્યું છે કે, 'સાધુ-સંત જે સનાતન ધર્મ અને ક્લાસિકલ હિંદુઇજ્મને માને છે તેને કિનારે કરીને એવા વર્ઝનને આગળ વધારવામાં આવી રહ્યું છે જે દરેક રીતે ISIS અને બોકો હરામ જેવા જેહાદી ઈસ્લામિક સંગઠનોના પોલિટિકલ વર્ઝનથી મળતું આવે છે.' પુસ્તક લખતી વખતે સલમાન ખુર્શીદને એ પણ ખ્યાલ હશે કે ઇસ્લામિક આતંકવાદી સંગઠન બોકો હરામ અને ISIS સાથે સરખામણી કર્યા બાદ રાજકીય વંટોળ ફાટી નીકળશે. ત્યારે હવે હોબાળો મચ્યો છે. ભાજપ કોંગ્રેસ અને સલમાન ખુર્શીદ પર પ્રહારો કરી રહ્યું છે. ભાજપ કોંગ્રેસની ટોચની નેતાગીરી ગાંધી પરિવાર પાસે સ્પષ્ટતા માંગી રહ્યું છે.

હિન્દુત્વ અંગે ખુર્શીદના વિચારો મૂર્ખતાભર્યા: મુખ્તાર અબ્બાસ નકવી

કેન્દ્રીય પ્રધાન મુખ્તાર અબ્બાસ નકવીએ કહ્યું કે, હિન્દુત્વ અંગે ખુર્શીદના વિચારો મૂર્ખતાભર્યા છે, જેમને હિંદુત્વનું જ્ઞાન નથી તેઓ જ આવા કામો કરે છે. ભાજપના પ્રવક્તાએ તેને કોંગ્રેસનું કાવતરું ગણાવ્યું છે. ભાજપના નેતાઓ એક પછી એક આકરા નિવેદનો આપી રહ્યા છે. હવે તેનો પડઘો આવતા વર્ષે ચૂંટણી સુધી સંભળાતો રહેશે. ભાજપનો આરોપ છે કે કોંગ્રેસે ચૂંટણીમાં મુસ્લિમ મતો મેળવવાના કાવતરા તરીકે હિન્દુત્વની ટીકા કરી છે. કોંગ્રેસે પહેલીવારમાં જ ખુર્શીદના પુસ્તકથી અંતર રાખી દીધું છે.

ખુર્શીદ આ પહેલા પણ આપી ચૂક્યા છે વિવાદાસ્પદ નિવેદનો

ખાનદાની પોલિટિશિયન અને ફેમસ વકીલ સલમાન ખુર્શીદ અવાર-નવાર પોતાના નિવેદનોને કારણે ચર્ચામાં રહે છે. યુપીમાં જનસંખ્યા નિયંત્રણ કાયદા પર પ્રતિક્રિયા આપતા કહેવામાં આવ્યું હતું કે, 'પહેલા ભાજપના પ્રધાનો જણાવે કે તેમના કેટલા કાયદેસર અને કેટલા ગેરકાયદેસર બાળકો છે?' તેઓ કાશ્મીરમાંથી હિંદુઓની હિજરત અંગે નિવેદન આપીને પણ વિવાદ ઉભો કરી ચૂક્યા છે. તેમણે કહ્યું હતું કે, 'જો કાશ્મીરમાંથી હિન્દુઓ હિજરત કરી રહ્યા હોય તો શું કરી શકાય!'

બોકો હરામ અને ISIS શું છે?

પશ્ચિમ આફ્રિકાના ઈસ્લામિક સ્ટેટને બોકો હરામ કહેવામાં આવે છે. આફ્રિકન દેશ નાઈજીરિયામાં શરિયા કાયદો લાગુ કરનાર બોકો હરામ 2009થી અત્યાર સુધીમાં 3.50 લાખ લોકોના જીવ લઇ ચૂક્યું છે. આના કારણે દેશમાં 30 લાખ લોકો વિસ્થાપિત થઈ ચૂક્યા છે. આ સંગઠન મહિલાઓ અને છોકરીઓનું અપહરણ કરવા અને વિરોધ કરનારાઓને નિર્દયતાથી મારવા માટે કુખ્યાત છે. બીજુ આતંકવાદી કટ્ટરપંથી સંગઠન ISIS ઈરાક અને અફઘાનિસ્તાન સહિત એશિયામાં સક્રિય છે. આ સંસ્થાનો હેતુ વિશ્વમાં શરિયા કાયદાને લાગુ કરવાનો છે.

આ પણ વાંચો: ગોરખપુરમાં ઓક્સિજનના અભાવે અનેક બાળકોના મોત: મેડિકલ એજ્યુકેશન ડિપાર્ટમેન્ટે ડૉ. કફીલ ખાનને બરતરફ કરી દીધા

આ પણ વાંચો: સલમાન ખુર્શીદ સામે નોંધાઈ ફરિયાદ, પુસ્તકમાં હિન્દુત્વની ISIS અને બોકો હરામ સાથે સરખામણી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.