ETV Bharat / bharat

Amit Malviya Tweet : અમિત માલવિયાના આક્ષેપોના છેદ ઉડાવતા જવાબ, સચિન પાયલટે કર્યું ટ્વિટ

જ્યારે દેશ સ્વતંત્રતા દિવસની તૈયારી કરી રહ્યો હતો ત્યારે BJP આઈટી સેલે એક વિવાદાસ્પદ ટ્વિટ કરીને રાજસ્થાનના નેતા સચિન પાયલટને ચોંકાવી દીધા હતા. સ્વતંત્રતા દિવસ નિમિતે સચિન પાયલટે IAF માં તેના પિતા રાજેશ પાયલટના કમિશનની તારીખ શેર કરીને માલવિયાના આરોપનો જવાબ આપ્યો છે.

Amit Malviya Tweet
Amit Malviya Tweet
author img

By

Published : Aug 16, 2023, 2:58 PM IST

રાજસ્થાન : એક તરફ મણિપુરમાં ચાલી રહેલી હિંસા અંગે પક્ષ અને વિપક્ષ વચ્ચે આક્ષેપ-પ્રતિઆક્ષેપનો મારો ચાલી રહ્યો છે. બીજી તરફ BJP આઈટી સેલના ચીફ અમિત માલવિયાએ ઈતિહાસ સાથે જોડાયેલા તથ્યોને લઈને એક ટ્વિટ કર્યું છે. જેના કારણે કોંગ્રેસ પાર્ટી જેમાં ખાસ કરીને સચિન પાયલટ ભારે નારાજ થયા છે. ઉલ્લેખનિય છે કે, અમિત માલવિયાના આરોપોથી વ્યથિત રાજસ્થાન કોંગ્રેસના દિગ્ગજ નેતા સચિન પાયલટે ભારતીય વાયુસેનામાં તેના પિતા રાજેશ પાયલટના કમિશનની તારીખનું પ્રમાણપત્ર સોશિયલ મીડિયા પર અપલોડ કર્યું હતું.

અમિત માલવિયાના આક્ષેપ : અમિત માલવીયાએ પોતાના ટ્વિટમાં રાજેશ પાયલટ અને સુરેશ કલમાડીનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે, ભારતીય વાયુસેનાના વિમાનોએ 5 માર્ચ 1966 ના રોજ મિઝોરમની રાજધાની આઈઝોલ પર બોમ્બ ફેંક્યા હતા. રાજેશ પાયલટ અને સુરેશ કલમાડી તે વિમાનોને ઉડાવી રહ્યા હતા. વધુમાં તેમણે એમ પણ લખ્યું કે, બાદમાં બંને કોંગ્રેસ તરફથી ટિકિટ મેળવી સાંસદ બન્યા હતા. ઉપરાંત સરકારમાં મંત્રી પણ બન્યા હતા. જેના પરથી સ્પષ્ટ થાય છે કે, ઇન્દિરા ગાંધીએ ઉત્તર પૂર્વમાં પોતાના જ લોકો પર હવાઈ હુમલા કરનારાઓને ઈનામ તરીકે રાજકારણમાં સ્થાન અને સન્માન આપ્યું હતું.

  • .@amitmalviya - You have the wrong dates, wrong facts…
    Yes, as an Indian Air Force pilot, my late father did drop bombs. But that was on erstwhile East Pakistan during the 1971 Indo-Pak war and not as you claim, on Mizoram on the 5th of March 1966.
    He was commissioned into the… https://t.co/JfexDbczfk pic.twitter.com/Lpe1GL1NLB

    — Sachin Pilot (@SachinPilot) August 15, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

સચિન પાયલટે કર્યું ટ્વિટ : જોકે સચિન પાયલટે અમિત માલવિયાના આક્ષેપનો જવાબ દેતા એરફોર્સમાં રાજેશ પાયલટના કમિશનની તારીખોનું પ્રમાણપત્ર જાહેર કર્યું હતું. BJP IT સેલના ચીફ અમિત માલવિયાએ ટ્વિટ કરીને રાજેશ પાયલટ પર જોરદાર આક્ષેપ કર્યા હતા. સચિન પાયલટે પણ ટ્વિટ દ્વારા આ આરોપોનો જવાબ આપ્યો હતો. આ સાથે અમિત માલવિયાના આરોપોને કાલ્પનિક, તથ્યહીન અને ભ્રામક ગણાવીને રાજેશ પાયલટની એરફોર્સમાં કમિશનિંગની તારીખનું પ્રમાણપત્ર પણ અપલોડ કર્યું હતું.

રજૂ કર્યા પુરાવા : સચિન પાયલટે અમિત માલવિયાને જવાબ આપતા કહ્યું કે, રાજેશ પાયલટ પર 5 માર્ચ 1966ના રોજ મિઝોરમમાં બોમ્બ બારી કરવાના આરોપ કાલ્પનિક, તથ્યહીન અને સંપૂર્ણ રીતે ભ્રામક છે. કારણ કે રાજેશ પાયલટ 29 ઓક્ટોબર 1966 ના રોજ જ એરફોર્સમાં કમિશન્ડ થયા હતા. સચિન પાયલટે ટ્વિટમાં વધુમાં જણાવ્યું હતું કે, તેમના પિતા રાજેશ પાયલટે 80ના દાયકામાં મિઝોરમમાં યુદ્ધવિરામ અને કાયમી શાંતિ સંધિની સ્થાપનામાં એક રાજકારણી તરીકે ચોક્કસપણે મહત્વની ભૂમિકા ભજવી હતી.

  1. ભાજપ IT સેલના અમિત માલવીયાના "ઈમરાન ખાન મોટા ભાઈ"વાળા ટ્વીટ પર મોઢવાડીયાનો સણસણતો સવાલ
  2. સચિન પાયલટ ધારાસભ્યોની બેઠકમાં નહીં આપે હાજરી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.