ETV Bharat / bharat

કોવિડની છાયા હેઠળ ભક્તો માટે સબરીમાલા મંદિર ફરીથી ખોલ્યું - સબરીમાલા મંદિર ફરી ખોલ્યું

પ્રખ્યાત સબરીમાલા મંદિર આજથી પાંચ દિવસ માટે ભક્તો માટે ખુલ્યું છે. મંદિરમાં દર્શન કરવા માટે, ભક્તોએ કોવિડ રસીકરણનું પ્રમાણપત્ર અથવા કોવિડ નેગેટિવ રિપોર્ટ બતાવવો પડશે.

સબરીમાલા મંદિર
સબરીમાલા મંદિર
author img

By

Published : Jul 17, 2021, 2:25 PM IST

  • સબરીમાલા મંદિર આજથી પાંચ દિવસ માટે ખુલ્યું
  • કોરોનાનો નેગેટિવ રિપોર્ટ ફરજિયાત
  • 17 થી21 જુલાઈ સુધી ભગવાન અયપ્પાના દર્શન કરી શકાશે

તિરૂવનંતપુરમ : કેરળનું પ્રખ્યાત સબરીમાલા મંદિર આજથી ભક્તો માટે ખુલ્યું છે. ભક્તો 17 થી21 જુલાઈ સુધી ભગવાન અયપ્પાના દર્શન કરી શકશે. ભક્તોને કોવિડ રસીકરણ પ્રમાણપત્ર અથવા કોવિડ નેગેટિવ રિપોર્ટ (48 કલાકની અંદર કઢાવેલો રિપોર્ટ) સાથે મંદિરમાં આવવાની મંજૂરી છે.

આ પણ વાંચો : હું સબરીમાલા મંદિરમાં પૂજા કર્યા બાદ જ કેરળ છોડીશ: તૃપ્તિ દેસાઈ

દરરોજ મહત્તમ 5,000 શ્રદ્ધાળુઓને પ્રવેશની મંજૂરી

ઓનલાઇન બુકિંગ સિસ્ટમ દ્વારા દરરોજ મહત્તમ 5,000 શ્રદ્ધાળુઓને સબરીમાલા મંદિરમાં પ્રવેશની મંજૂરી આપવામાં આવશે. મંદિર ખુલ્યા બાદ ભક્તો મંદિરમાં દર્શન કરવા માટે પહોંચી રહ્યા છે.

કોરોનાને લગતા નિયમોનું પાલન ન કરવામાં આવે તો સ્થિતિ બગડી શકે

કેરળમાં કોરોના સંક્રમણનો દર ઊંચો છે. જેને લઈને કેન્દ્ર સરકારે પણ ચિંતા વ્યક્ત કરી છે. જોકે, કેરળ સરકાર જણાવે છે કે, પરિસ્થિતિ નિયંત્રણમાં છે, પરંતુ કોવિડને લગતા નિયમોનું પાલન ન કરવામાં આવે તો સ્થિતિ વધુ બગડી શકે છે. કેરળમાં કેરોના સંક્રમણના ફેલાવાને રોકવા માટે વિકેન્ડ લોકડાઉન પણ અમલમાં છે.

આ પણ વાંચો : કેરળ યૂંટણીઃ ભાજપે સબરીમાલા અને લવ જેહાદ પર કાનૂન બનાવવાનો વાયદો કર્યો

કેરળમાં કોરોના વાયરસના સંક્રમણો દર 10 ટકાથી વધુ

કેન્દ્ર સરકારના જણાવ્યા અનુસાર, 12 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના 47 જિલ્લા કરતા કેરળમાં કોરોના વાયરસના સંક્રમણો દર 10 ટકાથી વધુ છે. આમાં મણિપુર, કેરળ, રાજસ્થાન, મેઘાલય, મિઝોરમ, અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, સિક્કિમ, ત્રિપુરા, આસામ, મહારાષ્ટ્ર અને પુડુચેરીનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો -

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.