ETV Bharat / bharat

વિદેશ પ્રધાન એસ જયશંકર પાંચ દિવસના ઇઝરાયલ પ્રવાસે, જાણો આ કરશે કામ... - દ્વિપક્ષીય સંબંધો પર ઉચ્ચ સ્તરીય બેઠક કરશે

વિદેશ પ્રધાન એસ જયશંકર(External Affairs Minister S Jaishankar) આજ રવિવારથી ઇઝરાયલની પાંચ દિવસની મુલાકાતે છે, જ્યાં તેઓ દ્વિપક્ષીય સંબંધો પર ઉચ્ચ સ્તરીય બેઠક કરશે. વિદેશ પ્રધાન તરીકે જયશંકરની આ પ્રથમ ઇઝરાયલ મુલાકાત છે.

વિદેશપ્રધાન એસ જયશંકર પાંચ દિવસના ઇઝરાયલ પ્રવાસે, જાણો આ કરશે કામ...

author img

By

Published : Oct 17, 2021, 11:06 AM IST

  • 17 થી 21 ઓક્ટોબર દરમિયાન ઇઝરાયલની સત્તાવાર મુલાકાતે જવા રવાના
  • તેઓ દ્વિપક્ષીય સંબંધો પર ઉચ્ચ સ્તરીય બેઠક કરશે
  • ભારતીય સમુદાયના લોકો સાથે મુલાકાત કરશે

નવી દિલ્હી: વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું કે, વિદેશ પ્રધાન એસ જયશંકર(External Affairs Minister S Jaishankar) 17 થી 21 ઓક્ટોબર દરમિયાન ઇઝરાયલની સત્તાવાર મુલાકાતે જઈ રહ્યા છે, જ્યાં તેઓ દ્વિપક્ષીય સંબંધો પર ઉચ્ચ સ્તરીય બેઠક કરશે. મંત્રાલયના જણાવ્યા અનુસાર, જયશંકર ઇઝરાયલના વિદેશ પ્રધાન યેર લેપિડના આમંત્રણ પર જઇ રહ્યા છે. વિદેશ પ્રધાન તરીકે જયશંકરની (S Jayshankar) આ પ્રથમ ઇઝરાયલ મુલાકાત છે. આ દરમિયાન, તે તેમના ઇઝરાયલના સમકક્ષ યાર લેપિડ સાથે દ્વિપક્ષીય બેઠક કરશે.

અનેત દિગ્ગજ નેતાઓ સાથે કરશે મુલાકાત

ઇઝરાયેલમાં નેફ્તાલી બેનેટની સરકારની રચના બાદ ભારત તરફથી આ પ્રથમ મહત્વપૂર્ણ ઉચ્ચ સ્તરીય મુલાકાત હશે. વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, જયશંકર તેમની મુલાકાત દરમિયાન રાષ્ટ્રપતિ ઇસાક હર્ઝોગ, વડાપ્રધાન નેફ્તાલી બેનેટ અને નેસેટ સંસદના સ્પીકર સાથે પણ મુલાકાત કરશે. ભારત અને ઇઝરાયલે જુલાઇ 2017 માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઇઝરાયલ મુલાકાત દરમિયાન તેમના દ્વિપક્ષીય સંબંધોને વ્યૂહાત્મક જોડાણમાં રૂપાંતરિત કર્યા હતા.

ઇઝરાયેલમાં ભારતીય સમુદાયના લોકો સાથે વાતચીત કરશે

મંત્રાલયે જણાવ્યું હતું કે, ત્યારથી બંને દેશોએ નવીનતા અને સંશોધન પર ભાર મૂકવા અને 'મેક ઇન ઇન્ડિયા' કાર્યક્રમને વેગ આપવા સાથે જ જ્ઞાન આધારિત જોડાણને વધારવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. વિદેશપ્રધાન જયશંકર(S Jayshankar) ઇઝરાયેલમાં ભારતીય સમુદાયના લોકો, ભારતીય વિદ્યાર્થીઓ, ઉદ્યોગપતિઓ અને ઉચ્ચ ટેકનોલોજી ઉદ્યોગો સાથે સંકળાયેલા લોકો સાથે પણ વાતચીત કરશે. નિવેદન અનુસાર, જયશંકર તેમની મુલાકાત દરમિયાન, પ્રથમ વિશ્વ યુદ્ધ દરમિયાન આ ક્ષેત્રમાં પોતાનો જીવ આપનાર બહાદુર સૈનિકોને શ્રદ્ધાંજલિ આપશે.

આ પણ વાંચો :

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.