કિવઃ યુક્રેનની (Russia Ukraine War) સડકો પરથી મૃતદેહો મળી આવ્યા બાદ વૈશ્વિક સ્તરે રશિયાની નિંદા થઈ રહી છે. યુદ્ધની વચ્ચે આજે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સકી (President of Ukraine Volodymyr Zelensky) સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદને સંબોધિત કરશે. બુચા હત્યાકાંડ પર, અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડને (US President Joe Biden) રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન (Russian President Vladimir Putin) પર યુદ્ધ અપરાધો માટે કેસ ચલાવવાની માંગ કરી અને કહ્યું કે તેઓ યુક્રેનમાં અત્યાચારના અહેવાલો પછી વધુ પ્રતિબંધો ઈચ્છે છે. બાઈડને કહ્યું, તમે જોયું કે બુચામાં શું થયું. તેમણે કહ્યું કે, પુતિન યુદ્ધ અપરાધી છે. ઝેલેન્સકીએ રશિયાના આ પગલાને 'નરસંહાર' ગણાવ્યો અને પશ્ચિમી દેશોને રશિયા વિરુદ્ધ વધુ કડક પ્રતિબંધો લગાવવાની અપીલ કરી છે.
-
Ukrainian President Volodymyr Zelensky to address the United Nations Security Council today.
— ANI (@ANI) April 5, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
(File Pic) pic.twitter.com/gkJLKcoazg
">Ukrainian President Volodymyr Zelensky to address the United Nations Security Council today.
— ANI (@ANI) April 5, 2022
(File Pic) pic.twitter.com/gkJLKcoazgUkrainian President Volodymyr Zelensky to address the United Nations Security Council today.
— ANI (@ANI) April 5, 2022
(File Pic) pic.twitter.com/gkJLKcoazg
કિવ પ્રદેશના નગરોમાંથી 410 મૃતદેહો કાઢ્યા: યુક્રેનના પ્રોસીક્યુટર જનરલ ઇરિયાના વેનેડિક્ટોવાએ જણાવ્યું હતું કે, કિવ પ્રદેશના નગરોમાંથી અત્યાર સુધીમાં 410 મૃતદેહો કાઢવામાં આવ્યા છે. આ શહેરો તાજેતરમાં રશિયન દળોથી મુક્ત થયા હતા. બાઈડને કહ્યું કે, અમે યુક્રેનને લડતા રહેવા માટે જરૂરી શસ્ત્રો આપતા રહીશું. અમે તેના (બુચા કેસ) વિશે વિગતવાર માહિતી એકત્રિત કરી રહ્યા છીએ તે જોવા માટે કે યુદ્ધના ગુનાઓ પર ખરેખર કાર્યવાહી થઈ શકે છે કે નહીં. બાઈડને પુતિન પર નિશાન સાધ્યું અને તેમને 'ક્રૂર' કહ્યા. તેમણે કહ્યું કે, બુચામાં જે પણ થયું તે ક્રૂર છે અને બધાએ જોયું છે.
આ પણ વાંચો: Gorakhpur temple attack : ગોરખનાથ મંદિર પર હુમલો ગંભીર ષડયંત્રનો ભાગ હોવાનું ગૃહ વિભાગનું નિવેદન
મોસ્કોના કૃત્યોને નરસંહાર ગણાવ્યો નથી : બ્રિટને રશિયા દ્વારા યુક્રેનમાં નાગરિકોની ક્રૂર હત્યાની નિંદા કરી છે, જોકે તેણે મોસ્કોના કૃત્યોને નરસંહાર ગણાવ્યો નથી. વડા પ્રધાન બોરિસ જ્હોન્સનના પ્રવક્તા મેક્સ બ્લેને જણાવ્યું હતું કે તાજેતરમાં રશિયા પાસેથી કબજે કરાયેલા પ્રદેશોમાં મળી આવેલા મૃતદેહો નિર્દોષ નાગરિકો સામે "ઘૃણાસ્પદ હુમલા" દર્શાવે છે. પુટિન અને તેની સેના યુક્રેનમાં યુદ્ધ અપરાધો કરી રહી છે તેના ઘણા બધા પુરાવા છે. તે જ સમયે, રશિયન વિદેશ પ્રધાન સર્ગેઈ લવરોવે યુક્રેનના આરોપોને નકારી કાઢ્યા હતા કે રશિયન સૈનિકોએ તેના નાગરિકો વિરુદ્ધ તોડફોડ કરી હતી. બીજી તરફ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના ઈઝરાયેલના સમકક્ષ બેનેટ સાથે યુક્રેનની વર્તમાન સ્થિતિ સહિત અન્ય વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા કરી છે.