- વિશ્વનો સૌથી ખતરનાક સીરીયલ કિલર
- સીરિયલ કિલરનું નામ મિખાઈલ પોપકોવ
- સીરિયલ કિલરએ 200થી વધુ મહિલાઓની હત્યા કરી
નવી દિલ્હીઃ તમે ભારતમાં ઘણા સિરિયલ કિલર વિશે વાંચ્યું હશે અને સાંભળ્યું હશે, પરંતુ શું તમે દુનિયાના સૌથી ખતરનાક સિરિયલ કિલર વિશે વાંચ્યું છે? આ સીરિયલ કિલર (Serial killer) અત્યાર સુધીમાં 200થી વધુ મહિલાઓની હત્યા કરી ચૂક્યો છે. આ સીરિયલ કિલરનું નામ મિખાઈલ પોપકોવ (Mikhail Popkov) છે. રશિયામાં તે એકમાત્ર વ્યક્તિ છે જેને બે વખત આજીવન કેદની સજા થઈ છે.
સીરિયલ કિલર અગાઉ રશિયાના પોલીસ વિભાગમાં હતો
રશિયન મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ સીરિયલ કિલર અગાઉ રશિયામાં પોલીસ વિભાગમાં ફરજ બજાવતો હતો. તેણે કોર્ટમાં કહ્યું કે, તેણે શહેરમાંથી ગંદકી સાફ કરી છે. આ મહિલાઓ સાથેના તેમના અનૈતિક વર્તન માટે તેને સજા કરવામાં આવી છે અને તેને તેનો જરાય અફસોસ નથી. મિખાઇલ મહિલાઓને ખૂબ જ ક્રૂર રીતે મારતો હતો. હત્યા કરતી વખતે તે તેમના પર કુહાડી, હથોડી અને છરી વડે અનેકવાર હુમલો કરતો હતો. હત્યા કર્યા બાદ તે મૃતદેહને જંગલમાં ફેંકી દેતો હતો અને જાતે તપાસ કરવા આવતો હતો. તેણે લગભગ 2 દાયકા સુધી પોતાના વતન અંગાર્સ્કમાં આ બધી ઘટનાઓને અંજામ આપ્યો હતો, કારણ કે તે પોલીસમાં તૈનાત હતો જેથી કોઈને તેના પર શંકા ન હતી.
ક્લબ અને બારની આસપાસ રેકી કરતો હતો
પોલીસની પૂછપરછમાં મિખાઇલે જણાવ્યું કે, તે ક્લબ અને બારની આસપાસ થોડા દિવસો સુધી રેકી કરતો હતો. આ પછી તે મહિલાઓને નિશાન બનાવીને પોતાની કારમાં લિફ્ટ આપતો હતો. ત્યારપછી તે બળાત્કાર કર્યા બાદ તેમને ક્યાંક લઈ જતો હતો અને ત્રાસ આપીને મારી નાખતો હતો. જો કે આરોપીએ લાંબા સમય સુધી પોલીસને છેતર્યા, પરંતુ તેણે આ કેસમાં ભૂલ કરી બેઠો હતો જે ભુલમાં પોલીસને મહિલાના મૃતદેહ પાસે મિખાઈલની કારના વ્હીલના નિશાન મળી આવ્યા હતા. અહીંથી શંકાની સોય ફરી વળી હતી અને આ પછી પોલીસે શંકાના આધારે મિખાઇલનો DNA ટેસ્ટ કરાવ્યો હતો. જેનાથી સાબિત થતું હતું કે મિખાઇલે ઘણી સ્ત્રીઓની હત્યા કરી છે.
1992 અને 2010 વચ્ચે મોટાભાગની મહિલાઓની કરી હત્યા
મિખાઇલની પૂછપરછ કરતાં જાણવા મળ્યું કે, તે અત્યાર સુધીમાં 200થી વધુ મહિલાઓની હત્યા કરી ચૂક્યો છે. તેને 18 થી 50 વર્ષની મહિલાઓ ઉપર બળાત્કાર અને હત્યાનાં કેસમાં બે વખત આજીવન કેદની સજા પણ થઇ ચૂકી છે. પોપકોવે 1992 અને 2010 વચ્ચે મોટાભાગની મહિલાઓની હત્યા કરી હતી.
આ પણ વાંચો: હથિયાર નિયંત્રણ મુદ્દે અમેરીકા કરી રહ્રૂયું છે રશિયા અને ચીન સાથે ચર્ચા : ટ્રમ્પ
આ પણ વાંચો: G7 MEETING યુક્રેન વિરુદ્ધ કાર્યવાહી માટે રશિયા ભારે કિંમત ચૂકવશેઃ બ્રિટેન