ETV Bharat / bharat

રાષ્ટ્રિય સ્વયંસેવક સંઘ (RSS)ની સભા 19 અને 20 માર્ચે યોજાશે

રાષ્ટ્રિય સ્વયંસેવક સંઘ (RSS)નો નિર્ણય લેનારી ટોચની અખિલ ભારતીય પ્રતિનિધિ સભા(ABPS)ની 19 અને 20 માર્ચે બેઠક મળશે. જેમાં RSS (રાષ્ટ્રિય સ્વયંસેવક સંઘ) પ્રમુખ મોહન ભાગવત આ બેઠકની અધ્યક્ષતા કરશે. આ બેઠક બેંગ્લોરમાં 19 અને 20 માર્ચે યોજાશે.

રાષ્ટ્રિય સ્વયંસેવક સંઘ (RSS)ની સભા 2 દિવસ યોજાશે

author img

By

Published : Mar 18, 2021, 9:34 PM IST

  • 19માર્ચ, 2021થી શરૂ થશે RSS પ્રતિનિધિ સભા
  • આ બેઠક દરમિયાન RSSના નવા સહકાર્યવાહકની નિમણૂક કરવામાં આવશે
  • RSS પ્રમુખ મોહન ભાગવત આ બેઠકની અધ્યક્ષતા

બેંગ્લોરઃ કર્ણાટકમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના અખિલ ભારતિય પ્રચાર પ્રમુખ અરુણ કુમારે કહ્યું કે સમાજમાં કાર્યરત સામાજીક, ધાર્મિક સંગઠનોને સાથે લઇને સમાજવ્યાપી, રાષ્ટ્રરવ્યાપી સામાજીક શક્તિ ઉભી કરવી એ સંઘનું લક્ષ્ય છે. સંઘ સમાજની સામુહિક શક્તિને જાગૃત કરવાનું કામ કરી રહ્યું છે. દેશ સમાજ માટે કામ કરનારા, સમાન વિચાર ધાવતા લોકો અને સંગઠનોને સાથે લાવવાનો સંઘનો પ્રયાસ છે. જણાવી દઈએ કે આ બેઠક દરમિયાન RSSના નવા સહકાર્યવાહકની નિમણૂક કરવામાં આવશે. તેમણે કહ્યું કે એ જોવાનું રહ્યું કે સુરેશ ભૈયાજી જોશીને બીજો એક કાર્યકાળ મળે નહીં. RSS પ્રમુખ મોહન ભાગવત આ બેઠકની અધ્યક્ષતા કરશે.

આ પણ વાંચોઃ RSS સુપ્રિમોની સૌરાષ્ટ્રની મુલાકાત, પશ્ચિમ બંગાળમાં ભાજપા માટે આશીર્વાદ રૂપ !

બેઠક 19 માર્ચે સવારે બેઠક શરું થશે

બેંગ્લોરના ચન્નનહલ્લીના જનસેવા વિદ્યા કેન્દ્રમાં 19 અને 20 માર્ચે યોજાનારી અખિલ ભારતિય પ્રતિનિધી સભા વિશે જાણકારી આપતા જણાવવામાં આવ્યું હતુ કે, આ સભા સંઘનો નિર્ણય લેનારી સર્વોચ્ચ સંસ્થા છે. નિર્ણય પ્રતિનિધી સભાઓમાં જ લેવામાં આવે છે. 19 માર્ચે સવારે બેઠક શરું થશે જેમાં પહેલુ સત્ર 8.30નો કલાકે પ્રારંભ થશે. 9 વાગ્યે પત્રકાર પરિષદ યોજાશે. આ સહ સરકાર્યવાહ ડો. મનમોહન વૈધ પત્રકાર પરિષદને પ્રસ્તાવોના સંબધમાં જાણકારી આપશે. દર ત્રણ વર્ષે સરકાર્યવાહની ચૂંટણી થાય છે. 20 માર્ચે બીજા સત્રમાં સરકાર્યવાહકની ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થશે.

આ પણ વાંચોઃ અયોધ્યામાં રામ મંદિર નિર્માણના વિકાસ અંગે RSS અને VHPની બેઠક

સંઘે તેમના કાર્ય માટે 60 હજાર મંડળ, 60 હજાર કોલોની બનાવી

સંઘે તેમના કાર્ય માટે 60 હજાર મંડળ, 60 હજાર કોલોની બનાવી છે. જેમાંથી લગભગ 65 હજાર સ્થાનો પર સંઘની પહોંચ છે. પાછલા વર્ષે પ્રતિનિધિ સભા બેંગલોરમાં થઇ હતી. પણ હવે પરિસ્થિતીઓ બદલાઇ ગઇ છે. કોરોનાને કારણે બેઠક સ્થગિત કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. સભા બેંગ્લોરમાં કરવામાં આવશે તેમ આ વખતે નક્કી કરવામાં આવ્યું છે.

કોરોના સંકટને જોતા 450 લોકોને જ આમંત્રિત કરવામાં આવ્યા

પ્રતિનિધિ સભામાં 1,500 લોકોના આવવાની ઉમ્મીદ છે, પરંતું કોરોના સંકટને જોતા 450 લોકોને જ આમંત્રિત કરવામાં આવ્યા છે. ત્રણ દિવસના સ્થાને બે દિવસની બેઠક રાખવામાં આવી છે, સંઘના કાર્ય માટે 44 પ્રાંત બનાવવામાં આવ્યા છે. આ પ્રાંતોના ચૂંટાયેલા પ્રતિનીધી અને અન્ય સહિત 1,000 લોકો 44 જગ્યાએથી ઓનલાઈન માધ્યમથી સભામાં જોડાશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.