ETV Bharat / bharat

RSSના વડા મોહન ભાગવતે ઈમામ ઉમર અહેમદ ઈલ્યાસી સાથે કરી મુલાકાત - Mohan Bhagwat and Imam

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના વડા મોહન ભાગવતે ગુરુવારે દિલ્હીની મધ્યમાં આવેલી મસ્જિદમાં અખિલ ભારતીય ઇમામ સંગઠનના મુખ્ય મૌલવી ઉમર અહેમદ ઇલ્યાસી સાથે મુલાકાત કરી હતી. એક મહિનામાં મુસ્લિમ બૌદ્ધિકો સાથે આરએસએસના વડાની આ બીજી બેઠક છે. અગાઉ, મોહન ભાગવતે 'કોમી સંવાદિતાને મજબૂત કરવા' માટે પાંચ મુસ્લિમ બૌદ્ધિકોને મળ્યા હતા.

RSSના વડા મોહન ભાગવતે ઈમામ ઉમર અહેમદ ઈલ્યાસી સાથે કરી મુલાકાત

author img

By

Published : Sep 22, 2022, 3:50 PM IST

નવી દિલ્હી: રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના વડા મોહન ભાગવતે ગુરુવારે 'અખિલ ભારતીય ઈમામ સંગઠન'ના વડા ઈમામ ઉમર અહેમદ ઈલ્યાસી સાથે મુલાકાત (mohan bhagwat met umer ahmed ilyasi) કરી હતી. આ બેઠક કસ્તુરબા ગાંધી માર્ગ મસ્જિદમાં બંધ રૂમમાં એક કલાકથી વધુ સમય સુધી ચાલી હતી.

સંવાદ પ્રક્રિયાનો એક ભાગ: ભાગવતની સાથે RSSના વરિષ્ઠ કાર્યકર્તા કૃષ્ણ ગોપાલ, રામ લાલ અને ઈન્દ્રેશ કુમાર પણ હતા. સાંપ્રદાયિક સૌહાર્દને મજબૂત કરવા માટે RSSના વડા મુસ્લિમ બૌદ્ધિકો સાથે ચર્ચા કરી રહ્યા છે. RSSના પ્રચાર પ્રમુખ સુનીલ આંબેકરે જણાવ્યું હતું કે, RSSના સરસંઘચાલક જીવનના તમામ ક્ષેત્રના લોકોને મળે છે. આ સામાન્ય 'સંવાદ' પ્રક્રિયાનો એક ભાગ છે.

બંધ બારણે થઈ બેઠક: RSSના પ્રવક્તા સુનીલ આંબેકરે કહ્યું કે, આ બેઠક સતત ચર્ચા પ્રક્રિયાનો એક ભાગ હતી. મોહન ભાગવત અને ઈમામ (Mohan Bhagwat and Imam) વચ્ચે કસ્તુરબા ગાંધી માર્ગ મસ્જિદમાં બંધ બારણે બેઠક એક કલાકથી વધુ સમય સુધી ચાલી હતી. આ બેઠકમાં સંઘના વરિષ્ઠ કાર્યકર્તાઓ પણ હાજર હતા. ભાગવતની સાથે સંઘના વરિષ્ઠ કાર્યકર્તા કૃષ્ણ ગોપાલ, રામ લાલ અને ઈન્દ્રેશ કુમાર પણ હતા. અગાઉ, RSSના વડા મોહન ભાગવતે અગ્રણી મુસ્લિમ બૌદ્ધિકો, દિલ્હીના ભૂતપૂર્વ એલજી નજીબ જંગ અને ભૂતપૂર્વ મુખ્ય ચૂંટણી કમિશનર એસવાય કુરૈશી સાથે બંધ બારણે બેઠક કરી હતી.

દ્વેષપૂર્ણ ગુનાઓ પર કરવામાં આવી ચર્ચા: નૂપુર શર્માના દ્વેષપૂર્ણ ભાષણનો વિવાદ (Nupur Sharmas speech controversy) ફાટી નીકળ્યા બાદ આ અગ્રણી મુસ્લિમ બૌદ્ધિકો દ્વારા મોહન ભાગવત સાથે મુલાકાતની માંગ કરવામાં આવી હતી. દ્વેષપૂર્ણ ભાષણ, જ્ઞાનવાપી મસ્જિદનો મુદ્દો અને દ્વેષપૂર્ણ ભાષણના પરિણામે થતા દ્વેષપૂર્ણ ગુનાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.