- ઓડિસામાં તૈયાર થયું રોવર
- 8 મહિનાની મહેનતના અંતે મળી સફળતા
- નાસાએ પણ કર્યા રોવરના વખાણ
કટક: મંગળ અને ચંદ્રની સપાટી પર ઉતરતા પહેલાં નદીની સપાટી પર તેનું ટ્રાયલ રન કરવામાં આવ્યું. ટીમના સભ્યોએ પોતાના ડ્રીમ પ્રોજેક્ટને ઝાડીઓની વચ્ચે અને રસ્તાઓ પર અંતિમ રૂપ આપ્યું છે. હવે તેઓ ફક્ત નાસા પાસેથી લીલી ઝંડી મળવાની રાહ જોઇ રહ્યાં છે. કટક જિલ્લાના યુવા વૈજ્ઞાનિક અનિલ પ્રધાનના નેતૃત્વમાં હાઇસ્કૂલના 10 વિદ્યાર્થીઓની ટીમે આ રોવર, નૈપસેટ 1.0 ડિઝાઇન કર્યું છે. જેને ચંદ્ર અને મંગળની સપાટી પર ઉતારી શકાય છે.
શહેર અને ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓએ સાથે કર્યો પ્રોજક્ટ
અનિલની ટીમમાં ફક્ત શહેરના યુવાનો છે તેવું નથી પણ ગ્રામ્ય વિસ્તારના 3 યુવાનોનો પણ સમાવેશ થાય છે. આ 10 લોકોની ટીમમાં રસ્તો બનાવવાનાર, સાઇકલ રિપેરિંગની દુકાનમાં કામ કરનાર, વેલ્ડિંગ સેન્ટર ચલાવનાર લોકોનો પણ સમાવેશ થયો છે. આ રોવરને નાસાએ ખૂબ જ વખાણ્યું છે અને હવે આ એક નવો ઇતિહાસ રચી શકે છે. આ ટીમના એક સભ્યએ ETV Bharatને જણાવ્યું હતું કે, "હું પ્રોજેક્ટ પૂર્ણ થતાં સંતોષ અનુભવુ છું, આ પ્રોજેક્ટમાં હું ઘણું બધુ શીખ્યો છું. હું એક સાઇકલની દુકાનમાં કામ કરતો હતો જ્યાં કશું શીખવાની શક્યતા ન હતી. અહીંયા મને ઘણી બધી સિસ્ટમ વિશે જાણવા - શીખવા મળ્યું."
વધુ વાંચો: કેન્સર સામે રક્ષણ આપશે ગ્રાઇફોલા મશરૂમ
નાસાના આગામી પ્રોજેક્ટમાં ઉપયોગી સાબિત થશે રોવર
ઓડિશાની આ ટીમે આઠ મહિનાની મહેનતના અંતે નાસા માટે આ રોવર તૈયાર કર્યું છે. ચાર પૈડા વાળા આ રોવરમાં બે વ્યક્તિઓ બેસી શકે છે. નાસાના ભવિષ્યના મિશન 2024ના ચંદ્રના મિશન અને 2028માં મંગળ મિશનનો સમાવેશ થાય છે. સ્પેસ એજન્સી રોવર સાથે એક મહિલા અને પુરુષને મોકલવામાં આવશે. આ રોવરની મદદથી ચંદ્રની સપાટી પર પાણી અને વિવિધ ખનીજની અંગેનું સંશોધન કરવામાં આવશે. આથી નાસા એક રોવરની શોધમાં હતું. અગાઉ પણ નાસા આ રોવરના કામકાજના વખાણ કરી ચુક્યું છે. નાસા પાસે (નૈપસેટ 1.0)નો વીડિયો મોકલવામાં આવ્યો હતો. જો કે ઑડિસાનું આ રોવર કેટલું સફળ થાય છે તે તો આગામી 16 તારીખે જાણવા મળશે આવશે. આ પ્રતિયોગિતામાં બીજા દેશની ટીમે પણ ભાગ લીધો છે પણ ઑડીસાની હાઇસ્કૂલની ટીમ જીતવા માટે આશાવાદી છે. આ યુવા વૈજ્ઞાનિકો દેશ માટે કઇંક કરવા ઇચ્છે છે. જો તેમનું આ મોડલ નાસા દ્વારા પસંદગી પામે છે તો દેશ અને રાજ્ય માટે ગૌરવની ક્ષણ હશે.
વધુ વાંચો: એક સાથે બન્ને હાથે લખે છે આ 'આદિ સ્વરૂપા'