ETV Bharat / bharat

Bribe Case Updates: રાઉઝ એવન્યૂ કોર્ટે લાંચના આરોપી PSIના બે દિવસના રીમાન્ડને મંજૂરી આપી - દિલ્હી પોલીસનો અધિકારી

દિલ્હીની રાઉઝ એવન્યૂ કોર્ટે પર્લ્સ ગ્રૂપના સંસ્થાપક નિર્મલ સિંહ ભંગુના 45000 કરોડ રુપિયાના કૌભાંડ મામલે લાંચ લેનાર પોલીસ સબ ઈન્સપેક્ટરને રાઉઝ એવન્યૂ કોર્ટે તપાસાર્થે સીબીઆઈને બે દિવસના હવાલે કરી દીધો છે.

રાઉઝ એવન્યૂ કોર્ટે લાંચના આરોપી PSIના બે દિવસના રીમાન્ડને મંજૂરી આપી

author img

By ETV Bharat Gujarati Team

Published : Nov 15, 2023, 1:56 PM IST

નવી દિલ્હીઃ 14 નવેમ્બરે રાઉઝ એવન્યૂ કોર્ટે લાંચ કેસમાં પુછપરછ માટે દિલ્હી પોલીસના સબ ઈન્સપેક્ટર રાજેશ યાદવના 2 દિવસના રીમાન્ડ મંજૂર કરીને સીબીઆઈને સોંપ્યો છે. સીબીઆઈએ એક ફરાર આરોપી એસઆઈ વરુણ ચીચી પાસેથી સાડા ચાર લાખ રુપિયાની લાંચ લેતા ઝડપી લીધો હતો. સ્પેશિયલ સીબીઆઈ ન્યાયાધીશ અરુણ ભારદ્વાજે PSIની પુછપરછ માટે માંગેલા 2 દિવસના રીમાન્ડ મંજૂર કર્યા. કોર્ટે એજન્સીને 16 નવેમ્બરના રોજ બપોરે 2 કલાકે કોર્ટમાં રજૂ કરવાનો આદેશ કર્યો છે. સીબીઆઈએ પુરાવા એકત્ર કરવા અને ફરાર આરોપીની ધરપકડ માટે 3 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી.

જાણકારી અનુસાર આરોપી દિલ્હી પોલીસનો અધિકારી છે અને નવી દિલ્હીના બારાખંભા પોલીસ સ્ટેશનમાં પોસ્ટેડ હતો. કોર્ટે ઓડિયો રેકોર્ડિંગના ટ્રાન્સક્રિપ્શનનું અવલોકન પણ કર્યુ હતું. કોર્ટે જણાવ્યું કે આરોપીએ સાડા ચાર લાખ લાંચ મેળવી હતી. સીબીઆઈના પ્રોસિક્યુટર અમજદ અલીએ આરોપી રાજેશે વરુણ ચીચી વતી લાંચની રકમ મેળવી હોવાનું જણાવ્યું હતું. વરુણ ચીચી અત્યારે ફરાર છે. તેમણે કહ્યું કે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની કલમ 7 અંતર્ગત કેસ દાખલ કરવામાં આવ્યો છે. પુરાવા મેળવવામાં અને ફરાર આરોપીઓને પકડવા માટે પુછપરછ કરવા રીમાન્ડની જરુર છે.

સીબીઆઈએ તર્ક રજૂ કર્યો કે, પકડાયેલ આરોપી બીજા આરોપીનો સાથીદાર છે. બીજી તરફ રાજેશ યાદવ તરફથી કેસ લડતા વકીલ ધનંજય રાયે રીમાન્ડનો વિરોધ કર્યો હતો. તેમણે જણાવ્યું કે રાજેશ અને વરુણ વચ્ચે કોઈ સંબંધ નથી. આરોપીઓ માત્ર રુમ શેર કર્યો હતો. તેમણે પેકેટને હાથ પણ લગાડ્યો નહતો, તેમણે ફરિયાદીને આ પેકેટ ટેબલ પર મુકવા જણાવ્યું હતું. સીબીઆઈના વકીલે જણાવ્યું કે આરોપીએ લાંચના રુપિયાને પોતાના હાથે લઈને તિજોરીમાં મુક્યા હતા.

આ ઉપરાંત આરોપીએ પોતાના અન્ય સાથીદાર સાથે વાતચીત પણ કરી હતી. આરોપી વરુણની સમગ્ર વાતચીત રેકોર્ડ કરી લેવામાં આવી છે. કોર્ટે વકીલને પુછ્યું કે પેકેટમાંથી રુપિયા દેખાતા હતા, વકીલે જણાવ્યું કે હા પેકેટમાંથી પૈસા દેખાતા હતા અને આરોપીએ આ પૈસા લઈને પોતાના હાથે તિજોરીમાં મુક્યા હતા.

  1. Ex-Collector SK Langa Case: કાળી કમાણી કરનાર ક્લેક્ટર લાંગાના રીમાન્ડ મંજૂર, નિર્ણયની તપાસ થશે
  2. Fake PSI in Police Academy : આરોપી મયુર તડવીના 10 માર્ચ સુધીના રીમાન્ડ મંજૂર

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.