- હિસારના બરવાલા પાસે ટ્રેનમાં લૂંટ
- યાત્રીઓનો સામના લૂંટી બદમાશો ફરાર
- રેલવે પોલીસ કરી રહી છે તપાસ
હિસાર : હિસાર (હરીયાણા)ના બરવાલામા હિસાર-લુધિયાના રેલમાર્ગ પર બદમાશોએ શનિવારે સવારે 3:52 વાગ્યે રેલવે ટ્રેકનો સિગ્નલ ફેલ કરી યાત્રીઓ સાથે લૂટફાટ કરી હતી.
યાત્રીઓનું સોનું સહિત અન્ય વસ્તુઓની લૂંટ
આ દરમિયાન બદમાશોએ ટ્રેનમાં સવાર મહિલા સમેત અન્ય યાત્રાઓના સોનાના ઘરેણા, કેશ, મોબાઈલ ફોન, જેવી વસ્તુ્ઓ લુટી લીધી,. રેલવે પોલીસએ બરવાલા પોલીસ સ્ટેશનમાં કાર્યરત સિગ્નલ સુપરવાઈઝરની ફરિયાદ પર પોલીસે ફરિયાદ નોંધી હતી અને તપાસ શરૂ કરી હતી.
આ પણ વાંચો : સુરેન્દ્રનગર LCBએ લુંટ અને અપહરણના ગુનામાં 4 આરોપીની ધરપકડ કરી
બરવાલા સ્ટેશન પાસે કરવામાં આવી લૂંટ
ટ્રેનમાં લૂંટફાટ બાદ બદમાશોએ ઘટના સ્થળે 2 ફોન અને પર્સ છોડીને ગયા હતા. રેલવે પોલીસ કેસની તપાસ કરી રહી છે. બદમાશોએ ઘટનાને એ સમયે પૂરી કરી જ્યારે હિસારથી ઉપડેલી અજમેર-અમૃતસર ટ્રેન 3:52એ બરવાલાની નજીક પહોંચી. આ દરમિયાન ટ્રેન 8 મિનીટ માટે બરવાળા રોકાઈ હતી.