ETV Bharat / bharat

'પિંક સિટી' જયપુર ખાતે યોજાયેલા વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024ના રોડ શૉનું સમાપન - Vibrant Gujarat Global Summit 2024

રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલે કાર્યક્રમને સંબોધિત કર્યો અને ગુજરાતમાં રોકાણ કરવા માટે જયપુરમાં ઉદ્યોગ અગ્રણીઓને આમંત્રિત કર્યા હતા. તેમને આ પ્રસંગે કહ્યું કે માનનીય વડાપ્રધાનના નેતૃત્વમાં વાઇબ્રન્ટ સમિટે ગુજરાતને રોકાણનું સૌથી પસંદગીનું સ્થળ બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી છે.

Roadshow of Vibrant Gujarat Global Summit 2024 held at 'Pink City' Jaipur

author img

By ETV Bharat Gujarati Team

Published : Dec 12, 2023, 4:28 PM IST

ગાંધીનગર: ગુજરાત સરકારના કૃષિ, પશુપાલન, ગાય સંવર્ધન, મત્સ્યોદ્યોગ, ગ્રામીણ આવાસ અને ગ્રામીણ વિકાસના માનનીય મંત્રી શ્રી રાઘવજી પટેલના નેતૃત્વમાં વાઈબ્રન્ટ ગુજરાત 2024 પ્રતિનિધિમંડળે જયપુર રોડ શૉનું સફળતાપૂર્વક સમાપન કર્યું. આ પ્રસંગે ગુજરાત સરકારના અધિકારીઓ સહિત ઉદ્યોગ જગતના પ્રતિષ્ઠિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

  • વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024...

    ➡️જયપુર રોડ શો..

    ➡️મંત્રી શ્રી રાઘવજી પટેલની વિશેષ ઉપસ્થિતિ ..

    તારીખ: 12 ડિસેમ્બર,2023
    સમય: 10:00 વાગે#VGGS2024 pic.twitter.com/KSpkHSZz6K

    — Gujarat Information (@InfoGujarat) December 12, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

વાઈબ્રન્ટ ગુજરાત 2024 અંતર્ગત પિંક સીટી જયપુરમાં આયોજિત રોડ શૉનું સફળતાપૂર્વક સમાપન થયું છે. રોડ શૉ બાદ, ગુજરાત સરકારના કૃષિ મંત્રી રાઘવજી પટેલે ઉદ્યોગ જગતના વિવિધ મહાનુભાવો સાથે વન ટુ વન મિટીંગ કરી હતી. આ સાથે જ તેમણે ઇન્ડિયન હેરિટેજ હૉલ એસોસિએશન, હોટેલ્સ એન્ડ રેસ્ટોરન્ટ એસોસિએશન ઑફ રાજસ્થાન એન્ડ એએમપી તેમજ રાજસ્થાન એસોસિએશન ઓફ ટુર ઓપરેટર્સના પ્રવાસન હિતધારકો સાથે રાઉન્ડ ટેબલ ચર્ચા પણ કરી.

આ વાતચીત દરમિયાન તેમણે વાઇબ્રન્ટ ગુજરાત સમિટની સફળતા અંગે વાત કરતા કહ્યું કે, 'ગુજરાત છેલ્લા બે દાયકાથી સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય રોકાણકારો માટે રોકાણ માટેનું સૌથી પસંદગીનું સ્થળ રહ્યું છે. રાજ્યને 2002 થી 2022 વચ્ચે કુલ USD 55 બિલિયનનું સંચિત FDI પ્રાપ્ત થયું છે.'

IT અને ITeS, સેમિકન્ડક્ટર, ઈલેક્ટ્રોનિક્સ, એરોસ્પેસ અને ડિફેન્સ તેમજ કેમિકલ અને પેટ્રોકેમિકલ્સ જેવા વિવિધ ક્ષેત્રોમાં સહયોગ અને સહકારના ક્ષેત્રોને એક્સપ્લોર કરવા તેમજ ગિફ્ટ સિટી, ધોલેરા SIR અને બાયોટેક પાર્ક જેવા ફ્યુચર રેડી મેગા પ્રોજેક્ટ્સમાં રોકાણો આકર્ષિત કરવાના ઉદ્દેશથી બિઝનેસ અને કંપનીઓ માટે જયપુર રોડ શૉનું આયોજન કરવામાં આવ્યું હતું.

મને આશા છે કે દેશના આ અમૃતકાળમાં આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત સમિટની દસમી આવૃત્તિ આપણા માટે ‘અમૃત’ ભવિષ્ય બની રહે.” એમ કહીને તેમણે પોતાના સંબોધનનું સમાપન કર્યું હતું. તેમણે આગામી વાઈબ્રન્ટ સમિટમાં ભાગ લેવા માટે રોકાણકારોને આમંત્રણ આપ્યું હતું.

  1. ઈન્દોરમાં વાઈબ્રન્ટ ગુજરાત સમિટ રોડ શો યોજાશે, રાજ્ય શિક્ષણપ્રધાન ડો. કુબેર ડિંડોર રોડ શોનું નેતૃત્વ કરશે
  2. પીએમ નરેન્દ્ર મોદીએ ગુજરાતની 225 ગ્રામ પંચાયતના વિવિધ યોજનાના લાભાર્થીઓ સાથે કર્યો સીધો સંવાદ

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.