- આર એન રવિએ તમિલનાડુના રાજ્યપાલ તરીકે લીધા શપથ
- પહેલા રહી ચુક્યા છે નાગાલેન્ડના રાજ્યપાલ
- કાર્યક્રમમાં અનેક નેતાઓની હાજરી
ચૈન્નેઈ: તમિલનાડુના નવનિયુક્ત રાજ્યપાલ આર એન રવિએ શનિવારે મદ્રાસ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ સંજીબ બનેરજીની ઉપસ્થિતિ શપથ લીધા હતા.આ કાર્યક્રમમાં તમિલનાડુના મુખ્યપ્રધાન એમ કે સ્ટાલિન, વિધાનસભા અધ્યક્ષ અપ્પાવુ, વિપક્ષના નેતા એડપ્પદી પલાનીસામી, કેન્દ્રીય પ્રધાન એલ મુરુગન, રાજ્ય સરકારના પ્રધાનો, એમડીએમકેના વડા વાઇકો અને અન્ય હાજર રહ્યા હતા.
આ પણ વાંચો : આજના દિવસે વર્ષ 1965માં ગિરને જાહેર કરાયું હતું રાષ્ટ્રીય અભ્યારણ્ય
નાગાલેન્ડના રાજ્યપાલ રહી ચૂક્યા છે આર એન રવિ
નાગાલેન્ડના રાજ્યપાલ તરીકે ફરજ બજાવતા ભૂતપૂર્વ ટોચના IPS અધિકારી આર એન રવિને 9 સપ્ટેમ્બરે તમિલનાડુના રાજ્યપાલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.રાજ્યપાલ આર એન રવિ, ગુરુવારે ચેન્નઈ પહોંચ્યા હતા. દુરૈમુરુગન અને કે એન નેહરુ સહિત તેમના વરિષ્ઠ કેબિનેટ સાથીઓ સાથે મુખ્યમંત્રી એમ કે સ્ટાલિનએ એરપોર્ટ પર રવિનું સ્વાગત કર્યું હતું.