- 'સામના' દ્વારા શિવસેનાએ બદલો લેવાની કરી માંગ
- સેનાના 5 જવાનોના મોતનો બદલો લેતા 25 આતંકવાદીઓને મારો
- આતંકવાદી હુમલામાં JCO સહિત 5 સૈનિકો થયા હતા શહીદ
મુંબઈ: શિવસેના (Shiv Sena)એ પોતાના મુખપત્ર સામના (Saamana)માં કહ્યું કે, કલમ 370ની મોટાભાગની જોગવાઈઓ ખતમ કરવામાં આવ્યા બાદ પાકિસ્તાન (Pakistan)થી સહાનુભૂતિ રાખનારાઓની હિંમત વધી ગઈ છે. સંવિધાનની કલમ 370 (Article 370) અંતર્ગત જમ્મુ-કાશ્મીરને વિશેષ દરજ્જો હતો, જે હવે ખતમ થઈ ગયો છે.
શું 1990ના દાયકા જેવી સ્થિતિ બની રહી છે?
તાજેતરના અઠવાડિયામાં આતંકવાદી હુમલા ઘણા વધી ગયા છે, જેમાં એક કાશ્મીરી પંડિત વેપારી અને 2 સ્કૂલ શિક્ષક સહિત અનેક નાગરિકો માર્યા ગયા. આ હત્યાઓનો ઉલ્લેખ કરતા શિવસેનાએ કહ્યું કે, આ પ્રકારની હિંસક ઘટનાઓ એ વાતનો અહેસાસ કરાવે છે કે શું 1990ના દાયકા જેવી સ્થિતિ બની રહી છે, જ્યારે હજારો કાશ્મીરી પંડિતો ઘાટી છોડવા માટે મજબૂર બન્યા હતા.
બદલો નહીં લેવાય ત્યાં સુધી ભારતીયોના મનને શાંતિ નહીં મળે
શિવસેનાએ સામાનાના સંપાદકીયમાં કહ્યું કે, ભારતીયોના મનને ત્યાં સુધી શાંતિ નહીં મળે જ્યાં સુધી 5 જવાનોને મારનારા આતંકવાદીઓને ઠાર કરવામાં ન આવે. સંપાદકીયમાં કહેવામાં આવ્યું છે કે સુરનકોટ અથડામણમાં માર્યા ગયેલા જવાનોના મોતનો બદલો તાત્કાલિક લેવામાં આવવો જોઇએ અને 5ના બદલે 25 આતંકવાદીઓને મારવા જોઇએ.
3 અથડામણમાં સેનાના 5 જવાન શહીદ થયા
જમ્મુ-કાશ્મીરના અલગ-અલગ જિલ્લામાં થયેલી 3 અથડામણમાં એક જુનિયર કમિશ્ડ અધિકારી (JCO) સહિત સેનાના 5 જવાન અને 2 આતંકવાદી માર્યા ગયા હતા. જમ્મુ-કાશ્મીરના સરહદી જિલ્લા પુંછના સુરનકોટ વિસ્તારમાં ડેરાની ગલી(DKG)ની પાસે એક ગામમાં આતંકવાદીઓ દ્વારા ગોળીબારમાં 5 જવાનો શહીદ થયા હતા. સેના અને પોલીસે નિયંત્રણ રેખા પાર કરીને અહીં આવેલા આતંકવાદીઓની ઉપસ્થિતિની જાણકારી મળ્યા બાદ એક સંયુક્ત અભિયાન શરૂ કર્યું હતું.
શિવસેના અને ડોગરા ફ્રંટે કર્યું વિરોધ પ્રદર્શન
અનંતનાગ અને બાંદીપોરા જિલ્લામાં અથડામણ દરમિયાન 2 આતંકવાદીઓ માર્યા ગયા અને એક પોલીસ કર્મચારી ઘાયલ થયો હતો. સેનાના 5 જવાનોના મોત બાદ સોમવારના શિવસેના અને ડોગરા ફ્રંટના કાર્યકરોએ પાકિસ્તાનની વિરુદ્ધ પ્રદર્શન કર્યું હતું અને જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદનું સમર્થન આપનારા અને તેને પ્રોત્સાહન આપનારા પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાનનું પૂતળુ સળગાવ્યું હતું.
આ પણ વાંચો: શોપિયાં એન્કાઉન્ટર: LeT (TRF)ના ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા, હથિયાર પકડાયા
આ પણ વાંચો: દિલ્હી સ્પેશિયલ સેલ દ્વારા પાકિસ્તાની આતંકવાદીની ધરપકડ, હથિયારો અને ગ્રેનેડ જપ્ત