કોપનહેગન : વિશ્વ આરોગ્ય સંસ્થાના (WHO) અગ્રણી અધિકારીએ યુરોપમાં શ્વસન સંબંધી રોગોના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને તકેદારી રાખવા કહ્યું છે. યુરોપમાં WHO ના પ્રાદેશિક નિર્દેશક હંસ હેનરી પી. ક્લુગે મંગળવારે કોપનહેગનમાં એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, ઈન્ફલ્યુએન્ઝા ઈન્ફેક્શન અને હોસ્પિટલમાં દાખલ કેસમાં વધારો નોંધાયો છે. આગામી સપ્તાહમાં સંભવિત વધારા માટે આરોગ્ય વિભાગને તૈયાર રહેવા સૂચન કર્યું હતું.
નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર પબ્લિક હેલ્થ એન્ડ ધ એન્વાયર્નમેન્ટ (RIVM) અનુસાર નેધરલેન્ડ હાલમાં રેસ્પિરેટરી ઈન્ફેકશનમાં થયેલા વધારા સામે ઝઝૂમી રહ્યું છે. RIVM એ 10 જાન્યુઆરીના તેના લેટેસ્ટ અપડેટમાં જણાવ્યું હતું કે, કોવિડ-19, ઈન્ફલ્યુએન્ઝા વાયરસ અને સીઝનલ કોરોનાવાયરસ સહિતના વિવિધ પેથોજેન્સ નાગરિકોમાં હવે સામાન્ય બન્યા છે.
RIVM અનુસાર ફ્લૂ જેવા લક્ષણની ધરાવતા લોકોની સંખ્યા વધી રહી છે. અગાઉના સપ્તાહમાં એક લાખ 27 લોકોએ આવી ફરિયાદ સાથે તબીબી સહાયની માંગ કરી હતી. ત્યારે ગત સપ્તાહ દરમિયાન એક લાખમાંથી 44 લોકોએ આવી ફરિયાદ કરી હોવાનું નોંધપાત્ર વધારો દર્શાવે છે. હાલના ડેટા પણ ઈન્ફલ્યુએન્ઝા વાયરસના કેસોમાં વધારો દર્શાવે છે. ફ્લૂ જેવા લક્ષણો હોવાની ધરાવતા વ્યક્તિઓના સેમ્પલમાંથી લગભગ 35 ટકા ટેસ્ટ પોઝિટિવ આવ્યા હતા. જે અગાઉના સપ્તાહમાં 13 ટકા હતા.
ઈટાલીમાં છેલ્લા 15 વર્ષ દરમિયાન નોંધાયેલી સૌથી ખરાબ ફ્લૂ વેવના કારણે હોસ્પિટલમાં ભારે ધસારો છે. દેશના ખાનગી ડોક્ટરોને પણ ચેતવણી આપવામાં આવી છે. ઇટાલિયન ફેડરેશન ઓફ હેલ્થ ઓથોરિટીઝ એન્ડ હોસ્પિટલ્સના (FIASO) જણાવ્યા અનુસાર મુખ્યત્વે ગંભીર ફ્લૂના કેસના કારણે છેલ્લા સપ્તાહ દરમિયાન ઇમરજન્સી રૂમમાં દાખલ થનારની સંખ્યા 20 ટકાથી 30 ટકા વધી હતી.
નવા વર્ષની શરૂઆતથી કોવિડ-19 અને ફ્લૂના ચેપમાં વધારો થતાં સ્પેનિશ સરકારે 10 જાન્યુઆરીથી હોસ્પિટલો અને આરોગ્ય કેન્દ્રમાં ફેસમાસ્કનો ઉપયોગ ફરીથી ફરજિયાત કર્યો છે. પ્રતિ એક લાખ રહેવાસીઓ દીઠ 952 થી વધુ કેસ સાથે સ્પેનમાં શ્વસન સંબંધી બિમારીમાં જોરદાર વધારો નોંધાયો છે.
આરોગ્ય પ્રધાન મોનિકા ગાર્સિયાએ ગયા અઠવાડિયે ચેતવણી આપી હતી કે, ઇન્ફેક્શનની પીક આવવાની તૈયારી છે. મંગળવારે કોપનહેગનમાં એક પ્રેસ કોન્ફરન્સમાં ક્લુગે જણાવ્યું હતું કે, સંવેદનશીલ જનતાએ તેમના કોવિડ -19 અને ઈન્ફલ્યુએન્ઝા રસીકરણ સાથે અપડેટ રહેવું જોઈએ. તેમણે ડિસેમ્બર 2020 માં કોવિડ-19 વેક્સીન આવ્યા પછી તેની સફળતાનો ઉલ્લેખ કર્યો હતો.
WHO ના અધિકારીએ જણાવ્યું હતું કે, WHO યુરોપમાં થયેલા નવા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે સલામત અને અસરકારક કોવિડ-19 રસીના કારણે આપણા પ્રદેશમાં ઓછામાં ઓછા 1.4 મિલિયન લોકોના જીવ બચી ગયા છે. WHO ના એક અભ્યાસ અનુસાર આ રસી ખાસ કરીને 60 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે અસરકારક રહી છે. જેમાં 90 ટકાથી વધુ લોકોના જીવ બચ્યા છે. ડિસેમ્બર 2020 માં કોવિડ વેક્સીનની શરૂઆત થઈ ત્યારથી સમગ્ર WHO યુરોપિયન પ્રદેશમાં COVID-19 થી થતા મૃત્યુમાં 57 ટકાનો ઘટાડો થયો છે. એકલા પ્રથમ બૂસ્ટર ડોઝથી અંદાજિત 700,000 લોકોના જીવ બચ્યા છે.
તેમ છતાં ક્લુગે Covid-19 JN.1 વેરિઅન્ટના ઝડપી પ્રસાર અંગે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે, ગંભીરતામાં વધારો સૂચવતા પુરાવાના અભાવ હોવા છતાં વેરિઅન્ટની અનિશ્ચિતતા પર સતત દેખરેખની જરૂર છે. યુરોપના 13 દેશોએ ગયા અઠવાડિયે રિસ્પિરેટરી વાયરસ પર કોઈ ડેટા આપ્યા નથી. દેખરેખ એ અણધાર્યા શ્વસન રોગકારક જીવાણુઓ પર દેખરેખ રાખવી એ આપણા માટે સાવચેતીનું પહેલું પગલું છે.