ETV Bharat / bharat

અનામતને અંગે મોદી સરકારનો મોટો નિર્ણય, મેડિકલના અભ્યાસમાં આ વર્ગોને થશે લાભ

અંડરગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટ મેડિકલ / ડેન્ટલ અભ્યાસક્રમો (MBBS / MD / MS / Diploma / BDS / MDS) માટે, OBCને 27 ટકા અને EWS ક્વોટામાં 10 ટકા આપવામાં આવશે. આ યોજના 2021-22 ના સત્રથી શરૂ કરવામાં આવશે.

અનામતને અંગે મોદી સરકારનો મોટો નિર્ણય
અનામતને અંગે મોદી સરકારનો મોટો નિર્ણય
author img

By

Published : Jul 29, 2021, 4:10 PM IST

Updated : Jul 29, 2021, 5:08 PM IST

  • અનામત અંગે મોદી સરકારનો મહત્વનો નિર્ણય
  • મેડિકલ/ડેન્ટલ અભ્યાસક્રમો OBC અને EWS મળશે અનામત
  • આ અનામત 2021-22 ના સત્રથી શરૂ કરવામાં આવશે

ન્યૂઝ ડેસ્ક : જે વિદ્યાર્થીઓ મેડિકલના અભ્યાસ માટે ઇચ્છતા હોય તેઓ માટે સરકાર દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. આમાં અન્ય પછાત જાતિઓ (OBC) અને આર્થિક નબળા વર્ગ (EWS) માટે અનામત લાગુ કરવાની જાહેરાત કરવામાં આવી છે. આમાં અંડરગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટ મેડિકલ / ડેન્ટલ અભ્યાસક્રમો (MBBS / MD / MS / Diploma / BDS / MDS) માટે, OBCને 27 ટકા અને EWS ક્વોટામાં 10 ટકા અનામત આપવામાં આવશે. જેનો લાભ અખિલ ભારતીય ક્વોટા યોજના (AIQ) હેઠળ મળશે. આ યોજના 2021-22 ના સત્રથી શરૂ થશે.

  • Our Govt has taken landmark decision for providing 27% reservation for OBCs & 10% reservation for Economically Weaker Section in All India Quota Scheme for UG & PG medical/dental courses from current academic yr... This'll create new paradigm of social justice in our country: PM pic.twitter.com/gy7c1p05Bq

    — ANI (@ANI) July 29, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

આશરે 5,550 વિદ્યાર્થીઓને થશે લાભ

આ નિર્ણયનો આશરે 5,550 વિદ્યાર્થીઓને આનો લાભ મળશે. દર વર્ષે 1500 OBC (MBBS માં), 2500 OBC વિદ્યાર્થીઓ અનુસ્નાતકનો લાભ મેળવશે. તે જ સમયે, એમબીબીએસમાં 550 EWS વિદ્યાર્થીઓ અને અનુસ્નાતકના 1000 EWS વિદ્યાર્થીઓ દર વર્ષે લાભ મેળવશે. સરકારી મેડિકલ કોલેજમાં હાલની કુલ બેઠકોમાંથી, UG (અંડરગ્રેજ્યુએટ) ની 15 ટકા અને PG (પોસ્ટ ગ્રેજ્યુએટ) ની 50 ટકા બેઠકો ઓલ ઇન્ડિયા ક્વોટા હેઠળ આવે છે.

વડાપ્રધાને યોજી હતી બેઠક

કેન્દ્ર સરકારે પહેલાથી જ પછાત વર્ગો અને EWSને અનામતનો લાભ આપવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. આના અમલ માટે વડાપ્રધાન મોદીએ થોડા દિવસો પહેલા સમીક્ષા બેઠક પણ યોજી હતી. ઓલ ઇન્ડિયા ક્વોટા હેઠળ OBCને અનામત આપવાની માંગ ઘણા સમયથી વધી રહી હતી. 26 જુલાઇએ સમીક્ષા બેઠકમાં વડાપ્રધાન મોદીએ જલ્દીથી તેનો નિરાકરણ શોધવાની વાત કરી હતી.

Last Updated : Jul 29, 2021, 5:08 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.