ETV Bharat / bharat

Republic Day 2022 : શા માટે ઉજવવામાં આવે છે પ્રજાસત્તાક દિવસ, જાણો તથ્યો... - Independence of India

26 જાન્યુઆરી 2022ના (Republic Day 2022) રોજ ભારત 73મો પ્રજાસત્તાક દિવસ મનાવી રહ્યું છે. ત્યારે શા માટે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે? તેની પાછળ ક્યું કારણ છે? તો આવો જાણીએ આ દિવસ સાથે સંકળાયેલા કેટલાક રોચક તથ્યો...

Republic Day 2022
Republic Day 2022
author img

By

Published : Jan 26, 2022, 7:33 AM IST

ન્યુઝ ડેસ્ક : ભારતમાં 26 જાન્યુઆરી 1950ના રોજ બંધારણને લાગુ કરવામાં આવ્યું હતું. આથી, દેશમાં આજના દિવસને ગણતંત્ર અથવા પ્રજાસત્તાક દિવસ (Republic Day 2022) તરીકે ઓળખવામાં આવે છે. આ દિવસની દેશભરમાં હર્ષોલ્લાસથી ઉજવણી પણ કરવામાં આવે છે.

દેશનું બંધારણ 26 જાન્યુઆરી 1950ના રોજ લાગુ થયું હતું. 15 ઓગષ્ટ 1947ના રોજ આઝાદી તો મળી પરંતુ ભારત આઝાદી બાદ પણ અંગ્રેજોએ બનાવેલા કાયદા પર ચાલી રહ્યું હતું. આથી, બંધારણ બનાવવા માટે બંધારણ સભાનું (Indian Constitutional Assembly) ગઠન કર્યું હતુ. બંધારણ સભાએ 2 વર્ષ 11 માસ, 18 દિવસ બાદ તેમને અંતિમ રુપ આપ્યુ હતું. બેઠકમાં જનતા અને પ્રેસમાં ભાગ લેનારને સંપૂર્ણ આઝાદી હતી.

  1. બંધારણ લખનાર સમિતિએ સંવિધાન હિંદી અને અંગ્રેજીમાં હાથે લખ્યું હતું, જેના માટે ટાઈપિંગ કે પ્રિન્ટીંગનો ઉપયોગ કરવામાં આવ્યો ન હતો.
  2. 11 ડિસેમ્બર 1946ના બંધારણ સભાની બેઠકમાં ડૉ.રાજેન્દ્ર પ્રસાદને સ્થાયી અધ્યક્ષ તરીકે પસંદગી કરવામાં આવી હતી.
  3. દેશના પ્રથમ કાયદા પ્રધાન ડૉ. ભીમરાવ આંબેડકરને ભારતીય બંધારણની પ્રારૂપ સમિતિના અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા.
  4. ભારતના બંધારણની પ્રસ્તાવના અમેરિકાના બંધારણથી પ્રભાવિત છે.
  5. રાજ્યોનું પોતાનું કોઈ બંધારણ નથી.
  6. 1976ના 42માં સંશોધન દ્વારા પ્રસ્તાવનામાં ધર્મનિરપેક્ષ શબ્દને જોડવામાં આવ્યો હતો.
  7. 1950 થી 1954 સુધી, પ્રજાસત્તાક દિનની ઉજવણી રાજપથ પર નહીં પણ જુદા જુદા સ્થળોએ થઈ હતી. જેમાં ઈર્વિન સ્ટેડિયમ, કિંગ્સવે, લાલ કિલ્લો અને રામલીલા મેદાન સામેલ છે.
  8. ભારતની પાસે દુનિયાનું સૌથી મોટું લેખિત બંધારણ છે. મૂળ બંધારણમાં 395 કલમ હતી જે 22 ભાગોમાં વિભાજીત કરવામાં આવી હતી. જેમાં 8 અનુસૂચિ હતી. હવે બંધારણમાં 465 અનુચ્છેદ છે. જે 22 ભાગોમાં વિભાજિત છે.
  9. પ્રજાસત્તાક દિવસે દેશના બહાદુર સૈનિકોને વીર ચક્ર, પરમવીર ચક્ર, મહાવીર ચક્ર, કીર્તિ ચક્ર અને અશોક ચક્રથી સન્માનિત કરવામાં આવે છે.
  10. પ્રજાસત્તાક દિવસ પર દેશને વડાપ્રધાન સંબોધિત કરે છે.
  11. નવી દિલ્હીના વિજય ચોક પર બીટિંગ રીટ્રીટનું આયોજન કરવામાં આવે છે. તે દરમિયાન ત્રણેય સેના તેમના હુનરનું પ્રદર્શન કરે છે.
  12. બીટિંગ રી-ટ્રીટમાં અંતિમ ધુન અંગ્રેજી ભજન અબાઈડ વિથમી છે. આ ધુનને મહાત્મા ગાંધી ખુબ પસંદ કરતા હતા. આ વર્ષથી તેને બંધ કરવામાં આવી છે.
  13. સ્વતંત્રતા સંગ્રામમાં શહીદ થયેલા સૌનિકોની સ્મૃતિમાં અમર જવાન જ્યોતિની સ્થાપના પણ ગણતંત્ર દિવસ પર જ કરવામાં આવી હતી. જે હાલ રાષ્ટ્રીય યુદ્ધ સ્મારકમાં વિલીન કરવામાં આવી છે.
  14. હિન્દીને 26 જાન્યુઆરી 1965ના રોજ રાજકીય ભાષાનો દરજ્જો આપવામાં આવ્યો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.