બેલાગવી/(કર્ણાટક): બ્રેઈન-ડેડ હિંદુ છોકરીનું હાર્ટ ધારવાડની SDM હોસ્પિટલથી બેલગાવીની KLE હોસ્પિટલમાં મુસ્લિમ યુવકોના હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ (Heart Transplanted In Karnataka) માટે શૂન્ય ટ્રાફિકમાં લઈ જવામાં આવ્યું હતું. તબીબોએ 6 કલાકમાં હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ સર્જરી પૂરી કરી હતી અને યુવકની હાલત સ્થિર હોવાનું કહેવાય છે.
આ પણ વાંચો: હવે ઈન્ટરનેશનલ ઈમ્પોર્ટ-એક્સપોર્ટનું પેમેન્ટ રૂપિયામાં થશે, બેંકોને અપાઈ સૂચના
બે કિડની, હૃદય અને લીવરનું દાન કર્યું : ઉત્તરા કન્નડ જિલ્લાની 15 વર્ષીય હિંદુ છોકરીને ધારવાડની એસડીએમ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી અને જ્યારે તેણીનો અકસ્માત થયો ત્યારે તેને ગંભીર ઈજાઓ થઈ હતી. જો કે, ડોકટરોએ તેણીને બ્રેઈન ડેડ જાહેર કરતા બાળકીના માતા-પિતાએ તેમની પુત્રીના અંગોનું દાન કરવાનો નિર્ણય કર્યો હતો. આ છોકરીના માતા-પિતાનું કામ પ્રશંસનીય છે કારણ કે, તેઓએ બે કિડની, એક હૃદય અને લીવરનું દાન કર્યું છે.
હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ સફળતાપૂર્વક પૂર્ણ થયું : 22 વર્ષીય મુસ્લિમ યુવક હ્રદય રોગથી પીડિત હતો અને તેની સારવાર બેલાગવીની KLE હોસ્પિટલમાં ચાલી રહી હતી. છોકરીનું હૃદય યુવકના ટ્રાન્સપ્લાન્ટ માટે મોકલવામાં આવ્યું હતું. શૂન્ય ટ્રાફિકમાં પોલીસના બે એસ્કોર્ટ વાહનોની મદદથી છોકરીના હૃદયને કેએલઈ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યું હતું. આ અંગ માત્ર 50 મિનિટમાં હોસ્પિટલમાં પહોંચી ગયું હતું અને નિષ્ણાત ડૉક્ટર રિચર્ડ સલદાનાની દેખરેખ હેઠળ 6 કલાકમાં હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ સફળતાપૂર્વક પૂર્ણ થયું હતું.
આ પણ વાંચો: સૌથી વૃદ્ધ રોયલ બંગાળ ટાઇગરનું થયું મૃત્યુ
બે દર્દીઓને બે કિડની મોકલવામાં આવી : છોકરીનું લીવર શૂન્ય ટ્રાફિકમાં હુબલી એરપોર્ટથી બેંગલુરુની એપોલો હોસ્પિટલમાં મોકલવામાં આવ્યું હતું જ્યાં દર્દીની લીવરની બિમારીની સારવાર ચાલી રહી હતી.જાણવા મળ્યું છે કે બે દર્દીઓને બે કિડની મોકલવામાં આવી હતી, જેમની સારવાર હુબલીની એસડીએમ હોસ્પિટલ અને તત્વદર્શી હોસ્પિટલમાં ચાલી રહી છે.