ETV Bharat / bharat

Crypto Regulation: ક્રિપ્ટો રેગ્યુલેશન પર વૈશ્વિક બ્લુપ્રિન્ટ બનાવવી પડશે: નાણાપ્રધાન

નાણાપ્રધાન નિર્મલા સીતારમણે ફરી એકવાર ક્રિપ્ટો રેગ્યુલેશન પર ભાર મૂક્યો છે. તેમણે કર્ણાટકમાં થિંક ફોરમ સંવાદમાં એક નિવેદનમાં જણાવ્યું હતું કે ક્રિપ્ટો રેગ્યુલેશન પર વૈશ્વિક બ્લુપ્રિન્ટ બનાવવી પડશે.

Crypto Regulation
Crypto Regulation
author img

By

Published : Apr 23, 2023, 8:24 PM IST

બેંગલુરુ: નાણાપ્રધાન નિર્મલા સીતારમણે ભારત તરફથી કોઈ પણ પગલું ભરતા પહેલા ક્રિપ્ટોના નિયમન પર વૈશ્વિક સર્વસંમતિ બનાવવાનો આગ્રહ કર્યો છે. તેમણે કહ્યું કે આના પર વૈશ્વિક બ્લૂ પ્રિન્ટ બનાવવી પડી શકે છે. આના પર બધાએ સાથે મળીને કામ કરવું પડશે, નહીં તો તેના નિયમનનો કોઈ ફાયદો થશે નહીં. નાણાપ્રધાને કર્ણાટકમાં આયોજિત થિંકર્સ ફોરમ સંવાદ કાર્યક્રમમાં આ વાત કહી હતી.

આ પણ વાંચો: Foreign Investors : વિદેશી રોકાણકારોએ એપ્રિલમાં ભારતીય બજારમાં વધારો કર્યો, અત્યાર સુધીમાં જાણો કેટલું રોકાણ કર્યુ

G20 એજન્ડા પર ક્રિપ્ટો નિયમન: જો કે, નાણાપ્રધાને કહ્યું કે તેનો અર્થ 'ડિસ્ટ્રિબ્યુટેડ લેજર ટેક્નોલોજી'નું નિયમન કરવાનો નથી. નાણાપ્રધાન નિર્મલા સીતારમણે કહ્યું કે ભારતના G20 પ્રમુખપદ દરમિયાન આ અમારો પ્રસ્તાવ હતો. મને ખુશી છે કે G20 એ આ વર્ષના તેના એજન્ડામાં આને રાખ્યું છે. ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF) એ ક્રિપ્ટો કરન્સી પર એક પરિપત્ર જારી કર્યો છે. જેમાં તે મેક્રો ઇકોનોમિક સ્ટેબિલિટી પર કેવી અસર કરી શકે છે તે જણાવવામાં આવ્યું છે. આ સાથે G20 દ્વારા સ્થાપિત ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી બોર્ડ (FSB) એક રિપોર્ટ સબમિટ કરવા માટે સંમત થયા છે, જે નાણાકીય સ્થિરતા પર પણ ધ્યાન કેન્દ્રિત કરશે.

આ પણ વાંચો: WPI Inflation : સામાન્ય માણસને જથ્થાબંધ મોંઘવારી પર રાહત, 1.34 ટકાથી ઘટીને 29 મહિનાની નીચી સપાટીએ

સપ્ટેમ્બરમાં G20 દેશોની શિખર બેઠક: નાણાપ્રધાને વધુમાં કહ્યું કે ફાઇનાન્સિયલ સ્ટેબિલિટી બોર્ડ (FSB)ના રિપોર્ટ અને ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF)ના રિપોર્ટ પર નાણાપ્રધાનો અને સેન્ટ્રલ બેંકોના ગવર્નરોની બેઠકમાં ચર્ચા કરવામાં આવશે. પછી સપ્ટેમ્બરમાં ભારતમાં જ જી-20 દેશોના વડાપ્રધાનો અને રાષ્ટ્રપતિઓની શિખર બેઠક યોજાશે. નાણામંત્રી અહીં કર્ણાટકના થિંકર્સ ફોરમ સાથેની વાતચીત દરમિયાન ડિજિટલ અથવા ક્રિપ્ટો કરન્સીના નિયમન સંબંધિત પ્રશ્નનો જવાબ આપી રહ્યા હતા.

(PTI)

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.