ETV Bharat / bharat

Recovery from Fugitives: ભાગેડુ ઉદ્યોગપતિ મોદી, માલ્યા અને ચોક્સી પાસેથી 13,109 કરોડ રૂપિયા રિકવર, સીતારમણે આપી માહિતી

author img

By

Published : Dec 21, 2021, 9:18 AM IST

લોકસભામાં 'સપ્લિમેન્ટ્રી ડિમાન્ડ્સ ફોર ગ્રાન્ટ્સ' પરની ચર્ચા (Debate on 'Supplementary Demands for Grants' in Lok Sabha) દરમિયાન એક પ્રશ્નના જવાબમાં કેન્દ્રિય નાણાપ્રધાન નિર્મલા સીતારમણે (Nirmala Sitharaman on Recovery from Fugitives ) કહ્યું કે, જેઓ ડિફોલ્ટર છે અને દેશ છોડીને ભાગી ગયા છે. તેમની પાસેથી નાણા વસૂલ કરવામાં (Recovery from Fugitives) આવ્યા છે. ભાગેડુઓ વિદેશ ભાગી ગયા છે, પરંતુ તેમની સંપત્તિ જપ્ત કરવામાં આવી છે. વસૂલ કરાયેલા નાણાં જાહેર ક્ષેત્રની બેન્કોમાં ફરીથી દાખલ કરવામાં આવ્યા છે. આના કારણે બેન્કો પહેલા કરતા વધુ આર્થિક રીતે સુરક્ષિત બની છે.

Recovery from Fugitives: ભાગેડુ ઉદ્યોગપતિ મોદી, માલ્યા અને ચોક્સી પાસેથી 13,109 કરોડ રૂપિયા રિકવર, સીતારમણે માહિતી આપી

નવી દિલ્હી: કેન્દ્રિય નાણાપ્રધાન નિર્મલા સીતારમણે સંસદમાં મહત્વપૂર્ણ માહિતી (Nirmala Sitharaman on Recovery from Fugitives) આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, સરકારે ભાગેડુ ઉદ્યોગપતિ નિરવ મોદી, મેહુલ ચોક્સી અને વિજય માલ્યા પાસેથી 13,109 કરોડ રૂપિયા વસૂલ (Recovery from Vijay Mallya, Nirav Modi, Mehul Choksi) કર્યા છે. તેમના પર હજી પણ કાર્યવાહી ચાલુ છે. સીતારમણે લોકસભામાં 'સપ્લિમેન્ટ્રી ડિમાન્ડ્સ ફોર ગ્રાન્ટ્સ' પર ચર્ચા દરમિયાન એક પ્રશ્નના જવાબમાં (Debate on 'Supplementary Demands for Grants' in Lok Sabha આ માહિતી આપી હતી.

વિજય માલ્યાની સંપત્તિ વેચીને સરકારે 792 કરોડ રૂપિયા વસૂલ્યા

કોરોના વાઈરસ રોગચાળાને કારણે ઉભી થયેલી પરિસ્થિતિમાં (Corona's impact on the economy) અર્થવ્યવસ્થાના મોટા મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવાની સરકારની પ્રતિબદ્ધતાનો ઉલ્લેખ કરતા તેમણે લોકસભામાં કહ્યું કે, બેન્કોએ નિરવ મોદી, મેહુલ ચોક્સી, વિજય માલ્યા જેવા લોન ડિફોલ્ટરોની મિલકતો વેચીને તે જ સમયે 13,109 કરોડ રૂપિયા વસૂલ (Recovery from Vijay Mallya, Nirav Modi, Mehul Choksi) કર્યા છે. જાહેર ક્ષેત્રની બેન્કોએ છેલ્લા 7 વર્ષમાં સેટલમેન્ટ્સ અને અન્ય પગલાંઓમાંથી 5.49 લાખ કરોડ રૂપિયાની વસૂલાત કરી છે. નિર્મલા સીતારમણે કહ્યું કે, તાજેતરની યાદીમાં ભાગેડુ કિંગફિશર બિઝનેસમેન વિજય માલ્યાની સંપત્તિ જપ્ત (Fugitive Kingfisher businessman Vijay Mallya's assets seized) કરવામાં આવી છે, જે 16 જુલાઈના રોજ વેચવામાં આવી હતી અને તેમાંથી 792 કરોડ રૂપિયા એકત્ર કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચો- Multibagger stocks : રોકાણકારોને આ મલ્ટિબેગર સ્ટોક્સે માલમાલ કર્યાં, નફો જાણી ચકિત થશો

વસૂલ કરાયેલા નાણા જાહેર ક્ષેત્રની બેન્કોમાં ફરી જમા કરવામાં આવ્યા

કેન્દ્રિય નાણાપ્રધાને કહ્યું હતું કે, જેઓ ડિફોલ્ટર છે અને દેશ છોડીને ભાગી ગયા છે. તેમની પાસેથી પૈસા વસૂલ કરવામાં આવ્યા છે. ભાગેડુઓ વિદેશ ભાગી ગયા છે, પરંતુ તેમની સંપત્તિ જપ્ત કરવામાં આવી છે. વસૂલ કરાયેલા નાણાં જાહેર ક્ષેત્રની બેન્કોમાં ફરીથી જમા કરવામાં (Debate on 'Supplementary Demands for Grants' in Lok Sabha) આવ્યા છે, જેના કારણે બેન્કો પહેલા કરતા વધુ આર્થિક રીતે સુરક્ષિત બની છે. વર્ષ 2021-22 માટે અનુદાન માટેની પૂરક માગણીઓના બીજા બેચ પર લોકસભામાં ચર્ચાનો જવાબ આપતા નાણા પ્રધાને કહ્યું કે, બેન્કો સુરક્ષિત છે. બેન્કોમાં થાપણદારોના પૈસા સુરક્ષિત છે. અર્થવ્યવસ્થા સાથે જોડાયેલા મોટા વિષયો પર ધ્યાન આપવામાં આવી રહ્યું છે. રાજ્યો પાસે પૂરતી રોકડ છે અને માત્ર બે રાજ્યો પાસે નકારાત્મક રોકડ બેલેન્સ છે.

ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ 8 મહિનામાં 86.4 ટકા રકમ ટ્રાન્સફર કરવામાં આવી

નાણાપ્રધાનના જવાબ પછી લોકસભાએ વર્ષ 2021-22 માટે અનુદાન માટેની પૂરક માગણીઓની બીજી બેચ અને સંબંધિત વિનિયોગ બિલને મંજૂર (Appropriation Bill approved in Lok Sabha) કર્યું હતું, જેમાં 3,73,761 કરોડ રૂપિયાના કુલ વધારાના ખર્ચને અધિકૃત કરવા માટે સંસદની મંજૂરી માગવામાં આવી છે. આમાં 62 હજાર કરોડ રૂપિયા એર ઈન્ડિયાની બાકીની સંપત્તિ અને જવાબદારીઓ સાથે સંબંધિત છે. નિર્મલા સીતારમણે કહ્યું હતું કે, સરકાર ખાદ્ય તેલ અને અન્ય આવશ્યક ચીજવસ્તુઓની કિંમતો સંબંધિત સમસ્યાઓ પર ઈ-જીઓએમ (એમ્પાવર્ડ ગ્રુપ ઓફ મિનિસ્ટર્સ) દ્વારા વિચારણા કરશે. ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ 8 મહિનામાં 86.4 ટકા રકમ ટ્રાન્સફર કરવામાં આવી છે, જે વર્ષ 2019-20 દરમિયાન આપવામાં આવી હતી.

આ પણ વાંચો- જાણો કેવી રીતે પસંદ કરવી શ્રેષ્ઠ કાર વીમા પોલિસી?

સરકાર ખેડૂતોને નુકસાન થાય તેવું નથી ઈચ્છતી

નાણાપ્રધાને કહ્યું હતું કે, કોવિડ આપત્તિનો સામનો કરવા ઈમરજન્સી મદદ તરીકે રાજ્યોને 15 હજાર કરોડ રૂપિયાથી વધુની વધારાની રકમ આપવામાં આવી છે. રાજ્યોની કુલ રોકડ સ્થિતિ 30 નવેમ્બર 2021 સુધી સારી રહી છે અને તે લગભગ 3.08 લાખ કરોડ રૂપિયા છે. તેમણે કહ્યું હતું કે, મોદી સરકાર ખેડૂતોના પ્રશ્નોને ગંભીરતાથી જુએ છે. આવી સ્થિતિમાં પૂરક માગમાં ખાતર સબસિડી માટે 58 હજાર કરોડ રૂપિયા રાખવામાં આવ્યા છે. ખાતરની આંતરરાષ્ટ્રીય કિંમતો ખૂબ ઊંચી છે અને સરકાર ખેડૂતોને નુકસાન થાય તેવું ઇચ્છતી નથી. નાણાપ્રધાને ઓઈલ બોન્ડના સંદર્ભમાં (Nirmala Sitharaman on oil bond) કહ્યું હતું કે, તત્કાલીન વડાપ્રધાન મનમોહન સિંહે વર્ષ 2008માં પોતાના સંબોધનમાં માન્યું હતું કે, ઓઈલ બોન્ડ આવનારી પેઢી પર બોજ બની રહેશે. હવે આ સરકાર તે સમયે જે ખોટું થયું તેની ભરપાઈ કરી રહી છે.

અર્થવ્યવસ્થા અવરોધો સાથે કરી રહી છે સંઘર્ષઃ વિપક્ષી દળો

લોકસભામાં ચર્ચા દરમિયાન કોંગ્રેસ, તૃણમૂલ કોંગ્રેસ, ડીએમકે, એનસીપી સહિતના વિપક્ષી દળોએ અર્થવ્યવસ્થા, મોંઘવારી, બેરોજગારીના મુદ્દે સરકારને ઘેરી હતી. તેમણે કહ્યું હતું કે, અર્થવ્યવસ્થા અવરોધો સાથે સંઘર્ષ કરી રહી છે. દરેક જગ્યાએ કટોકટીની સ્થિતિ છે અને સરકાર અવાસ્તવિક ધ્યેયો તરફ કામ કરી રહી છે. આંકડાઓ અતિશયોક્તિપૂર્ણ રીતે રજૂ કરે છે. વિરોધ પક્ષોએ આક્ષેપ કર્યો હતો કે, સરકાર એર ઈન્ડિયા સહિત અનેક સરકારી માલિકીની કંપનીઓને વેચી રહી છે, જે જાહેર ચિંતાઓ વિરુદ્ધ છે. દસ્તાવેજ અનુસાર, આમાં 62 હજાર કરોડ રૂપિયા કંપનીના રોકાણના સંબંધમાં છે જે એર ઈન્ડિયાના ખાનગીકરણ પછી તેની બાકીની સંપત્તિ અને જવાબદારીઓ રાખશે.

વિવિધ નિકાસ પ્રોત્સાહન યોજનાઓ હેઠળ વધુ રૂપિયાનો સમાવેશ થાય છે

વર્ષ 2021-22 માટે અનુદાન માટેની પૂરક માગણીઓના બીજા બેચ હેઠળ 3,73,761 કરોડ રૂપિયાના કુલ વધારાના ખર્ચને અધિકૃત કરવા માટે સંસદની મંજૂરી માંગવામાં આવી છે. તેમાંથી, ચોખ્ખા રોકડ ખર્ચની દરખાસ્તો સંબંધિત કુલ ખર્ચ 2,99,243 કરોડ રૂપિયા છે અને કુલ વધારાનો ખર્ચ 74,517 કરોડ રૂપિયા છે, જે મંત્રાલયો/વિભાગોની બચત અને વધતી જતી રસીદ/વસૂલાત સાથે સરખાશે. આ રકમમાં ખાતર સબસિડી માટે 58,430 કરોડ રૂપિયાનો વધારાનો ખર્ચ, વાણિજ્ય વિભાગની વધારાની યોજના માટે 2,000 કરોડ રૂપિયા અને વિવિધ નિકાસ પ્રોત્સાહન યોજનાઓ હેઠળ ખર્ચ વિભાગ દ્વારા 53,000 કરોડ રૂપિયાથી વધુનો સમાવેશ થાય છે. સ્તાવેજ અનુસાર, એર ઈન્ડિયા એસેટ હોલ્ડિંગ કંપની (AIAHL)ને એર ઈન્ડિયાના બાકી લેણાં અને જવાબદારીઓ અને અગાઉની સરકારની ગેરન્ટીકૃત ઉધાર ચૂકવવા નાગરિક ઉડ્ડયન મંત્રાલયને 62,057 કરોડ રૂપિયા આપવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.