- લાંબા સમય બાદ દિલ્હીમાં ભારે વરસાદ
- મુશળધાર વરસાદને કારણે ટ્રાફિક જામની પરિસ્થિતિ
- યમુનાનું જળ સ્તર વધતા પણ જોખમ
નવી દિલ્હી : શહેરવાસીઓ માટે વરસાદની લાંબી પ્રતીક્ષાનો અંત આવ્યો છે. શુક્રવાર-શનિવારની મધ્યરાત્રિથી દિલ્હી-NCRમાં શરૂ થયેલો મુશળધાર વરસાદ હજુ પણ ચાલુ છે. વીજળીના ગાજવીજ સાથે ભારે વરસાદ એ સંકેત આપે છે કે, આ વરસાદ થમવાનો નથી. રસ્તાઓ પર પાણી ભરાવાના કારણે સંગમ વિહાર વિકાસપુરી, ઉત્તમ નગર, મથુરા રોડ પર ટ્રાફિક જામની પરિસ્થિતિ સર્જાઈ હતી.
આ પણ વાંચો : ભારે વરસાદને લઈને મુજલાવથી બારડોલીની જોડતો લો લેવલનો બ્રિજ થયો પાણીમાં ગરકાવ
કાળઝાળ ગરમીમાંથી રાહત
વરસાદને કારણે લોકોને લગભગ 10 દિવસથી ચાલી રહેલી કાળઝાળ ગરમીમાંથી રાહત મળી હતી. 4-5 કલાક સતત વરસાદને કારણે શનિવારે સવારે તાપમાન ઘટીને 27 ડિગ્રી સેલ્સિયસ થઈ ગયું છે. ગત સપ્તાહે દિલ્હીમાં વરસાદના પ્રથમ રાઉન્ડમાં યમુનાનું જળ સ્તર પણ જોખમ ભર્યું થયું છે.
આ પણ વાંચો : વલસાડમાં સીઝનના કુલ વરસાદ સામે 30 ટકા, દમણમાં 25 ટકા, સેલવાસમાં 18 ટકા ઓછો વરસાદ
ભારે વરસાદથી લોકોની હાલત કફોળી
દિલ્હીના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ બાદ લોકોને કડકડતી ગરમીમાંથી રાહત મળી છે. રક્ષાબંધન પહેલાનો વરસાદ લોકોના ચહેરા પર ખુશીઓ લાવી રહ્યો છે, કારણ કે દિલ્હીમાં છેલ્લા ઘણા દિવસોથી વરસાદ નથી અને ભારે ગરમીના કારણે લોકોની હાલત કફોળી બની હતી.