ETV Bharat / bharat

કોરોના કહેર: શનિવારે દેશમાં એક દિવસમાં રેકોર્ડ બ્રેકિંગ 1.52 લાખ નવા કેસ નોંધાયા

દેશમાં કોરોના વાઈરસની બીજી લહેરમાં દરરોજે નવા રેકોર્ડ સર્જાય છે. સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા આંકડાઓ મુજબ પાછલા 24 કલાકમાં કુલ 1,52,879 નવા કેસ નોંધાયા છે. જ્યારે, 839 દર્દીઓના મોત નિપજ્યા છે.

શનિવારે દેશમાં એક દિવસમાં રેકોર્ડ બ્રેકિંગ 1.52 લાખ નવા કેસ નોંધાયા

author img

By

Published : Apr 11, 2021, 7:04 PM IST

  • દેશમાં છઠ્ઠી વખત એક દિવસમાં દોઢ લાખથી વધુ કેસ નોંધાયા
  • કોરોના સંક્રમણના વધતા જતા કિસ્સાને લઈને દેશભરમાં ચિંતા
  • દેશભરમાં કોરોનાના 839 દર્દીઓનું એક જ દિવસમાં મોત

નવી દિલ્હી: દેશમાં કોરોના વાઈરસની બીજી લહેર ખૂબ જ ઘાતકી સાબિત થઈ રહી છે. નવા પોઝિટિવ કેસમાં તેમજ દર્દીઓના મોતને લઈને રોજ નવા રેકોર્ડ બની રહ્યા છે. ત્યારે શનિવારે રોજ નવા નોંધાતા પોઝિટિવ કેસના આંકડા દોઢ લાખને પાર કરી ગયા છે. અત્યાર સુધીમાં આ છઠ્ઠી વખત રોજના કોરોના કેસના આંકડા દોઢ લાખને પાર કર્યા હોવાની ઘટના બની છે.

90,584 દર્દીઓ કોરોનામુક્ત થતા તેમને રજા આપવામાં આવી

સ્વાસ્થ્ય મંત્રાલયના રિપોર્ટ અનુસાર, છેલ્લા 24 કલાકમાં કોરોનાના 1,52,879 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે 839 દર્દીઓના મોત અને 90,584 દર્દીઓ કોરોનામુક્ત થતા તેમને રજા આપવામાં આવી છે. દેશમાં કોરોના વાઈરસ માટે કુલ 25 કરોડ 66 લાખ 26 હજાર 850 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી 14 લાખ 12 હજાર 47 સેમ્પલ ગઈકાલે એટલે કે શુક્રવારના રોજ ટેસ્ટ કરવામાં આવ્યા છે.

  • દેશમાં કોરોનાની પરિસ્થિતિ

કુલ કેસ - 1 કરોડ 33 લાખ 58 હજાર 805

કુલ ડિસ્ચાર્જ - 1 કરોડ 20 લાખ 81 હજાર 443

કુલ એક્ટિવ કેસ - 10 લાખ 46 હજાર 631

કુલ મોત - 11 લાખ 8 હજાર 87

કુલ રસીકરણ - 10 કરોડ 15 લાખ 95 હજાર 147 ડૉઝ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.