ETV Bharat / bharat

દેશના 5 વૈજ્ઞાનિકોના શંકાસ્પદ મોત અંગે ઘૂંટાતું રહસ્ય - તપન મિશ્રા અપડેટ ન્યૂઝ

ઈસરોના વરિષ્ઠ વૈજ્ઞાનિક અને અમદાવાદ સ્પેસ એપ્લીકેશન સેન્ટરના પૂર્વ નિર્દેશક તપન મિશ્રાએ એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે. તેમણે ફેસબુક પર પોસ્ટ શેર કરીને જણાવ્યું હતુ કે, તેમને મારી નાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. વર્ષ 2017માં તેમને ઝેર આપવામાં આવ્યું હોવાનો પણ તેમણે દાવો કર્યો છે. તપન મિશ્રાએ આ ઘટસ્ફોટ ફેસબુક પોસ્ટમાં કર્યો છે. જો કે, તેમને પોસ્ટમાં એવું પણ કહ્યું છે કે, તેમને કોઈ આઈડિયા નથી કે તેમને ઝેર કોણે અને કેમ આપ્યું હતું. જોકે, ભૂતકાળમાં અનેક આશાસ્પદ વૈજ્ઞાનિકો શંકાસ્પદ રીતે મોતને ભેટ્યા છે.

mysterious death
mysterious death
author img

By

Published : Jan 6, 2021, 6:15 PM IST

ન્યૂઝ ડેસ્કઃ ઈસરોના વરિષ્ઠ વૈજ્ઞાનિક અને અમદાવાદ સ્પેસ એપ્લીકેશન સેન્ટરના પૂર્વ નિર્દેશક તપન મિશ્રાએ એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે. તેમણે ફેસબુક પર પોસ્ટ શેર કરીને જણાવ્યું હતુ કે, તેમને મારી નાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જોકે, ભૂતકાળમાં અનેક વૈજ્ઞાનિકો શંકાસ્પદ રીતે મોતને ભેટ્યા છે. જૂઓ અહેવાલ...

  • વિક્રમ સારાભાઈ

પોતાના જીવનના 52 વર્ષોમાં ઉદ્યોગપતિ અને વૈજ્ઞાનિક વિક્રમ સારાભાઇ વિશે ઘણા લોકો માને છે કે, તેમનું પ્લેન ક્રેશમાં મોત થયું હતું, પરંતુ 30 ડિસેમ્બર 1971ના રોજ કોકલામ બીચ પર આવેલા તેમના પ્રિય રિસોર્ટના રૂમમાં વિક્રમ સારાભાઇનુ મોત નીપજ્યું હતું. ચોંકાવનારી બાબત એ છે કે, શંકાસ્પદ રીતે મૃત અવસ્થામાં મળી આવેલા વિક્રમ સારાભાઇનું ન તો પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું ન તો તેમના મોત અંગે કોઇ તટસ્થ તપાસ થઇ હતી. તેમની પુત્રી મલ્લિકાના જણાવ્યા પ્રમાણે, તે સમયે તેઓને પોસ્ટમોર્ટમ કરાવવામાં કોઈ ફાયદો જણાયો ન હતો. તેમના પુત્ર કાર્તિકેયને પૂછવામાં આવતા તેમણે કહ્યું હતું કે, પોસ્ટમોર્ટમ ન કરાવવાનો નિર્ણય તેમના દાદી અને વિક્રમભાઈના માતા સરલાદેવીનો હતો. પરિવારના આ દાવાઓ વિરુદ્ધ આઈઆઈએમ-એમાં વિક્રમભાઇ સાથે વર્ષો સુધી કામ કરનારા કમલા ચૌધરીએ કહ્યું હતું કે, "વિક્રમે મને વાત વાતમાં કહ્યું હતું કે, અમેરિકનો અને રશિયનો બંને તેમના પર નજર રાખી રહ્યા છે."

  • હોમી જહાંગીર ભાભા

24 જાન્યુઆરી 1966ના રોજ સવારે 7:02 કલાકે મુંબઈથી ન્યૂયોર્ક જઈ રહેલી એર ઇન્ડિયાની ફ્લાઇટ 101 આલ્પ્સ પર્વતમાળાના મોન્ટ બ્લેન્ક પર્વત સાથે અથડાઇ હતી. જેમાં સવાર તમામ 117 યાત્રીઓનાં મોત નીપજ્યાં હતાં. જેમાં ભારતમાં પરમાણુ ઉર્જાના પ્રણેતા હોમી જહાંગીર ભાભાનો પણ સમાવેશ થાય છે. ચોંકાવનારી બાબત એ છે કે, જે દુર્ઘટનામાં તેઓનું મોત નિપજ્યું હતું તેના ત્રણ મહિના અગાઉ જ તેમણે નિવેદન આપ્યું હતું કે, 'ભારત માત્ર 18 મહિનામાં પરમાણુ બોમ્બ બનાવી શકે છે. 'અમેરિકન ગુપ્તચર સંસ્થા સીઆઈએના અધિકારી રોબર્ટ ક્રોલી અને પત્રકાર ગ્રેગરી ડગ્લાસ વચ્ચે થયેલી વાતચીતનો કેટલોક અંશ વર્ષ 2008માં 'કન્વર્ઝન્સ વિથ ક્રો' નામના પુસ્તકમાં પ્રકાશિત થયો હતો. જેના કારણે લોકો માનવા લાગ્યા હતા કે, એર ઇન્ડિયાની દુર્ઘટના અને હોમી ભાભાના અવસાનમાં અમેરિકન ગુપ્તચર એજન્સીનો હાથ છે.

  • એસ. સુરેશ

ભારતીય અવકાશ સંશોધન સંગઠન (ઇસરો)ના નેશનલ રિમોટ સેન્સિંગ સેન્ટર(એનઆરએસસી)માં કામ કરતા 56 વર્ષીય વૈજ્ઞાનિક એસ. સુરેશ ગત 2 ઑક્ટોબર 2019ના રોજ પોતાના એપાર્ટમેન્ટમાં હત્યા કરાયેલી હાલતમાં મળી આવ્યા હતા. મૂળ કેરળના વતની સુરેશ હૈદરાબાદ શહેરના મધ્યમાં અમરપેટ વિસ્તારમાં આવેલા અન્નપૂર્ણા એપાર્ટમેન્ટમાં રહેતા હતા. અજાણ્યા શખ્સોએ તેમના ફ્લેટમાં ઘુસીને હત્યા કરી હતી. હત્યાના સમયે તેઓ ફ્લેટમાં એકલા હતા. તેમની હત્યા કેમ થઈ અને કોના દ્વારા કરવામાં આવી હશે, તે હજુ સુધી જાણી શકાયું નથી.

  • અર્પણ પારૂઈ

ન્યૂ અલીપોરના ઝૂઓલોજિકલ સર્વે ઑફ ઈન્ડિયાના કેમ્પસમાં એક યુવા વૈજ્ઞાનિક અર્પણ પારૂઈનું 7માં માળેથી પટકાતા મોત નિપજ્યું હતું. પરિવારે પોલીસ સમક્ષ તેમની હત્યા થઈ હોવાની ફરિયાદ નોંધાવી હતી. 32 વર્ષીય વૈજ્ઞાનિક અર્પણ પારૂઇનો મૃતદેહ 13 સપ્ટેમ્બર 2017ના સાંજે 6.30 કલાકે ઝેડએસઆઈના લૉનમાં જોવા મળ્યો હતો. સૂત્રોએ જણાવ્યું હતું કે, તેઓ છેલ્લે સાતમા માળે આવેલી પોતાની ઑફિસમાં લેપટોપ પર કામ કરતા જોવા મળ્યા હતા. મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યો હતો. ઘટનાનાં બીજા દિવસે અર્પણના પરિવારે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી કે, અર્પણની હત્યા કરવામાં આવી છે. ફરિયાદમાં કોઈનું નામ આરોપી તરીકે રાખવામાં આવ્યું ન હતું.

  • ડૉ. સૂર્યનારાયણ શ્રીનિવાસન

ભારતમાં રોકેટ સાયન્સના પ્રણેતા તેમજ વિક્રમ સારાભાઈ અને સતીષ ધવન સ્પેસ સેન્ટરના ડાયરેક્ટર રહી ચૂકેલા ડૉ. સૂર્યનારાયણ શ્રીનિવાસન વ્હિકલ ટેક્નોલોજી અંગેના જાણકાર હતા. દેશના સૌપ્રથમ કોમર્શિયલ સેટેલાઈટના ડિઝાઈન, ડેવલપમેન્ટ સહિત મોટાભાગની કામગીરી સાથે તેઓ જોડાયેલા હતા. 1 સપ્ટેમ્બર 1999ના રોજ 58 વર્ષની ઉંમરે તેમનું મોત નિપજ્યું હતું. જોકે, તેમના મોત પર ઘેરાયેલા વાદળો હજુ પણ દૂર થયા નથી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.