ETV Bharat / bharat

RBIની રેપો રેટને લઈને મહત્વની જાહેરાત, ગવર્નર શક્તિકાંત દાસે પ્રેસ કોન્ફરન્સ કરી આપી માહિતી

RBI ગવર્નર શક્તિકાંત દાસે (RBI Governor Shaktikanta Das) રેપો રેટને લઈને મહત્વની જાહેરાત કરી હતી. આ દરમિયાન તેમણે જણાવ્યું હતું કે, MPCએ સર્વસંમતિથી પોલિસી રેપો રેટમાં તાત્કાલિક અસરથી 40 bpsનો વધારો કરવાનો મત (RBI Raises Repo Rate) આપ્યો છે.

RBIની રેપો રેટને લઈને મહત્વની જાહેરાત
RBIની રેપો રેટને લઈને મહત્વની જાહેરાત
author img

By

Published : May 4, 2022, 2:22 PM IST

Updated : May 4, 2022, 2:42 PM IST

નવી દિલ્હી: RBI ગવર્નર શક્તિકાંત દાસે રેપો રેટ અંગે જણાવ્યું હતું કે, MPCએ તાત્કાલિક અસરથી પોલિસી રેપો રેટમાં 40 bpsનો વધારો કરવા સર્વસંમતિથી મત આપ્યો છે. આથી, રેપો રેટ વધીને 4.4 થયો (RBI Raises Repo Rate) છે. તેમણે વધુમાં કહ્યું કે, માર્ચ 2022 માં CPI ફુગાવામાં 7 ટકા સુધીની તીવ્ર વૃદ્ધિ ફક્ત ખાદ્ય ફુગાવાને કારણે હતી. આ સાથે, માર્ચ મહિનામાં 12 ફૂડ પેટાજૂથોમાંથી નવમાં ફુગાવામાં વધારો નોંધાયો છે.

આ પણ વાંચો : રોકાણકારો આનંદો, LICનો IPO પહેલા જ દિવસે બપોર સુધીમાં 39 ટકા થયો સબ્સ્ક્રાઈબ

રેપો રેટ વધારવાની અટકળોનો અંત : અગાઉ પણ રેપો રેટ વધારવાની અટકળો ચાલી રહી હતી. તાજેતરમાં ભારતીય રિઝર્વ બેંક (RBI- Reserve Bank Of India) એ ચાલુ નાણાકીય વર્ષની પ્રથમ નાણાકીય સમીક્ષા બેઠકમાં (First monetary review meeting of current financial year) સતત 11મી વખત કી પોલિસી રેટ રેપોમાં કોઈ ફેરફાર કર્યો ન હતો. જો કે આ રેપો રેટને ચારના નીચા સ્તરે જાળવવામાં આવ્યો હતો. ટકા પોલિસી રેટ યથાવત રાખવાનો અર્થ એ છે કે, બેન્ક લોનના માસિક હપ્તામાં કોઈ ફેરફાર થતો નથી.

આ પણ વાંચો : Exam Fever 2022: યુવાનો માટે મોટી તક..! RBIમાં મેડિકલ કન્સલ્ટન્ટની જગ્યાઓ ખાલી, માત્ર ઈન્ટરવ્યુ દ્વારા પસંદગી કરાશે

GDP વૃદ્ધિ અનુમાન : જો કે, સેન્ટ્રલ બેન્કે તેના ફુગાવાના અનુમાનમાં વધારો કરતી વખતે ચાલુ નાણાકીય વર્ષ (2022-23) માટે તેના જીડીપી વૃદ્ધિ અનુમાનને ઘટાડ્યું હતું. રિઝર્વ બેન્કના ગવર્નર શક્તિકાંત દાસે મોનેટરી પોલિસી કમિટી (MPC)ની બેઠકના પરિણામોની જાહેરાત કરતી વખતે કહ્યું હતું કે, કેન્દ્રીય બેન્ક ફુગાવાને નિયંત્રણમાં રાખવા અને આર્થિક વૃદ્ધિ જાળવી રાખવા માટે તેના નરમ વલણમાં ફેરફાર કરશે.

Last Updated : May 4, 2022, 2:42 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.