ETV Bharat / bharat

Adani vs Hindenburg: RBIએ બેંકો પાસે અદાણી ગ્રુપના દેવા અને રોકાણની વિગતો માંગી - Hindenburg Research Adani impact banks RBI action

ભારતીય રિઝર્વ બેંકે દેશની બેંકો પાસેથી અદાણી ગ્રુપમાં તેમના સંપર્ક વિશે માહિતી માંગી છે. સરકાર અને બેન્કિંગ સેક્ટરના સૂત્રોને ટાંકીને કેન્દ્રીય બેંકે વિવિધ સ્થાનિક બેંકોને અદાણી ગ્રૂપમાં તેમના રોકાણ અને લોન અંગે માહિતી આપવા જણાવ્યું છે. હાલમાં ચલણમાં રહેલા અદાણી ગ્રુપના શેરમાં વોલેટાલિટી બાદ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ આ પગલું ભર્યું છે. અદાણી ગ્રુપે આગલા દિવસે પોતાનો એફપીઓ પાછો ખેંચી લીધો હતો. ગુરુવારે સવારે શેરબજાર ખુલ્યા બાદ અદાણી ગ્રુપના શેરમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે.

RBI asks banks for details of their exposure in Adani group of companies

author img

By

Published : Feb 3, 2023, 7:01 AM IST

નવી દિલ્હી: ભારતીય બેંકોએ અદાણી ગ્રુપની કંપનીઓમાં કેટલા પૈસા રોક્યા છે તેની માહિતી કેન્દ્રીય બેંક RBI એ એકત્ર કરી રહી છે. RBI એ અદાણી ગ્રુપને આપવામાં આવેલી લોનની વર્તમાન સ્થિતિ શું છે તેને લઈને દરેક બેન્કને પૂછવામાં આવ્યું છે. આ બાબતે RBI ની કેટલીક મોટી બેંકો સાથે વાતચીત શરૂ થઈ ગઈ છે અને હવે RBI અન્ય બેંકો સાથે પણ આ અંગે ચર્ચા કરશે. હિંડનબર્ગ રિસર્ચનો રિપોર્ટ બહાર આવ્યા બાદ અદાણી ગ્રૂપની કંપનીઓના શેર ઝડપથી ગગડી રહ્યા છે અને અદાણી એન્ટરપ્રાઇઝની રૂ. 20,000 કરોડની ફોલો-ઓન પબ્લિક ઓફર (FPO)ને પણ કંપનીએ ફગાવી દીધી છે.

RBI એલર્ટ: રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ ક્રેડિટ સૂઈસ દ્વારા તેમના ખાનગી બેંકિંગ ગ્રાહકોને માર્જિન લોન માટે ગીરો-કોલેટરલ તરીકે અદાણી ગ્રુપ કંપનીઓના બોન્ડસ સ્વિકારવાનું બંધ કરી દેતાં અને સિટી ગ્રુપના વેલ્થ એકમે પણ તેમના ગ્રાહકોને માર્જિન લોન માટે અદાણી ગ્રુપ કંપનીઓની સિક્યુરિટીઝ નહીં સ્વિકારવાનો નિર્ણય લેતાં આખરે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ હરકતમાં આવીને દરમિયાનગીરી કરવાની ફરજ પડી હોવાનું બેંકિંગ સૂત્રો જણાવે છે.

અદાણી ગ્રુપને આપવામાં આવેલી લોન: અદાણી ગ્રુપની કંપનીઓ પર ભારતીય બેંકોએ ઘણી લોન આપી છે. મળેલી માહિતી અનુસાર પંજાબ નેશનલ બેંકે તેને 7 હજાર કરોડ રૂપિયાની લોન આપી છે. સાથે જ ઇન્ડસઇન્ડ બેંકે પણ તેને લોન આપી છે. બેંક લોનમાં ટર્મ લોન, કાર્યકારી મૂડી અને અન્ય સુવિધાઓનો સમાવેશ થાય છે. તે જ સમયે, 37 ટકા દેવું બોન્ડ્સ/કોમર્શિયલ પેપર્સમાં, 11 ટકા લોન નાણાકીય સંસ્થાઓ પાસેથી અને બાકીના 12-13 ટકા આંતર-જૂથ ધિરાણ એટલે કે જૂથ કંપનીઓ વચ્ચે લોન ટ્રાન્ઝેક્શનનો સમાવેશ થાય છે.

FPO પાછો ખેંચ્યો: શુક્રવારે અદાણીના FPO પાછો ખેંચવાના નિર્ણયથી ગ્રૂપ કંપનીઓના શેરમાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો. એફપીઓ પાછો ખેંચવાના નિર્ણય અંગે કંપનીએ જણાવ્યું હતું કે બજારમાં અસ્થિરતાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. કંપનીએ કહ્યું કે તેમનો ઉદ્દેશ્ય રોકાણકારોના હિતોનું રક્ષણ કરવાનો છે. અદાણી ગ્રુપ એફપીઓના સમગ્ર નાણાં પરત કરવા જઈ રહ્યું છે.

આ પણ વાંચી What is Hindenburg: અદાણી પર છેતરપિંડીનો આરોપ મૂકતી હિન્ડેનબર્ગ રિસર્ચ શું છે?

શું કહ્યું અદાણીએ?: અદાણીએ કહ્યું છે કે, “છેલ્લા સપ્તાહમાં કંપનીના શેરમાં ઘણી વોલેટિલિટી હોવા છતાં FPO મંગળવારે સફળતાપૂર્વક બંધ કરવામાં આવ્યો હતો. કંપની અને તેના વ્યવસાયમાં તમારો વિશ્વાસ એ અમારો આત્મવિશ્વાસ વધારનાર છે, જેના માટે અમે તમારા આભારી છીએ.” તેમણે વધુમાં ઉમેર્યું કે, આજે કંપનીના શેરમાં અણધારી વધઘટ જોવા મળી હતી. અસાધારણ સંજોગોને ધ્યાનમાં રાખીને, કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે નિર્ણય લીધો છે કે, FPO સાથે આગળ વધવું નૈતિક રીતે યોગ્ય રહેશે નહીં. રોકાણકારોનું હિત અમારા માટે સર્વોચ્ચ મહત્ત્વ ધરાવે છે અને તેમને કોઈપણ સંભવિત નુકસાનથી બચાવવા માટે બોર્ડ ઓફ ડિરેક્ટર્સે FPO પાછો ખેંચી લેવાનો નિર્ણય લીધો છે.”

આ પણ વાંચી Union Budget 2023 : બજેટનો સૌથી વધુ લાભ લેનાર ગુજરાત રાજ્ય બનશે : મુખ્યપ્રધાન

સેબી કરશે તપાસ?: આ દરમિયાન હજુ મૂડી બજાર નિયામક તંત્ર સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા(સેબી)એ હજુ અદાણી શેરોમાં ધબડકા અને અદાણી એન્ટરપ્રાઈસીઝના રૂ. 20,000 કરોડના એફપીઓને રદ કરવાના મામલામાં કોઈ તપાસ જાહેર કરી નથી. ઉલ્લેખનીય છે કે અદાણી ગ્રુપનું કોન્સોલિડેટેડ કુલ દેવું રૂ. 2લાખ કરોડથી વધુ છે.

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.