નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયાના સ્ટાર ઓલરાઉન્ડર, રવિન્દ્ર જાડેજા (All rounder Ravindra Jadeja) અને પૂર્વ ક્રિકેટર સંજય માંજરેકર વચ્ચેના અણબનાવ (rift between Ravindra Jadeja and Sanjay Manjrekar) વિશે કોણ નથી જાણતું. વર્ષ 2019માં આયોજિત વર્લ્ડ કપ બાદથી, બંને વચ્ચે અણબનાવ ચાલી રહ્યો છે. તે વર્લ્ડ કપ દરમિયાન, જ્યારે માંજરેકરે જાડેજાને 'ખાડા અને ટુકડા' ક્રિકેટર તરીકે ટીકા કરી હતી. તેમના આ નિવેદન બાદ જાડેજાએ પણ આકરી પ્રતિક્રિયા આપી છે. બંને તરફથી સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ બોલાચાલી થઈ હતી, પરંતુ હવે જાડેજા અને માંજરેકર વચ્ચેના સંબંધોમાં સુધારો થયો છે.
-
Watching my dear friend on screen @sanjaymanjrekar pic.twitter.com/gU9CnxC9Mx
— Ravindrasinh jadeja (@imjadeja) September 29, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
">Watching my dear friend on screen @sanjaymanjrekar pic.twitter.com/gU9CnxC9Mx
— Ravindrasinh jadeja (@imjadeja) September 29, 2022Watching my dear friend on screen @sanjaymanjrekar pic.twitter.com/gU9CnxC9Mx
— Ravindrasinh jadeja (@imjadeja) September 29, 2022
મિત્રતા શરૂઆતઃ ગુરુવારે રવિન્દ્ર જાડેજાએ તેમના ટ્વિટર (Ravindra Jadeja's tweet) એકાઉન્ટ પર, સંજય માંજરેકરની એક તસવીર પોસ્ટ કરી, જેના કેપ્શનમાં લખ્યું હતું કે, 'હું મારા પ્રિય મિત્રને સ્ક્રીન પર જોઈ રહ્યો છું.' આ પહેલીવાર નથી કે જ્યારે, આ બંનેએ સોશિયલ મીડિયા પર એકબીજા માટે કંઈક પોસ્ટ કર્યું હોય, પરંતુ હવે એવું માનવામાં આવે છે કે, બંને વચ્ચે મિત્રતા શરૂ થઈ ગઈ છે. માંજરેકર આ દિવસોમાં લિજેન્ડ્સ લીગ ક્રિકેટમાં કોમેન્ટ્રી કરી રહ્યા છે.
-
Ha ha… and your dear friend looking forward to seeing you on the field soon :) https://t.co/eMpZyZYsYU
— Sanjay Manjrekar (@sanjaymanjrekar) September 30, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
">Ha ha… and your dear friend looking forward to seeing you on the field soon :) https://t.co/eMpZyZYsYU
— Sanjay Manjrekar (@sanjaymanjrekar) September 30, 2022Ha ha… and your dear friend looking forward to seeing you on the field soon :) https://t.co/eMpZyZYsYU
— Sanjay Manjrekar (@sanjaymanjrekar) September 30, 2022
સાથે વાત કરવા તૈયારઃ જાડેજાના આ ટ્વીટનો સંજય માંજરેકરે પણ જવાબ (Sanjay Manjrekar's reply to the tweet) આપ્યો છે. માંજરેકરે સ્મિત સાથે લખ્યું, તમારો આ ખાસ મિત્ર તમને ટૂંક સમયમાં ફરીથી ક્રિકેટના મેદાન પર જોવા માંગે છે.' અગાઉ એશિયા કપમાં જ્યારે, પાકિસ્તાન સામેની મેચ બાદ માંજરેકર અને રવિન્દ્ર જાડેજા વચ્ચે વાત થઈ હતી, જે ખૂબ જ રસપ્રદ હતી. વાત કરતા પહેલા માંજરેકરે જાડેજા પાસે પરવાનગી માંગી હતી અને કહ્યું હતું કે, શું તમે મારી સાથે વાત કરવા માટે તૈયાર છો, જડ્ડુ? જાડેજા વાત કરવા માટે સંમત થયા અને બંનેએ ફરી વાત કરી.
જાડેજાએ ઘૂંટણની સર્જરી કરાવીઃ એશિયા કપ દરમિયાન, રવિન્દ્ર જાડેજાને ઘૂંટણમાં ઈજા થઈ હતી. હાલમા જ તેના ઘૂંટણની સર્જરી પણ થઈ છે. ઘૂંટણની આ ઈજાને કારણે તે, ઓસ્ટ્રેલિયામાં યોજાનારી T20 વર્લ્ડકપમાંથી પણ બહાર થઈ ગયો છે. સંજય માંજરેકર (Sanjay Manjrekar's reply to the tweet) પોતાની તીક્ષ્ણ ટિપ્પણીઓ અને ટીકાઓ માટે જાણીતા છે. તેણે સોશિયલ મીડિયા પર, અનેક પ્રસંગોએ, કોમેન્ટ્રી દરમિયાન અનેક ખેલાડીઓની ખુલ્લેઆમ ટીકા કરી છે.