- બોલિવૂડ અભિનેતા રણધીર કપૂરનો કોરોના ટેસ્ટ બાદ ICUમાં કરાયા શિફ્ટ
- અભિનેતા રણધીર કપૂરની કોકિલાબેન હોસ્પિટલમાં ચાલી રહી સારવાર
- 74 વર્ષીય રણધીર કપૂરની હાલમમાં તબયત સ્થિર છે
મુંબઈ: બોલિવૂડ અભિનેતા રણધીર કપૂરનો કોરોના ટેસ્ટ કર્યાના થોડા દિવસ બાદ સારવાર માટે ICUમાં દાખલ કરવામાં આવ્યા છે. અભિનેતા રણધીર કપૂરની કોકિલાબેન હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. હોસ્પિટલના એક સૂત્રધાર દ્વારા માહિતી આપવામાં આવી હતી કે, 74 વર્ષીય કપૂરની હાલમમાં તબયત સ્થિર છે.
રણધીર કપૂર ફિલ્મ નિર્માતા રાજ કપૂરના છે પુત્ર
રણધીર કપૂર પ્રખ્યાત અભિનેતા ફિલ્મ નિર્માતા રાજ કપૂરના પુત્ર છે. એક વર્ષની અંદર અભિનેતાએ તેમના નાનાભાઈ ઋષિ કપૂર અને રાજીવ કપૂરને ખોયા છે.ઋષિ કપૂરનું નિધન કેન્સરથી બે વર્ષ સુધી લડ્યા બાદ 30 એપ્રિલ 2020 ના રોજ થયો હતો જ્યારે રાજીવ કપૂરનું નિધન આ વર્ષે ફેબ્રુઆરીમાં હાર્ટ એટેકથી થયું હતું
રણધીર કપૂરે કંઈ ફિલ્મોમોમાં ભૂમિકા ભજવી
રણધીર કપૂરે ફિલ્મો કાલ આજ અને જીત, જવાની દિવાની, લફંગે, રામપુર કા લક્ષ્મણ અને હાથની સફાઇ અને જેવા ફિલ્મોમાં તેઓએ ભૂમિકા ભજવી હતી. તેમના લગ્ન અભિનેત્રી બબીતા સાથે થયા હતા પરંતુ હાલ તેઓ અલગ થઈ ગયા છે. તેની બે પુત્રીઓ છે કરિશ્મા કપૂર અને કરીના કપૂર ખાન.