ETV Bharat / bharat

Accident In Sikkim : બસ દુર્ઘટનામાં 23 વિદ્યાર્થી ઈજાગ્રસ્ત, CMએ લીધી નોંધ - ઝારખંડમાં બસ દુર્ઘટના

સિક્કિમના ગંગટોકમાં રાંચીની સેન્ટ ઝેવિયર્સ કોલેજના વિદ્યાર્થીઓની બસ દુર્ઘટનાગ્રસ્ત થઈ છે. આ અકસ્માતમાં (Accident In Sikkim) અનેક વિદ્યાર્થીઓને ગંભીર ઈજાઓ પહોંચી છે. દુર્ઘટના બાદ મુખ્યપ્રધાન હેમંત સોરેને આ મામલે સંજ્ઞાન લીધું છે અને સિક્કિમના મુખ્યપ્રધાન સાથે વાત કરી છે.

Accident In Sikkim : બસ દુર્ઘટનામાં 23 વિદ્યાર્થી ઈજાગ્રસ્ત, CMએ લીધી નોંધ

author img

By

Published : Jun 29, 2022, 8:07 AM IST

રાંચી: ઝારખંડના 23 વિદ્યાર્થીઓને લઈને જતી બસ ગંગટોકમાં ક્રેશ થઈ ગઈ છે. સિક્કિમના પ્રવાસે ગયેલા સેન્ટ ઝેવિયર્સ કોલેજના વિદ્યાર્થીઓના જૂથને ગંગટોક નજીક (Accident In Sikkim) માર્ગમાં અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં 23 વિદ્યાર્થીઓ ઈજાગ્રસ્ત થયા હોવાના અહેવાલ છે. અકસ્માત બાદ પોલીસ ત્યાં પહોંચી ગઈ છે અને ઈજાગ્રસ્ત વિદ્યાર્થીઓને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે. સીએમ હેમંત સોરેને આ બાબતે તાત્કાલિક સંજ્ઞાન લીધું છે અને સિક્કિમના મુખ્યપ્રધાનને બાળકોને યોગ્ય સારવાર આપવા અપીલ કરી છે.

  • अभी-अभी जानकारी मिली है कि शैक्षिक भ्रमण पर संत जेवियर कॉलेज राँची के बच्चों को गंगटोक ले जा रही एक बस गंगटोक के नजदीक, रानी पुल के पास हादसे का शिकार हो गयी। मैंने सिक्किम के मुख्यमंत्री @PSTamangGolay जी से बात की है। बच्चों के समुचित ईलाज की व्यवस्था की जा रही है। (1/2)

    — Hemant Soren (@HemantSorenJMM) June 28, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

આ પણ વાંચો: રસ્તો બન્યો સ્મશાનઘાટ: ભયાનક માર્ગ અકસ્માતમાં એક સાથે 7 લોકોના મોત

સિક્કિમમાં થયો અકસ્માત : સિક્કિમમાં સેન્ટ ઝેવિયર્સ કોલેજથી એકેડેમિક ટૂર પર વિદ્યાર્થીઓને લઈ જઈ રહેલી બસ અકસ્માતનો શિકાર બની છે. રાંચીના 66 BEd બાળકોનું એક જૂથ 22 જૂને શૈક્ષણિક પ્રવાસ માટે સિક્કિમ ગયું હતું. આજે તે ગંગટોકથી સિલુગુડી પરત ફરી રહ્યો હતો જ્યાંથી તેણે ટ્રેન પકડવાની હતી. બાળકો ત્રણ અલગ-અલગ બસમાં હતા. આ દરમિયાન બસની બ્રેક ફેલ થઈ ગઈ હતી અને બેકાબૂ થવાને કારણે અકસ્માતનો ભોગ બની હતી.

અકસ્માતમાં 23 બાળકો થયા ઈજાગ્રસ્ત : આ અકસ્માતમાં લગભગ 23 બાળકો ઈજાગ્રસ્ત થયા છે, જેમાંથી બેની હાલત ગંભીર જણાવવામાં આવી રહી છે. આ બાળકોને સિક્કિમ મણિપાલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ મામલે સીએમ હેમંત સોરેને તાત્કાલિક સંજ્ઞાન લીધું અને સિક્કિમના સીએમ પ્રેમ સિંહ તમાંગ સાથે વાત કરી છે. જે બાદ અકસ્માતનો ભોગ બનેલા બાળકોને યોગ્ય સુવિધા આપવામાં આવી રહી છે. સિક્કિમ સરકાર પણ બાળકોની સ્થિતિ પર નજર રાખી રહી છે.

  • बच्चों को एयर लिफ्ट करने को भी तैयार रहने के लिए मैंने RC को निर्देश दिया है। फिलहाल स्थानीय खराब मौसम के कारण हम बच्चों को एयर लिफ्ट नहीं कर पा रहे हैं इसलिए वहीं समुचित ईलाज की व्यवस्था करवायी गयी है। (2/2)

સીએમ હેમંત સોરેને ટ્વિટ કર્યું : સીએમ હેમંત સોરેને પોતાના ટ્વિટમાં લખ્યું છે કે, 'હમણાં જ માહિતી મળી કે, સેન્ટ ઝેવિયર્સ કોલેજ રાંચીના બાળકોને શૈક્ષણિક પ્રવાસ પર ગંગટોક જઈ રહેલી બસને ગંગટોક નજીક રાની પુલ પાસે અકસ્માત નડ્યો હતો. મેં સિક્કિમના મુખ્યપ્રધાન સાથે વાત કરી છે. બાળકોની યોગ્ય સારવાર માટે વ્યવસ્થા કરવામાં આવી રહી છે. મેં આરસીને બાળકોને પણ એર લિફ્ટ કરવા માટે તૈયાર રહેવા સૂચના આપી છે. 'હાલમાં સ્થાનિક ખરાબ હવામાનને કારણે અમે બાળકોને એર લિફ્ટ કરી શકતા નથી, તેથી ત્યાં યોગ્ય સારવારની વ્યવસ્થા કરવામાં આવી છે'

આ પણ વાંચો: બાઇક અને સ્કૂલવાન વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત, બાઇક ચાલકનું ઘટના સ્થળે જ મોત

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.