- અખિલ ભારતીય પ્રતિનિધિ સભાની ચૂંટણી બેઠકમાં લેવાયો નિર્ણય
- રામદત્ત ચક્રધારને RSSના સહ સરકાર્યવાહની જવાબદારી સોંપાઈ
- રામદત્ત ચક્રધાર દુર્ગ જિલ્લાના પાટણના સોનપુર ગામના રહેવાસી છે
આ પણ વાંચોઃ દત્તાત્રેય હોસબલે RSSના જનરલ સેક્રેટરી બન્યા
દુર્ગઃ RSSની અખિલ ભારતીય પ્રતિનિધિ સભાની ચૂંટણી બેઠક યોજાઈ હતી, જેમાં દુર્ગ નિવાસી રામદત્ત ચક્રધારને મોટી જવાબદારી સોંપવામાં આવી છે. RSSની રાષ્ટ્રીય કાર્યકારિણીમાં ચક્રધારને સહ સરકાર્યવાહની જવાબદારી સોંપાઈ છે. ચક્રધાર સંગઠનમાં દુર્ગ જિલ્લાના વિભાગ પ્રચારક જેવા અનેક હોદ્દા પર કામ કરી ચૂક્યા છે. તેઓ પાટણના સોનપુર ગામના રહેવાસી છે. બેંગલુરુમાં સંઘની પ્રતિનિધિ સભાની બેઠકમાં ચક્રધારને આ જવાબદારી સોંપવામાં આવી છે.
આ પણ વાંચોઃ રાજકોટમાં RSSની યોજાઈ પત્રકાર પરિષદ, રામમંદિરના નિર્માણ માટે દેશના ગામડે ગામડેથી દાન એકઠું કરાશે
ચક્રધાર વર્ષ 1985માં રાજનાંદગામના જિલ્લા પ્રચારક રહ્યા
રામદત્ત ચક્રધાર સંઘના છત્તીસગઠ પ્રાન્ત પ્રચારક પણ રહ્યા છે. તેઓ એમપી-સીજીમાં પણ ક્ષેત્ર પ્રચારક રહી ચૂક્યા છે. રામદત્ત ચક્રધાર ભણતરમાં ખૂબ જ હોંશિયાર રહ્યા છે. તેઓ MSc ગોલ્ડ મેડાલિસ્ટ છે. હાલમાં જ સંઘમાં ઝારખંડ અને બિહારની જવાબદારી સંભાળી રહ્યા હતા. વર્ષ 1985માં રાજનાંદગામના જિલ્લા પ્રચારક રહ્યા. ત્યારબાદ દુર્ગ, રાયપુર, બિલાસપુરમાં પણ વિભાગ પ્રચારક પણ રહી ચૂક્યા છે.