- ભારત-બાંગ્લાદેશની મિત્રતાના 50 વર્ષ પૂર્ણ
- રાજનાથ સિંહે વોલ ઓફ ફેમ-1971 ઈન્ડો પાક વોર'નું ઉદ્ઘાટન કર્યું
- 1971ના યુદ્ધ દરમિયાન વપરાયેલા મુખ્ય શસ્ત્રોનુ પ્રદર્શન
નવી દિલ્હી: 1971ના યુદ્ધમાં ભારતની ઐતિહાસિક જીત અને ભારત-બાંગ્લાદેશની મિત્રતાના 50 વર્ષ પૂરા થયાની યાદમાં, ઈન્ડિયા ગેટ ખાતે 'સ્વર્ણિમ વિજય પર્વ' ઉજવવામાં આવી રહ્યો છે. રક્ષા પ્રધાન રાજનાથ સિંહે (Defense Minister Rajnath Singh) આજે સવારે કાર્યક્રમનું ઉદ્ઘાટન (rajnath singh Swarnim Vijay Parv) કર્યું હતું.
બાંગ્લાદેશમાં લોકશાહીની સ્થાપનામાં ભારતનુ યોગદાન
આ ઉદ્ઘાટન સમારોહમાં રાજનાથ સિંહે કહ્યું કે, બાંગ્લાદેશમાં લોકશાહીની સ્થાપનામાં ભારતે યોગદાન આપ્યું છે. અમને ખુશ છે કે છેલ્લા 50 વર્ષોમાં બાંગ્લાદેશ વિકાસના માર્ગ પર આગળ વધ્યું છે. આજે, હું ભારતના સશસ્ત્ર દળોના દરેક સૈનિકની બહાદુરી અને બલિદાનને સલામ કરું છું, જેના કારણે ભારતે 1971નું યુદ્ધ જીત્યું હતું, દેશ હંમેશા તેમનો ઋણી રહેશે.
જનરલ બિપિન રાવત, અને 11 બહાદુર સૈનિકોને શ્રદ્ધાંજલિ આપી
સુવર્ણ વિજય પર્વની ઉજવણીમાં બોલતા સંરક્ષણ પ્રધાને કહ્યું હતુ કે, "જનરલ બિપિન રાવત, (CDS Bipin Rawat) તેમની પત્ની અને 11 બહાદુર સૈનિકોના અકાળે અવસાન પછી, આ તહેવારને સાદગી સાથે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું હતું. હું એ બધાને શ્રદ્ધાંજલિ આપું છું. ગ્રુપ કેપ્ટન વરુણ સિંહની કમાન્ડ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
1971ના યુદ્ધ દરમિયાન વપરાયેલા મુખ્ય શસ્ત્રોનુ પ્રદર્શન
'સ્વર્ણિમ વિજય પર્વ' દરમિયાન મુખ્ય યુદ્ધોના અંશો સાથે 1971ના યુદ્ધ દરમિયાન વપરાયેલા મુખ્ય શસ્ત્રો અને સાધનોને પણ પ્રદર્શિત કરવામાં આવશે, આજથી સામાન્ય લોકો આ કાર્યક્રમનો આનંદ માણી શકશે. સોમવારે આ કાર્યક્રમનો સમાપન સમારોહ યોજવામાં આવશે, જેમાં બાંગ્લાદેશના લોકો પણ ભાગ લેશે.
આ પણ વાંચો:
PM Modi 'બેન્ક ડિપોઝિટ ઈન્શ્યોરન્સ પ્રોગ્રામ'ને કરશે સંબોધિત