- કોરોનાને ધ્યાનમાં રાખીને યોજાઇ બેઠક
- ટ્રીપલ ટી પર જોર દેવા જણાવ્યું
- સ્વાસ્થ્ય સચિવે ડેન્ગ્યુ પર પણ કરી ચર્ચા
ન્યૂઝ ડેસ્ક: કોરોના વાઇરસની ત્રીજી લહેરની આશંકા વચ્ચે શનિવારે કેન્દ્રીય કેબિનેટ સચિવ રાજીવ ગૌબાએ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી ઉચ્ચ સ્તરિય બેઠક યોજી હતી. જેમાં કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજીવ ભૂષણ, નીતિ આયોગના સદસ્ય ડૉ વી.કે. પૌલ સાથે જ રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશના મુખ્ય સચિવ અને અન્ય અધિકારીઓનો પણ હાજરી આપી હતી
રેકોર્ડ બ્રેક વેક્સિનેશન માટે પાઠવ્યા અભિનંદન
આ મીટિંગમાં 17મી સપ્ટેમ્બરના રોજ દેશમાં યોજાયેલા રેકોર્ડ બ્રેકિંગ રસીકરણ માટે તેમણે તમામ પ્રદેશોને અભિનંદન પાઠવ્યા હતાં સાથે જ એવી આશા પણ વ્યક્ત કરી હતી કે આગામી દિવસોમાં આ પ્રકારનું વેક્સિનેશન ચાલું રહેશે તેવી આશા પણ વ્યક્ત કરી હતી. આ સાથે જ તેમણે રાજ્યોને કોરોના પ્રોટોકોલ લાગુ કરવા માટે પણ જણાવ્યું હતું. તેઓએ એવા દેશના ઉદાહરણ આપ્યા હતાં કે જ્યાં કોરોનાની ઘણી પીક આવી છે.
-
Cabinet Secretary Rajiv Gauba chairs high level meet with States/UTs on public health response to #COVID19 and progress of vaccination: Government of India
— ANI (@ANI) September 18, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
(File photo) pic.twitter.com/eXFGCuafDP
">Cabinet Secretary Rajiv Gauba chairs high level meet with States/UTs on public health response to #COVID19 and progress of vaccination: Government of India
— ANI (@ANI) September 18, 2021
(File photo) pic.twitter.com/eXFGCuafDPCabinet Secretary Rajiv Gauba chairs high level meet with States/UTs on public health response to #COVID19 and progress of vaccination: Government of India
— ANI (@ANI) September 18, 2021
(File photo) pic.twitter.com/eXFGCuafDP
ટ્રીપલ ટી પર જોર દેવા જણાવ્યું
સ્વાસ્થ્ય સચીવે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના 70 જિલ્લાની સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે 34 જિલ્લામાં પોઝિટિવિટિ રેટ 10 ટકાથી વધારે છે. તહેવારોને ધ્યાનમાં રાખીને કોવિડ પ્રોટોકોલનું પાલન કરવામાં આવે તે જરૂરી છે. સ્વાસ્થ્ય સચિવે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને ટેસ્ટિંગ, ટ્રેસિંગ અને ટ્રિટમેન્ટ પર જોર દેવા માટે જણાવ્યું હતું.
સ્વાસ્થ્ય સચિવે ડેન્ગ્યુ પર પણ કરી ચર્ચા
કેન્દ્રીય કેબિનેટ સેક્રેટરીની આ મીટિંગમાં 11 રાજ્યોમાં સામે આવેલા સીરોટાઇપ- 2 ડેન્ગ્યુ અંગે પણ ચર્ચા થઇ હતી. તેમણે આ બિમારીને અન્ય રૂપ કરતાં વધારે જટીલ ગણાવી હતી. તેમણે આ બિમારીને ઝડપથી ઓળખવા અને ફિવર હેલ્પલાઇન શરૂ કરવા અંગે ભાર મુક્યો હતો.