- 18થી વધુ વયના રસીકરણ બાબાતે રાજસ્થાન પ્રથમ ક્રમાંકે
- 18 થી 44 વર્ષના વચ્ચેના 1 લાખ 3 હજાર 793 લોકોને આપવામાં આવી રસી
- મહારાષ્ટ્ર બીજા અને ગુજરાત ત્રીજા ક્રમે
જયપુર: કોરોના મેનેજમેન્ટમાં રાજસ્થાનના ફરી એકવાર આખા દેશમાં વખાણ થઈ રહ્યા છે. હાલમાં સમગ્ર દેશમાં કોરોના રસીનો અભાવ હોવા છતાં, રાજ્ય 18 થી 44 વર્ષની વય જૂથમાં રસીકરણમાં દેશમાં ટોચ પર છે. 15 દિવસમાં 7 લાખ યુવાનોને રસી આપવામાં આવી છે.
રાજસ્થાન પ્રથમ સ્થાને
રાજસ્થાન કોવિડ-19 ની રસીનો અભાવ હોવા છતાં, સમગ્ર દેશમાં 1 મેથી શરૂ કરવામાં આવેલા 18 વર્ષથી ઉપરના લોકોના રસીકરણ બાબતે રાજસ્થાન નંબર વન પર છે. તબીબી અને આરોગ્ય પ્રધાન ડો. રઘુ શર્માએ કહ્યું કે શનિવારે રાજસ્થાનમાં 1 લાખ 40 હજાર 207 લોકોને રસી આપવામાં આવી હતી. જેમાં 18 થી 44 વર્ષની વચ્ચે 1 લાખ 3 હજાર 793 રસી યુવાનોને આપવામાં આવી હતી. રાજ્યમાં 18 થી 44 વર્ષની વય જૂથની રસીકરણની કુલ સંખ્યા 7 લાખ 24 હજાર 570 પર પહોંચી ગઈ છે.
આ પણ વાંચો : દમણમાં 18થી વધુ વયના લોકો માટે રસીકરણ શરૂ
છેલ્લા 4 મહિનામાં દોઢ કરોડ ડોઝ આપવામાં આવ્યા
કોવિન પોર્ટલની સાંજ ચાર વાગ્યા સુધી મળતી માહિતી મુજબ મહારાષ્ટ્ર આ વય જૂથના રસીકરણ બાબતે બીજા ક્રમે છે. ત્રીજા સ્થાને ગુજરાત અને ચોથા ક્રમે ઉત્તરપ્રદેશ છે. ડો.શર્માએ કહ્યું કે છેલ્લા 4 મહિનાથી ચાલુ રસીકરણ અંતર્ગત અત્યાર સુધીમાં દોઢ કરોડ ડોઝ આપવામાં આવ્યા છે. કુલ રસીકરણમાં રાજસ્થાન મહારાષ્ટ્ર પછી બીજા નંબરે છે. કુલ રસીકરણમાં રાજ્યમાં શનિવાર સાંજ સુધી 1 કરોડ 50 લાખ 3 હજાર 347 રસી ડોઝ લાગુ કરવામાં આવ્યા હતા.