ETV Bharat / bharat

Rajasthan Politics: ટ્વિટર પર 'Pilot aa raha hai' ટ્રેન્ડિંગ

રાજસ્થાન (Rajasthan)માં રાજકીય ઉથલપાથલ વચ્ચે સચિન પાઈલટ (Sachin Pilot) ના સમર્થકોએ હવે કમર કસી લીધી છે. આ સાથે જ તેમના સમર્થકોએ એક નવો ટ્રેન્ડ શરૂ કર્યો છે. રાજસ્થાનમાં 'પાઈલટ આ રહા હૈ' (Pilot aa raha hai) ટ્રેન્ડિંગ (Trending) ચાલી રહ્યું છે. આ સાથે સચિન પાઈલટ (Sachin Pilot)ને વડાપ્રધાન તો કોઈકે મુખ્યપ્રધાન બનાવવાની માગ કરી છે.

Rajasthan Politics: ટ્વિટર પર 'Pilot aa raha hai' ટ્રેન્ડિંગ
Rajasthan Politics: ટ્વિટર પર 'Pilot aa raha hai' ટ્રેન્ડિંગ
author img

By

Published : Jun 22, 2021, 2:07 PM IST

  • રાજસ્થાનમાં ફરી એક વાર રાજકીય ઉથલપાથલ (Rajasthan Politics)ના ભણકારા વાગ્યા
  • સચિન પાઈલટ (Sachin Pilot)ના સમર્થકોએ 'પાઈલટ આ રહા હૈ' (Pilot aa raha hai) ટ્રેન્ડ શરૂ કર્યો
  • કોંગ્રેસ પાર્ટી અને પાઈલટનું અલગ અલગ ટ્રેન્ડ ચાલી રહ્યું છે
  • કેટલાકે પાઈલટને વડાપ્રધાન તો કેટલાકે મુખ્યપ્રધાન બનાવવા કરી માગ

રાજસ્થાનઃ રાજ્યમાં ફરી એક વાર રાજકીય ઉથલપાથલના ભણકારા વાગી રહ્યા છે. રાજ્યમાં કોંગ્રેસ પાર્ટી (Congress Party)માં ફરી એક વાર ભૂકંપ આવ્યો છે. આ તમામની વચ્ચે કોંગ્રેસના મોટા નેતા સચિન પાઈલટ (Sachin Pilot)ના સમર્થનમાં સોશિયલ મીડિયામાં એક ટ્રેન્ડ ચાલી રહ્યો છે. એક તરફ કોંગ્રેસના મોટા નેતા સોશિયલ મીડિયા પર 'કોંગ્રેસ આ રહી છે' ટ્રેન્ડ ચલાવી રહ્યા છે તો સચિન પાઈલટના સમર્થકો ટ્વિટર પર 'પાઈલટ આ રહા હૈ' ટ્રેન્ડ ચલાવી રહ્યા છે. આ ટ્રેન્ડિંગમાં કેટલાક લોકો સચિન પાઈલટને વડાપ્રધાન તો કેટલાક લોકો મુખ્યપ્રધાન બનાવવાની માગ કરી રહ્યા છે.

આ પણ વાંચોઃ સચીન પાયલટે ગુજરાત કોંગ્રસના પ્રભારી બનવાની ના પાડતા કોંગ્રેસ હવે નવા પ્રભારીની શોધમાં

મુખ્યપ્રધાન માટે જ નહીં, વડાપ્રધાન માટે પણ પાઈલટ યોગ્ય ઉમેદવારઃ પાઈલટના સમર્થકો

રાજસ્થાનમાં સચિન પાઈલટ (Sachin Pilot)ના સમર્થકોની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે. તે આ ટ્રેન્ડ જોઈને સ્પષ્ટ થાય છે. ત્યારે પાઈલટના સમર્થકોને ટ્રેન્ડ (Trend)માં સામાન્ય લોકોનું પણ જોરદાર સમર્થન મળી રહ્યું છે. આ ટ્રેન્ડ દેશભરમાં પહેલા નંબર પર ચાલી રહ્યું છે. જોકે, પાઈલટના સમર્થકો અલગ અલગ વાત લખી રહ્યા છે, જેમાં સૌથી મહત્વની વાત પાઈલટના સમર્થકો એ લખી રહ્યા છે કે, મુખ્યપ્રધાન માટે જ નહીં, વડાપ્રધાન માટે પણ પાઈલટ યોગ્ય ઉમેદવાર છે.

આ પણ વાંચોઃ રીટા બહુગુણાના નિવેદન પર સચીન પાયલટે કરી મજાક, કહ્યું તેમની સચિન તેંડુંલકર સાથે વાત થઇ હશે, મારી સાથે વાત કરવાની હિંમ્મત નથી

બુધવારે અપક્ષ ધારાસભ્યોની બેઠક પછી પાઈલટ રણનીતિ નક્કી કરશે

કેટલાક સમર્થકો તો સચિન પાઈલટ (Sachin Pilot)ને આ ટ્રેન્ડ (Trend)ની સાથે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ (National President of the Congress) બનાવવાની પણ માગ કરી રહ્યા છે. તો કેટલાક લોકોએ પાઈલટને રાજસ્થાનના મુખ્યપ્રધાન બનાવવાની પણ વાત છે. જોકે, હાલમાં 'પાઈલટ આ રહા હૈ' (Pilot aa raha hai) ટ્વિટર પર પહેલા નંબરે ટ્રેન્ડ કરી રહ્યું છે, જેમાં લગભગ 40,000 લોકોએ ભાગ લીધો છે. એક તરફ દેશભરમાં પાઈલટના સમર્થનમાં ટ્રેન્ડ ચાલી રહ્યો છે. તો અપક્ષ ધારાસભ્યોની બુધવારે સાંજે થનારી બેઠક પહેલા સચિન પાઈલટ પણ જયપુર પહોંચી જશે. જાણવા મળી રહ્યું છે કે, તેઓ 13 અપક્ષ ધારાસભ્યોની જે બેઠક થશે તેની પર જયપુરથી નજર રાખશે અને તે ધારાસભ્યોના નિવેદનના આધારે પાઈલટ આગળની રણનીતિ નક્કી કરશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.