રાજસ્થાન : મુખ્યપ્રધાન અશોક ગેહલોતે કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે ચૂંટણી (Rajasthan Political Crisis) લડવાની જાહેરાત કરી હતી. ત્યારથી ચર્ચા હતી કે ગેહલોત પ્રમુખ બન્યા બાદ તેમણે મુખ્યપ્રધાન પદ છોડવું પડશે અને તેમની જગ્યાએ સચિન પાયલોટ આવશે. સોનિયા ગાંધીએ આ માટે સચિન પાયલટ અને અશોક ગેહલોત (ashok gehlot vs sachin pilot) સાથે પણ વાત કરી હતી. જોકે, સચિન પાયલટને લઈને કોઈ જાહેરાત થાય તે પહેલા જ રાજસ્થાનમાં બળવો થયો હતો અને અશોક ગેહલોત કેમ્પના 90 જેટલા ધારાસભ્યોએ રાજીનામા (Rajasthan mla give resignation letters) આપી દીધા હતા.
રાજકીય સંકટ : કોંગ્રેસમાં નવા રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી અને ભારત જોડો યાત્રા વચ્ચે રાજસ્થાનમાં રાજકીય સંકટ ગરમાયું છે. કોંગ્રેસ હાઈકમાન્ડ દ્વારા સચિન પાયલટને આગામી મુખ્યપ્રધાન (Rajsthan new cm congress ) બનાવવાની સંભાવના વચ્ચે અશોક ગેહલોતને ટેકો આપતા 90 ધારાસભ્યોએ તેમના રાજીનામા સુપરત કર્યા છે.
કોંગ્રેસ હાઈકમાન્ડ આ શરતો પર સહમત : બીજી તરફ પાર્ટીના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધીએ મલ્લિકાર્જુન ખડગે અને અજય માકનને દરેક બળવાખોર ધારાસભ્ય સાથે વાત કરીને મામલો ઉકેલવા સૂચના આપી હતી. જોકે, ધારાસભ્યોએ કેટલીક શરતો રાખીને બંને નેતાઓને મળવાની ના પાડી દીધી હતી. બીજી તરફ કોંગ્રેસ હાઈકમાન્ડ આ શરતો પર સહમત હોય તેવું લાગતું નથી. આવી સ્થિતિમાં ખડગે અને અજય માકન ગેહલોતને મળ્યા બાદ દિલ્હી પરત ફરશે અને હાઈકમાન્ડને સંપૂર્ણ રિપોર્ટ સોંપશે.