ETV Bharat / bharat

Rajsthan Assembly Election 2023: આજે ભાજપના સ્ટાર પ્રચારકો રાજસ્થાનમાં કરશે આક્રામક ચૂંટણી પ્રચાર - મનોહરલાલ ખટ્ટર

ગુરુવારે રાજસ્થાનનું રાજકારણ ગરમાયું છે. આજે ભાજપના પાંચ સ્ટાર કેમ્પેનર્સ રાજસ્થાનમાં વિવિધ સ્થળોએ જનસભાને સંબોધિત કરી રહ્યા છે. આ સ્ટાર કેમ્પેનર્સમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડા, ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ, કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરી, સ્મૃતિ ઈરાનીનો પણ સમાવેશ થાય છે.

આજે ભાજપના સ્ટાર પ્રચારકો રાજસ્થાનમાં કરશે આક્રામક ચૂંટણી પ્રચાર

author img

By ETV Bharat Gujarati Team

Published : Nov 16, 2023, 12:39 PM IST

જયપુરઃ રાજસ્થાનમાં વિધાનસભાની ચૂંટણીઓની તારીખ જેમ જેમ નજીક આવતી જાય છે તેમ તેમ ભાજપ રાજસ્થાનમાં ચૂંટણી પ્રચાર તેજ કરી રહ્યો છે. ભાજપના સ્ટાર પ્રચારકોના રાજસ્થાનના પ્રવાસોમાં વધારો થઈ રહ્યો છે. આ શ્રેણીમાં ગુરુવારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડા, ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ, કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરી, સ્મૃતિ ઈરાની પણ રાજસ્થાનના પ્રવાસે છે. આ દિગ્ગજ ભાજપી નેતાઓ અલગ અલગ સ્થળોએ ભાજપનો પ્રચાર કરશે અને કૉંગ્રેસ પર વાકપ્રહાર કરશે. માત્ર જયપૂરમાં જ ત્રણ કેન્દ્રીય પ્રધાનોની જનસભાનું આયોજન કરવામાં આવ્યું છે.

ચરમસીમા પર છે ચૂંટણી પ્રચારઃ રાજસ્થાનમાં ચૂંટણી પ્રચાર ચરમસીમાએ પહોંચી ગયો છે. દરેક પક્ષ અત્યારે એડીચોટીનું જોર લગાવી રહ્યો છે. ભાજપ અને કૉંગ્રેસના દિગ્ગજ નેતાઓ જનસભા ઉપરાંત રોડ શોપણ કરી રહ્યા છે. ભાજપ તરફથી સ્ટાર કેમ્પેનર્સને ચૂંટણી પ્રચારના મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ, રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડા, ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ રાજસ્થાનમાં ભાજપના પ્રચારમાં વ્યસ્ત છે. એક પછી એક દિગ્ગજ નેતાઓએ રાજસ્થાનમાં ચૂંટણી પ્રચાર કરતા ચૂંટણીનો માહોલ જામ્યો છે. ભાજપના આ વારાફરતી કરવામાં આવતા પ્રચાર હુમલાનો કૉગ્રેસ પાસે અત્યારે કોઈ નક્કર જવાબ નથી. ગુરુવારે અડધા ડઝનથી વધુ કેન્દ્રીય પ્રધાનો અને દિગ્ગજ નેતાઓની ફોજ ભાજપ તરફથી ચૂંટણી પ્રચાર કરશે.

અમિત શાહનો પ્રવાસ રદ થયોઃ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહનો આજનો રાજસ્થાન પ્રવાસ રદ થયો છે. હવે અમિત શાહને બદલે કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાની ટોંક અને રાજસમંદ વિસ્તારોની જનસાભાને સંબોધન કરશે. ઉલ્લેખનીય છે કે અમિત શાહ ટોંક અને રાજસમંદની જનસભાને સંબોધન કરવાના હતા, જો કોઈ કારણોસર અમિત શાહનો આ પ્રવાસ રદ થયો છે.

જે.પી. નડ્ડાનો પ્રવાસઃ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડા ગુરુવારે ભાજપનું જનસંકલ્પ ઘોષણાપત્ર જાહેર કરશે. નડ્ડા સવારે 10 કલાકે જયપુર એરપોર્ટ પર આવશે. ત્યારબાદ 11 કલાકે મીડિયા સેન્ટરમાં ભાજપનું જનસંકલ્પ ઘોષણાપત્ર જાહેર કરશે. નડ્ડા 12.45 કલાકે મહુવા જવા રવાના થશે અને 1.30 કલાકે જનસભાને સંબોધન કરશે. ત્યારબાદ બપોરે ત્રણ કલાકે સિકરાયમાં પણ વધુ એક જનસભાને સંબોધન કરશે.

શ્રીગંગાનગરમાં ખટ્ટરે કમાન સંભાળીઃ હરિયાણાના મુખ્ય પ્રધાન મનોહરલાલ ખટ્ટર શ્રીગંગાનગરના એક દિવસીય પ્રવાસે છે. ખટ્ટર લાલગઢ જાટાન એરપોર્ટથી હેલીકોપ્ટર દ્વારા શાર્દુલશહર પહોંચશે.અહીં તે ભાજપના ઉમેદવારના સમર્થનમાં જનસભાને સંબોધન કરશે. મુખ્ય પ્રધાન ખટ્ટર શ્રીગંગાનગર વિધાનસભામાં દુર્ગા મંદિરથી ભાજપના ઉમેદવાર જયદીપ બિહાણીના સમર્થનમાં પણ એક જનસભા સંબોધન કરશે. ત્યારબાદ તેઓ 5.30 કલાકે હેલીકોપ્ટરથી રવાના થશે.

ગડકરીનો જયપુરમાં રોડ શોઃ કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરી ગુરુવારે જયપુરના પ્રવાસે છે. આ દરમિયાન તેઓ સવારે 11.55 કલાકે જયપુર એરપોર્ટ પર પહોંચશે. જ્યાં ભાજપ પદાધિકારીઓ અને કાર્યકર્તાઓએ તેમનું સ્વાગત કરશે. ત્યારબાદ નીતિન ગડકરી કર્નલ રાજ્યવર્ધન સિંહ રાઠોડના સમર્થનમાં ઝોટવાડા વિધાનસભાથી વિશાળ કાર્યકર્તાઓના સમ્મેલનને સંબંધોન કરશે. તેઓ બસ્સી વિધાનસભામાં વિજય સંકલ્પ સભાને પણ સંબોધિત કરશે. તેઓ 4.30 કલાકે વિદ્યાધરનગરના ભાજપ ઉમેદવાર દીયા કુમારીની ઓફિસ પહોંચશે અને રોડ શો પણ કરશે.

યોગી આદિત્યનાથનો પ્રચાર કાર્યક્રમઃ ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ આજે કોટા, બુંદી અને અજમેરના પ્રવાસે છે. આ પ્રવાસ સવારે 11 કલાકે કોટાના પીપલ્દામાં જનસભાને સંબોધશે, ત્યારબાદ બુંદી, અજમેરના કેકડી, પુષ્કર અને કિશનગઢના પીટીએસમાં જનસભાને સંબોધન કરશે.

સ્મૃતિ ઈરાનીનું મહિલા સમ્મેલનઃ કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાની ગુરુવારે એક દિવસીય જયપુરનો પ્રવાસ કરશે. આ દરમિયાન તેઓ 12 કલાકે જયપુર એરપોર્ટ પર પહોંચશે. ત્યારબાદ સિવિલ લાઈન્સ વિધાનસભા વિસ્તારમાં જનસભાને સંબોધન કરશે. ત્યારબાદ એક મહિલા સમ્મલેનને પણ સંબોધન કરશે. તેણી ત્યારબાદ બાય પ્લેન દિલ્હી જવા રવાના થશે.

  1. Rahul Gandhi Rajasthan Visit: રાજસ્થાનના રણમાં રાહુલ ગાંધીની ત્રણ જનસભાઓ, જાણો આજે ક્યાં ક્યાં કરશે ચૂંટણી પ્રચાર
  2. Telangana assembly elections 2023: તેલગાંણાના મતદારોને આકર્ષવા માટે ભાજપની દિગ્ગજ મેદાનમાં, મોદી-શાહ સહિત ટોચના નેતાઓ કરશે ઝંઝાવાતી પ્રચાર

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.