ETV Bharat / bharat

રાજસ્થાન ACBએ કોન્ટ્રાક્ટ કર્મચારીઓની ભરતીનું કૌભાંડ પકડ્યું, ભરતી માટે વસૂલવામાં આવતા હતા 2 લાખ રૂપિયા - જયપુર

રાજસ્થાન એસીબી (Rajasthan ACB)એ ગુરુવારે અલવરની ઈએસઆઈ હોસ્પિટલ એન્ડ મેડિકલ કોલેજ (ESIC Hospital And Medical College)માં દબિશ દઈને કોન્ટ્રાક્ટ કર્મચારીઓની ભરતીના કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. ACBએ ભરતી કરાવતી ફર્મના કંપની પાર્ટનર મિનેશની ધરપકડ કરી છે. આ સાથે જ કૌભાંડના તાર અલવરના સાંસદ બાબા બાલકનાથના પીએ સાથે જોડાઈ રહ્યા છે.

રાજસ્થાન ACBએ કોન્ટ્રાક્ટ કર્મચારીઓની ભરતીનું કૌભાંડ પકડ્યું, ભરતી માટે વસૂલવામાં આવતા હતા 2 લાખ રૂપિયા

author img

By

Published : Jun 18, 2021, 12:11 PM IST

  • રાજસ્થાન ACBએ કોન્ટ્રાક્ટ કર્મચારીઓની ભરતીનું કૌભાંડ પકડ્યું
  • ઈએસઆઈ હોસ્પિટલ એન્ડ મેડિકલ કોલેજમાં થઈ રહ્યું હતું કૌભાંડ
  • 90 ટકાથી વધુ પદ માટે તો ડીલ થઈ ચૂકી હતી

જયપુરઃ રાજસ્થાન ACBએ મોટી કાર્યવાહી કરતા કોન્ટ્રાક્ટર કર્મચારીઓની ભરતીમાં ચાલી રહેલા મોટા કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. ACB મુખ્યમથકની ટીમે કાર્યવાહી કરતા ઈએસઆઈ હોસ્પિટલ એન્ડ મેડિકલ કોલેજ અલવરમાં દબિશ આપતા કોન્ટ્રાક્ટર કર્મચારીઓના નામ પર અરજદારો સાથે થઈ રહેલી વસૂલીનો પર્દાફાશ કર્યો છે. આ ભરતી લગભગ 500થી વધારે પદો માટે કરવામાં આવી રહી હતી, જેમાંથી 90 ટકાથી વધુ પદ માટે તો ડીલ થઈ ચૂકી હતી.

આ પણ વાંચોઃ વલસાડ SOGએ મહારાષ્ટ્રમાં નોટ છાપી ગુજરાતમાં ઘુસાડવાના કૌભાંડનો કર્યો પર્દાફાશ

દોઢથી બે લાખ રૂપિયા વસૂલવામાં આવતા હતા

ACB મુખ્ય મથકને ઘણા લાંબા સમયથી ફરિયાદ મળી રહી હતી કે, રાજ્યમાં વિવિધ પદ પર કરવામાં આવતા કોન્ટ્રાક્ટ કર્મચારીઓની ભરતીમાં કૌભાંડ કરવામાં આવી રહ્યું છે, જેના પર ACBની ટીમ સતત નજર રાખી રહી હતી. ACBની કાર્યવાહી દરમિયાન આ વાતનો ખુલાસો થયો હતો કે, નર્સિંગ સ્ટાફની કોન્ટ્રાક્ટર ભરતીના નામ પર દોઢથી 2 લાખ રૂપિયા વસૂલવામાં આવી રહ્યા હતા. નર્સિંગ સહાયક ભરતીના નામે અરજદારો પાસેથી 60થી 90,000 રૂપિયાની વસૂલી કરવામાં આવી રહી હતી.

આ પણ વાંચોઃ નકલી નોટ પ્રકરણમાં 300 બનાવટી નોટ સાથે 8 ઝડપાયા

ગુજરાતના ફર્મે અત્યાર સુધી 100 લોકોની ભરતી કરાવી

રાજસ્થાનમાં નર્સિંગ સ્ટાફ અને નર્સિંગ સહાયક કોન્ટ્રાક્ટર કર્મચારીઓની ભરતીની જવાબદારી ગુજરાતના એમ. જે. સોલંકી ફર્મ પાસે છે. ફર્મે અત્યાર સુધી રાજ્યમાં 100 લોકોની કોન્ટ્રાક્ટ કર્મચારી તરીકે ભરતી કરાવી છે. આ સમગ્ર પ્રકરણમાં ફર્મ સાથે જોડાયેલા લોકોની મિલીભગત પણ સામે આવી છે, જેના પર ACBની ટીમે કાર્યવાહી કરીને ફર્મના કંપની પાર્ટનર મિનેશને કસ્ટડીમાં લીધો છે.

ACBની તપાસમાં ભરતીને લઈને મોટું કૌભાંડ સામે આવવાની સંભાવના

કોન્ટ્રાક્ટ કર્મચારીઓની ભરતી પ્રકરણમાં અલવરના સાંસદ બાલકનાથના સેક્રેટરી કુલદિપસિંહ યાદવની ભૂમિકા પણ શંકાસ્પદ જણાઈ રહી છે. ACB પાસે કુલદિપસિંહ યાદવની કોલ રેકોર્ડિંગ છે, જેમાં 5 લાખ રૂપિયાની માગ કરવામાં આવી રહી છે. ACBએ જોધપુર એઈમ્સમાં પણ એક નર્સિંગ કર્મચારી મહિપાલને ડિટેઈન કર્યો છે. દરોડા દરમિયાન અલવર અને અજમેરથી કસ્ટડીમાં લેવાયેલા લોકો પાસેથી 19.50 લાખ રૂપિયા કબજે કરવામાં આવ્યા છે, જેમાં 4.50 લાખ રૂપિયા અલવરથી તો 15 લાખ રૂપિયા અજમેરથી કબજે કરાયા છે. હાલમાં આ સમગ્ર કૌભાંડને લઈને રાજસ્થાનમાં અનેક સ્થળ પર ACB સતત દરોડા પાડી રહી છે. રાજ્યમાં કેટલાક પદો પર હજી ઘણી ભરતી બાકી છે અને તેવામાં ACBની તપાસમાં ભરતીને લઈને મોટું કૌભાંડ સામે આવવાની સંભાવના છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.