ઝારખંડમાં આવેલ ધનબાદમાં ભારતીય રેલ્વે (Indian Railway) આ દિવસોમાં કોલસાના ક્ષેત્રમાં ચર્ચાનો વિષય બની ગયો છે. તમને જાણીને નવાઇ લાગશે પંરતું આ વાર્તા બોલિવૂડની ફિલ્મ ઓ માય ગોડ (Oh my god movie) જેવી છે. ફિલ્મમાં જેનું પાત્ર ભજવી રહ્યો છે તે પરેશ રાવલને અંગત નુકસાન થાય છે, ત્યારબાદ તે ભગવાનને નોટિસ (Railway sent notice to Hanuman) મોકલે છે. આ સ્ટોરીમાં પણ આવી જ ઘટના બની છે. રેલવેએ પણ આવું જ કંઈક કર્યું છે. રેલ્વેએ હનુમાન મંદિરને નોટિસ મોકલી છે. આ નોટિસ બાદ આસપાસના લોકોમાં રેલવે પ્રત્યે રોષ જોવા મળી રહ્યો છે.
શું હતું નોટિસમાં રેલવેની જમીન પર મંદિરનો ગેરકાયદેસર કબજો કાયદાનો ગુનો છે. નોટિસમાં વધુમાં લખવામાં આવ્યું છે કે નોટિસના દસ દિવસમાં આ જમીન ખાલી કરો. જમીન ખાલી કરો અને તેને સિનિયર સેક્શન એન્જિનિયરને સોંપો, જો તેમાં નિષ્ફળતા કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.
નારાજગી આ નોટિસ બાદ નજીકમાં રહેતા લોકોમાં રેલવે પ્રત્યે નારાજગી છે. લોકો વિરોધમાં ઉતરી આવ્યા છે. લોકો કહે છે કે તેમની ઘણી પેઢીઓ મંદિરમાં હનુમાનજીની પૂજા કરતી આવી છે. અહીં એવા ઘણા લોકો છે જે 1931થી રહે છે, હવે રેલવે તેમના પર મંદિર હટાવવા માટે દબાણ કરી રહ્યું છે.