દિલ્હી: ચીનના સૈનિકો સાથે અથડામણ બાદ કેન્દ્રીય કાયદા પ્રધાન કિરેન રિજિજુએ અરુણાચલ પ્રદેશના તવાંગમાં યાંગત્સે પ્રદેશની પ્રથમ વખત મુલાકાત લીધી(Kiren Rijiju visit Yangtse area in Tawang) હતી. આ દરમિયાન તેઓ જવાનોને પણ મળ્યા હતા. આ પહેલા કાયદા પ્રધાન કિરેન રિજિજુએ શનિવારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર ચીન અને સેના પર કરેલી ટિપ્પણીઓને લઈને નિશાન સાધતા કહ્યું હતું કે તેઓ માત્ર ભારતીય સેનાનું જ અપમાન નથી કરી રહ્યા પરંતુ દેશની છબીને પણ ખરાબ કરી રહ્યા છે.
-
"Yangtse area in Tawang, Arunachal Pradesh is fully secured now due to adequate deployment of the brave jawans of Indian Army," tweets Union minister Kiren Rijiju. pic.twitter.com/Zq3IzjJVCm
— ANI (@ANI) December 17, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
">"Yangtse area in Tawang, Arunachal Pradesh is fully secured now due to adequate deployment of the brave jawans of Indian Army," tweets Union minister Kiren Rijiju. pic.twitter.com/Zq3IzjJVCm
— ANI (@ANI) December 17, 2022"Yangtse area in Tawang, Arunachal Pradesh is fully secured now due to adequate deployment of the brave jawans of Indian Army," tweets Union minister Kiren Rijiju. pic.twitter.com/Zq3IzjJVCm
— ANI (@ANI) December 17, 2022
આ પણ વાંચો: રક્ષા પ્રધાને તવાંગ અથડામણ પર કહ્યું, 'ન તો અમારો જવાન શહીદ થયા કે ન તો ગંભીર રીતે ઈજાગ્રસ્ત'
ચીન યુદ્ધની તૈયારી કરી રહ્યું: રાહુલે શુક્રવારે આરોપ લગાવ્યો હતો કે ચીન યુદ્ધની તૈયારી કરી રહ્યું છે, જ્યારે ભારત સરકાર ઊંઘી રહી છે અને જોખમને નજરઅંદાજ કરવાનો પ્રયાસ કરી રહી છે. તેમણે એવો પણ આક્ષેપ કર્યો હતો કે ચીને 2,000 ચોરસ કિલોમીટરનો ભારતીય વિસ્તાર છીનવી લીધો છે, 20 ભારતીય સૈનિકોને મારી નાખ્યા છે અને અરુણાચલ પ્રદેશમાં આપણા જવાનોની મારપીટ કરી રહી છે.
આ પણ વાંચો: ભારત અને ચીનના સૈનિકો વચ્ચે અથડામણ પર ચીનનું નિવેદન, સરહદ પર સ્થિતિ નિયંત્રણમાં
રિજિજુએ ટ્વીટ કર્યું: 'રાહુલ ગાંધી માત્ર ભારતીય સેનાનું અપમાન નથી કરી રહ્યા, પરંતુ દેશની છબીને પણ ખરાબ કરી રહ્યા છે. તેઓ માત્ર કોંગ્રેસ પાર્ટી માટે જ સમસ્યા નથી, પરંતુ દેશ માટે શરમનું મુખ્ય કારણ બની ગયા(Rahul has become a big shame for the country) છે. અરુણાચલ પ્રદેશના સાંસદ રિજિજુએ કહ્યું કે લોકોને ભારતીય સશસ્ત્ર દળો પર ગર્વ છે.