નવી દિલ્હીઃ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ટ્વિટરના CEO પરાગ અગ્રવાલ (Twitter CEO Parag Agrawal)ને પત્ર લખ્યો છે. આમાં તેણે કહ્યું છે કે, ટ્વિટર ભારતમાં અભિવ્યક્તિની સ્વતંત્રતા પર અંકુશ લગાવવા માટે "અજાણતાથી ભાગીદારી" કરી રહ્યું છે. તેમણે સરકારી અભિયાન અંતર્ગત પ્લેટફોર્મ પર તેમની પહોંચને દબાવવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.
આ પણ વાંચો: Rahul Gandhi on Amar Jawan Jyoti: રાહુલ ગાંધીએ કહ્યું, અમર જવાન જ્યોતિ બૂઝાઈ જશે, સરકારે સ્પષ્ટતા કરી
અન્ય રાજકારણીઓના ફોલોઅર્સની સંખ્યા અકબંધ રહી
ગયા વર્ષે 27 ડિસેમ્બરના રોજ લખેલા પત્રમાં તેમના ટ્વિટર એકાઉન્ટના ડેટાનું વિશ્લેષણ તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહ પ્રધાન અમિત શાહ અને કોંગ્રેસ નેતા શશિ થરૂર સાથેની તુલનાનો સમાવેશ કરવામાં આવે છે. જેમાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, 2021ના પ્રથમ સાત મહિનામાં તેમના ખાતામાં સરેરાશ 4 લાખ ફોલોઅર્સ ઉમેરાયા હતા, પરંતુ ગયા વર્ષે ઓગસ્ટમાં આઠ દિવસના સસ્પેન્શન બાદ આ વૃદ્ધિ અચાનક કેટલાક મહિનાઓ માટે બંધ થઈ ગઈ હતી. આ જ સમયગાળામાં અન્ય રાજકારણીઓના ફોલોઅર્સની સંખ્યા અકબંધ રહી હતી.
આ પણ વાંચો: Rahul Gandhi એ Gujarat Congress પ્રમુખ સહિતના મુદ્દાઓને લઇ પ્રદેશ નેતાઓ સાથે કર્યો વિચાર વિમર્શ
ઘણા માનવ અધિકાર મુદ્દાઓ પર સરકાર સાથે લડ્યો
તેમણે લખ્યું કે, 'કદાચ સંયોગથી નહીં, આ મહિનાઓમાં મેં દિલ્હીમાં બળાત્કાર પીડિતાના પરિવારની દુર્દશાનો મુદ્દો ઉઠાવ્યો, ખેડૂતો સાથે એકતામાં ઉભો રહ્યો અને અન્ય ઘણા માનવ અધિકાર મુદ્દાઓ પર સરકાર સાથે લડ્યો હતો. વાસ્તવમાં મારો એક વિડિયો જેમાં વચન આપ્યું હતું કે, 3 ખેડૂતોના કાળા કૃષિ કાયદાને રદ કરવામાં આવશે, તે તાજેતરના સમયમાં ભારતમાં કોઈપણ રાજકીય નેતા દ્વારા ટ્વીટર પર મુકવામાં આવેલા સૌથી વધુ જોવાયેલા વીડિયોમાંનો એક છે.