ETV Bharat / bharat

રાહુલે ભાજપ પર તાક્યું નિશાન, બોલ્યા - હિંદુ ધર્મ અને હિંદુત્વમાં તફાવત, BJP-RSSએ ફેલાવી નફરત - કોંગ્રેસનું ડિજિટલ કેમ્પેઇન

કૉંગ્રેસના ડિજિટલ કેમ્પેઇન (congress digital campaign) 'જનજાગરણ અભિયાન' (jan jagran abhiyan)ના ઉદ્ઘાટન કાર્યક્રમમાં કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધી (rahul gandhi)એ ભાજપ અને RSS પર નિશાન સાધ્યું. તેમણે કહ્યું કે, ભાજપ હિંદુત્વ (hindutva)ની વાત કરે છે. અમે કહીએ છીએ કે હિંદુ ધર્મ અને હિંદુત્વમાં તફાવત છે, કેમકે જો તફાવત ન હોત તો ના એક જ હોત.

રાહુલે ભાજપ પર તાક્યું નિશાન, બોલ્યા - હિંદુ ધર્મ અને હિંદુત્વમાં તફાવત

author img

By

Published : Nov 12, 2021, 7:34 PM IST

  • ભારતમાં RSS અને કૉંગ્રેસની એમ 2 વિચારધારાઓ
  • ભાજપ અને RSS નફરત ફેલાવી રહ્યું છે
  • કૉંગ્રેસની વિચારધારા ભાઈચારા અને જોડવાની

નવી દિલ્હી: કૉંગ્રેસના ડિજિટલ કેમ્પેઇન (congress digital campaign) 'જનજાગરણ અભિયાન' (jan jagran abhiyan)ના ઉદ્ઘાટન કાર્યક્રમમાં કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે, ભાજપ હિંદુત્વની વાત કરે છે. અમે કહીએ છીએ કે હિંદુ ધર્મ અને હિંદુત્વમાં ફર્ક છે, કેમકે જો ફરક ના હોત તો નામ એક જ હોત. રાહુલ ગાંધી (rahul gandhi)એ કહ્યું કે, હિંદુસ્તાનમાં 2 વિચારધારાઓ છે, એક કોંગ્રેસ પાર્ટીની અને એક RSSની. આજના હિંદુસ્તાનમાં ભાજપ અને RSSએ નફરત ફેલાવી દીધી છે અને કોંગ્રેસની વિચારધારા (congress ideology) જોડવાની, ભાઈચારા અને પ્રેમની છે.

આજના ભારતમાં વિચારધારાની લડાઈ સૌથી મહત્વપૂર્ણ

રાહુલે સવાલ ઉઠાવ્યો કે, "શું શીખ કે મુસ્લિમને મારવા એ હિંદુ ધર્મ છે? ના, આ હિન્દુત્વ છે." રાહુલ ગાંધીએ કહ્યું કે, "કયા પુસ્તકમાં નિર્દોષની હત્યા કરવાનું લખ્યું છે? મેં ઉપનિષદો વાંચી છે, પણ મેં આ હિંદુ, શીખ કે ઈસ્લામિક ગ્રંથોમાં જોયું નથી. હું તેને હિન્દુત્વમાં જોઈ શકું છું." કૉંગ્રેસના પૂર્વ અધ્યક્ષે કહ્યું કે, "2014થી પહેલા વિચારધારાની લડાઈ કેન્દ્રિત હતી, પરંતુ આજના હિંદુસ્તાનમાં વિચારધારાની લડાઈ સૌથી મહત્વપૂર્ણ થઈ ગઈ છે. આપણે જે ઊંડાણપૂર્વકથી પોતાની વિચારધારાને સમજવી અને ફેલાવવી જોઇએ એ આપણી છોડી દીધી. હવે સમય આવી ગયો છે કે આપણે આપણી વિચારધારાને આપણા સંગઠનમાં મજબૂત કરવાની છે."

વિચારધારાને સંગઠનમાં વધારે મજબૂત બનાવવાનો સમય આવી ગયો છે

પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું કે, "2014 પહેલા વિચારધારાની લડાઈ કેન્દ્રીત નહોતી, પરંતુ આજના ભારતમાં વિચારધારાની લડાઈ સૌથી મહત્વપૂર્ણ બની ગઈ છે. આપણે જે ઊંડાણપૂર્વક આપણી વિચારધારાને સમજવી અને ફેલાવવી જોઈએ તે આપણે છોડી દીધું છે. હવે સમય આવી ગયો છે કે આપણે આપણી વિચારધારાને આપણા સંગઠનમાં વધુ મજબૂત બનાવવાની છે."

સલમાન ખુર્શીદના પુસ્તકથી વિવાદ

ઉલ્લેખનીય છે કે, કૉંગ્રેસના વરિષ્ઠ નેતા સલમાન ખુર્શીદનું અયોધ્યા ચૂકાદા પર એક પુસ્તક આવ્યું છે, જેને લઇને રાજકીય ઘમાસાણ મચ્યું છે. તેમણે પોતાના પુસ્તકમાં લખ્યું છે કે, સાધુ-સંત જે સનાતન ધર્મ અને ક્લાસિકલ હિંદુઇઝ્મને જાણે છે, તેને કિનારે કરીને હિંદુત્વના એવા વર્ઝનને આગળ વધારવામાં આવી રહ્યું છે, જે દરેક રીતે ISIS અને બોકો હરામ જેવા જેહાદી ઇસ્લામી સંગઠનોના પૉલિટિકલ વર્ઝન જેવા છે. આને જોઇને ભાજપ ખુર્શીદ અને કોંગ્રેસ પાર્ટી પર પ્રહાર કરી રહ્યું છે. રાહુલના નિવેદનને તેની સાથે જોડીને દેખવામાં આવી રહ્યું છે.

આર.કે. સિંહે ખુર્શીદને ઘેર્યા

બીજી તરફ સલમાન ખુર્શીદના નિવેદન પર કેન્દ્રીય પ્રધાન આર.કે. સિંહે નિશાન સાધ્યું છે. આર.કે. સિંહે કહ્યું કે, "શું આ એ વ્યક્તિ નથી, જેણે પાકિસ્તાનની સૈન્ય એકેડમીમાં ભારતનું અપમાન કર્યું હતું? શું તે વિકલાંગોના પૈસાની ઉચાપત કરનાર વ્યક્તિ નથી? એક સમગ્ર ધર્મને બદનામ કરવો એ શરમ અને અસહિષ્ણુતાની વાત છે. કોંગ્રેસ શું કરી રહી છે?"

આ પણ વાંચો: "જયશ્રી રામના નારા લગાવનારાઓ રાક્ષસ છે" : કોંગી નેતા રાશિદ અલ્વી

આ પણ વાંચો: સાહસ કોઇ વયનું મોહતાજ નથી, મુરૈનાના બાળવીર અદ્રિકા અને કાર્તિકે કર્યું હતું ભારે હિંમતનું કામ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.