નવી દિલ્હી: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ (Rahul Gandhi Twitted On died of covid) રવિવારે દાવો કર્યો હતો કે, 'સરકારની બેદરકારી" ને કારણે કોરોના દરમિયાન 40 લાખ ભારતીયોના મોત (40 lakh Indians died of Covid) થયા છે. આ સાથે રાહુલ ગાંધીએ ફરી એકવાર માંગ કરી છે કે, તમામ મૃતકોના પરિવારજનોને 4 લાખ રૂપિયાનું વળતર આપવામાં આવવું જોઈએ. ટ્વિટર પર, રાહુલ ગાંધીએ ન્યૂયોર્ક ટાઈમ્સના એક અહેવાલનો સ્ક્રીનશોટ શેર કર્યો હતો, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે, ભારત કોવિડના મૃત્યુની સંખ્યાને સાર્વજનિક બનાવવાના WHOના પ્રયાસોને (global Covid death count public) અટકાવી રહ્યું છે.
આ પણ વાંચો : શું કોરોના XE વેરિએન્ટ ઓમિક્રોન કરતાં કમજોર છે ? જાણો કાર્ડિયોલોજિસ્ટ ડૉક્ટરનું કહેવું છે....
મોદીજી હજુ પણ જુઠ્ઠુ બોલે છે : રાહુલ ગાંધીએ કહ્યું કે, "મોદીજી ન તો સાચુ બોલે છે અને ન તો બીજાને બોલવા દે છે, તેઓ હજુ પણ જુઠ્ઠુ બોલે છે કે ઓક્સિજનની કમીથી કોઈનું મોત ( died due to oxygen shortage) નથી થયું!" કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષે કહ્યું કે, "મેં આ પહેલા પણ કહ્યું છે કે - કોવિડ દરમિયાન સરકારની બેદરકારીથી પાંચ લાખ નહીં, પરંતુ 40 લાખ ભારતીયોના મોત થયા છે. મોદીજી તમારી જવાબદારી નિભાવો - પ્રત્યેક (કોવિડ) પીડિત પરિવારને 4 લાખ રૂપિયાનું વળતર આપો."
WHOની પદ્ધતિ પર પ્રશ્ન : ભારતે શનિવારે દેશમાં COVID-19 મૃત્યુ દરના અંદાજ માટે વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) ની પદ્ધતિ પર પ્રશ્ન ઉઠાવતા કહ્યું કે, આવા ગાણિતિક મોડેલિંગનો ઉપયોગ ભૌગોલિક કદ અને વસ્તીના આટલા વિશાળ રાષ્ટ્ર માટે મૃત્યુ ડેટાની ગણતરી કરવા માટે કરી શકાય છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે 16 એપ્રિલે 'ભારત વૈશ્વિક કોવિડ મૃત્યુની સંખ્યાને સાર્વજનિક બનાવવા માટે WHOના પ્રયાસોને અટકાવી રહ્યું છે' શીર્ષકવાળા લેખના જવાબમાં એક નિવેદન બહાર પાડ્યું હતું.
આ પણ વાંચો : vaccine New Price: ખાનગી હોસ્પિટલોને રૂપિયા 225માં મળશે કોવિશિલ્ડ અને કોવેક્સિન
મૃત્યુના વાસ્તવિક આંકડા : તેણે કહ્યું કે, દેશે અનેક પ્રસંગોએ ઉપયોગમાં લેવાતી પદ્ધતિ અંગે વૈશ્વિક આરોગ્ય સંસ્થા સાથે તેની ચિંતાઓ શેર કરી છે. કોંગ્રેસનો આરોપ છે કે, સરકારે કોરોનાના મૃત્યુના વાસ્તવિક આંકડા જાહેર કર્યા નથી અને મૃતકોના પરિવારના સભ્યોને 4 લાખ રૂપિયાનું વળતર આપવાની માંગ કરી છે. રવિવારે અપડેટ કરાયેલા કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના ડેટા અનુસાર, ચાર નવા મૃત્યુ સાથે કોવિડથી મૃત્યુઆંક વધીને 5,21,751 થઈ ગયો છે.