ETV Bharat / bharat

Rahul Gandhi News: ચીને નવો નકશો રજૂ કર્યો છે જે ગંભીર મુદ્દો છે તેના પર વડાપ્રધાને કંઈક કહેવું જોઈએઃ રાહુલ ગાંધી - રાહુલ ગાંધી

કૉંગ્રેસ નેતા દિલ્હીથી કર્ણાટકના મૈસુર જવા રવાના થયા હતા. મૈસુરમાં તેઓ રાજ્ય સરકારની ગૃહ લક્ષ્મી યોજનાનું લોકાપર્ણ કરવાના કાર્યક્રમમાં હાજરી આપશે. તેમની સાથે કૉંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે પણ ઉપસ્થિત રહેશે. રાહુલ ગાંધીએ દિલ્હી એરપોર્ટ પર ચીન સંદર્ભે નિવેદન આપ્યું છે. વાંચો રાહુલે આપેલા નિવેદન વિશે વિસ્તારપૂર્વક...

ચીન મુદ્દે વડાપ્રધાને કંઈક કહેવું જોઈએ
ચીન મુદ્દે વડાપ્રધાને કંઈક કહેવું જોઈએ
author img

By ETV Bharat Gujarati Team

Published : Aug 30, 2023, 12:35 PM IST

નવી દિલ્હીઃ કૉંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ બુધવારે ચીને લદાખમાં ભારતીય વિસ્તારો પર ઘુસણખોરી કરી છે તેવું ફરીથી નિવેદન આપ્યું છે. ચીને રજૂ કરેલા નવા નકશામાં અરૂણાચલ પ્રદેશ અને અકસાઈ ચીનને પોતાના વિસ્તાર ગણાવ્યા છે. રાહુલ ગાંધી આ મુદ્દાને ગંભીર ગણાવી રહ્યા છે. દિલ્હી એરપોર્ટ પર રાહુલ ગાંધીએ મીડિયાને જણાવ્યું કે હું વર્ષોથી ચીનની ઘુસણખોરી મુદ્દે વાત કરી રહ્યો છું. હું તાજેતરમાં જ લદાખના પ્રવાસે હતો. ત્યાંના સ્થાનિક લોકો પણ જાણે છે કે ચીને ઘુસણખોરી કરીને આપણા વિસ્તારો પડાવી લીધા છે. વડાપ્રધાન કહે છે કે એક ઈંચ જમીન ચીને પડાવી નથી. તેમનું આ નિવેદન સદંતર ખોટું છે.

ચીનનો નવો નકશો વિવાદિતઃ ANIના રિપોર્ટરે ચીનના નવા નકશા પર સવાલ કર્યો હતો. તેના જવાબમાં રાહુલ ગાંધીએ કહ્યું કે આ એક ગંભીર મુદ્દો છે. ચીને આપણા વિસ્તારો પડાવી લીધા છે. વડાપ્રધાને આ મુદ્દે કંઈક કહેવું જોઈએ. વડાપ્રધાને ભારતની એક ઈંચ જમીન ચીને નથી પડાવી તેવું નિવેદન આપ્યું છે. જે સદંતર ખોટું છે. ચાયનાઝ પીપલ લિબરેશન આર્મી (પીએલએ) દ્વારા ભારતના અનેક વિસ્તારો પર ચીને કબજો જમાવી દીધો છે.

ગૃહ લક્ષ્મી યોજનાનું લોકાર્પણઃ રાહુલ ગાંધી મૈસુર ગૃહ લક્ષ્મી યોજનાના લોકાર્પણ કાર્યક્રમમાં હાજરી આપવા જઈ રહ્યા છે. આ કાર્યક્રમમાં કૉંગ્રેસ દિગ્ગજો હાજર રહેશે. જેમાં કૉંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે ઉપરાંત રાજ્યના મુખ્યપ્રધાન સિદ્ધારમૈયા અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ હાજર રહેશે. રાહુલ ગાંધીએ કર્ણાટકમાં ચૂંટણી પ્રચાર દરમિયાન પાંચ વચન આપ્યા હતા. આ યોજના એ પાંચ વચન પૈકીની એક યોજના છે. જેમાં બીપીએલ પરિવારની મુખ્ય મહિલાને 2000 રૂપિયા પ્રતિ મહિનો કૉંગ્રેસ આપશે.(એએનઆઈ)

Rahul Gandhi Srinagar Tour: રાહુલ ગાંધી શુક્રવારે શ્રીનગર પહોંચ્યા, સોનિયા ગાંધી આજે શનિવારે શ્રીનગર પહોંચશે

Rahul Gandhi's News: રાહુલ ગાંધી આજથી લદાખના બે દિવસીય પ્રવાસે

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.