- રાહુલ ગાંધીએ મોદી વિરુદ્ધ ફરી ઉઠાવ્યો રાફેલ ડીલનો મુદ્દો
- રાહુલે 2019ની લોકસભાની ચૂંટણીમાં ઉઠાવ્યો હતો રાફેલનો મુદ્દો
- વિમાન ઉત્પાદકો દ્વારા દલાલોને 1.1 મિલિયન યુરો ચુકવાયા હોવાનો આક્ષેપ
નવી દિલ્હી: કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ મંગળવારે રાફેલ ફાઇટર જેટના સોદાને લઈને સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા અને કહ્યું હતું કે, અંતે કર્મ જ બધાની સ્ટોરીનો હીરો છે, તેનાથી કોઈ છટકી શકે એમ નથી. 2019ની લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસે રાફેલ ડીલનો મોટો મુદ્દો ઉઠાવ્યો હતો, છતાં તેઓ ખૂબ જ ખરાબ રીતે ચૂંટણી હારી ગયા હતા.
ભાજપે હંમેશની જેમ રાહુલના આરોપોને પાયાવિહોણા કહ્યા
એક ફ્રેન્ચ મીડિયાના રિપોર્ટ મુજબ, વિમાન ઉત્પાદકો દ્વારા દલાલોને 1.1 મિલિયન યુરો ચુકવવામાં આવ્યા હોવાના દાવો કર્યો હતો. જે આરોપને ભાજપ દ્વારા પાયાવિહોણો કહી નકારી કાઢવામાં આવ્યો હતો.
આ પણ વાંચો:સૂટ-બૂટ વાળાના કરજ માફ અને ખેડૂતોની મત્તા લૂટી રહી છે મોદી સરકાર: રાહુલ
રાહુલ ગાંધીએ ફરી રાફેલ મુદ્દે કર્યુ ટ્વીટ
ગાંધીએ આરોપ લગાવ્યો છે કે, રાફેલ ડીલમાં કમિશન ચૂકવવામાં આવ્યા છે, જેને સરકારે નકારી રહી છે.રાહુલ ગાંધીએ ટ્વિટર પર લખ્યું હતું કે, "કર્મ સૌની ક્રિયાઓનો લીડર છે, કોઈ તેનેથી છટકી શકતું નથી. # રાફેલ," ટ્વિટર પર કહ્યું હતું. તેણે હિન્દીમાં પણ આવું જ એક ટ્વીટ કર્યું હતું.
રાફેલ મુદ્દે ફરી રાહુલે વાર, કહ્યું કે ચોકીદાર ચોર જ નહીં, મિડલ મેન પણ છે
રાહુલ ગાંધીએ આ અગાઉ પણ રાફેલ ડીલ વિરૂદ્ધ આક્ષેપો કરતા કહ્યું હતું કે, રાફેલ ડીલ પર PM મોદીના રહસ્યો ખોલ્યા છે. આ કેસમાં PM મોદી પર ક્રિમિનલ કેસ દાખલ થવો જોઇએ. ચોકીદાર ચોર જ નહીં પરંતુ મિડલ મેન પણ છે. વધુમાં કહ્યું કે, PM મોદી ઈમાનદારીની વાતો કરે છે, પરંતુ હકીકતમાં તે ભ્રષ્ટ છે. રાફેલ ડીલ પર જે ઇ-મેઇલ સામે આવ્યો છે. તેનાથી તે સ્પષ્ટ થાય છે કે પોતે અનિલ અંબાણી માટે કામ કરી રહ્યાં છે.
આ પણ વાંચો:મોદીએ દેશને કમજોર કર્યો : રાહુલ ગાંધી
રાફેલ મુદ્દે રાહુલના પ્રહાર, કહ્યું- સીતારમન અને મોદી ખોટું બોલ્યા
મોદી અનિલ અંબાણી માટે ડીલ કરી રહ્યાં હતા. રાફેલ ડીલમાં મોદી અને સંરક્ષણ પ્રધાન ખોટુ બોલી રહ્યાં છે. ખુલ્લી રીતે ચર્ચા કરતા મોદીએ વાયુસેનાના 30 હજાર કરોડ ચોરી કર્યા છે. વધુમાં રાહુલ ગાંધીએ જણાવ્યું કે, "ફ્રાંસના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ હોલાંદે કહ્યું હતું કે, PM મોદીએ ચોરી કરી છે.
રાફેલ મુદ્દે રાહુલના ગુજરાતીમાં ચાબખા, "ચોકીદાર ચોર છે"
ધરમપુરના લાલ ડુંગરી મેદાન પર ગાંધી પરિવારની આજે ત્રીજી પેઠી સભાને સંબોધિત કરી હતી. રાફેલ મુદ્દે રાહુલે ગુજરાતીમાં PM મોદી પર ચાબખા માર્યાં હતાં. જેમાં રાહુલે ગુજરાતીમાં કહ્યું કે, " ચોકીદાર ચોર છે "