ETV Bharat / bharat

60 વર્ષ પછી ખરીદી માટેનો બની રહ્યો છે અત્યંત શુભ સંયોગ, આ વસ્તુઓ ખરીદવાથી થશે લાભ - ખરીદી માટેનું શુભ મુહૂર્ત

દિવાળી (Diwali) અને ધનતેરસ (Dhanteras) પહેલા ખરીદીનું ઘણું જ શુભ મુહૂર્ત (Shubh Muhurat) બનવા જઇ રહ્યું છે. જ્યોતિષીઓના મતે દિવાળી પહેલા ખરીદી માટે મહામુહૂર્ત, ગુરુ પુષ્ય નક્ષત્ર 60 વર્ષ પછી શનિ-ગુરુની યુતિમાં આવી રહ્યું છે. આ દિવસે ખરીદી કરવાથી અનેક લાભ થશે. છેલ્લે 1961માં આ દુર્લભ સંયોગ બન્યો હતો.

60 વર્ષ પછી ખરીદી માટેનો બની રહ્યો છે અત્યંત શુભ સંયોગ

author img

By

Published : Oct 18, 2021, 5:38 PM IST

  • ગુરુ પુષ્ય નક્ષત્ર 60 વર્ષ પછી શનિ-ગુરુની યુતિમાં
  • દિવાળી અને ધનતેરસથી પહેલા ખરીદીનું શુભ મુહૂર્ત
  • આ દરમિયાન નવી વસ્તુઓ ખરીદવી શુભ સાબિત થશે

ભારતમાં દિવાળી અને ધનતેરસ જેવા તહેવારો પર ખરીદી કરવાની જૂની પરંપરા (An Old Tradition Of Shopping) છે. આ વર્ષે દિવાળી (Diwali) અને ધનતેરસ (Dhanteras)થી પહેલા ખરીદીનું ઘણું જ શુભ મુહૂર્ત બનવા જઇ રહ્યું છે. જ્યોતિષીઓના મતે દિવાળી પહેલા ખરીદી માટે મહામુહૂર્ત, ગુરુ પુષ્ય નક્ષત્ર 60 વર્ષ પછી શનિ-ગુરુની યુતિમાં આવી રહ્યું છે. 28 ઓક્ટોબરે મકર રાશિમાં શનિ-ગુરુની યુતિ રહેશે અને પુષ્ય નક્ષત્રની શુભતા મજબૂત થશે. આ દિવસે સવારે 6:33થી 9:42 સુધી સર્વાર્થસિદ્ધિ યોગ પણ રચાશે. આ સમયગાળા દરમિયાન નવી વસ્તુઓ ખરીદવી ખૂબ જ શુભ સાબિત થશે.

કેમ ખાસ છે પુષ્ય નક્ષત્ર?

જ્યોતિષશાસ્ત્રમાં પુષ્યને નક્ષત્રોનો રાજા માનવામાં આવે છે. આ નક્ષત્ર પર શનિ અને ગુરુની વિશેષ કૃપા છે. શનિ શક્તિ અને ઊર્જાના સ્વામી માનવામાં આવે છે, જ્યારે ગુરુ જ્ઞાન અને સંપત્તિના કારક છે. આ વર્ષે ગુરુવાર, ઓક્ટોબર 28ના પુષ્ય નક્ષત્રના દિવસે શનિ અને ગુરુ બંને મકર રાશિમાં સાથે બેસશે. આ સમયગાળા દરમિયાન નવી વસ્તુઓ ખરીદવાથી ઘરમાં શુભ વૃદ્ધિ થશે.

કયા ક્ષેત્રોમાં રોકાણ કરવાથી થશે લાભ?

જ્યોતિષીઓ પ્રમાણે શનિ-ગુરૂની આ યુતિની વેપાર, ઉદ્યોગ અને કાર્યક્ષેત્રમાં સારી અસર જોવા મળી શકે છે. આવામાં વીમા પોલિસી, વાહન, અલગ-અલગ પ્રકારની યોજનામાં રોકાણ, લોખંડ, સીમેન્ટ, ઑઇલ કંપની, કપડા, લાકડા અને ઇલેક્ટ્રોનિક્સથી જોડાયેલા ક્ષેત્રમાં રોકાણ અથવા ખર્ચ કરવાથી લાભ મળશે. તો બીજી તરફ ગુરૂની મદદથી શિક્ષણ અને મેડિકલ સાયન્સ ક્ષેત્રોમાં સફળતા મળી શકે છે.

આ ચીજો ખરીદવી ફાયદાકારક

શનિ-ગુરૂની યુતિથી બનેલા ગુરૂ પુષ્ય નક્ષત્રમાં ઘર, જમીન, સોના, ચાંદીના ઘરેણાં અથવા સિક્કા, ટુ વ્હીલર અથવા ફોર વ્હીલર, ઇલેક્ટ્રોનિક્સ વસ્તુઓ, લાકડાનું કે લોખંડનું ફર્નિચર, કૃષિ વસ્તુઓ, પાણી અથવા બોરિંગની મોટર, વીમા પોલિસી, મ્યુચ્યુઅલ ફંડ અથવા શેર બજારમાં રોકાણ કરવાથી નફો મળી શકે છે.

ધાર્મિક પુસ્તકો પણ ખરીદી શકો છો

હિન્દુ ધર્મમાં પુષ્ય નક્ષત્ર પર કોઈપણ નવું કાર્ય અથવા વ્યવસાય શરૂ કરવો ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ દિવસે જો તમે હિસાબના નવા ચોપડા અથવા પેન ખરીદો તો પણ તમારા કાર્યમાં શુભતા વધશે. હિસાબના ચોપડા અથવા પેન-સ્યાહી ખરીદ્યા પછી તેની વિધિવત પૂજા કરો. જો તમે ઈચ્છો તો ધાર્મિક પુસ્તકો પણ ખરીદી શકો છો.

60 વર્ષ પહેલા બન્યો હતો આવો સંયોગ

જ્યોતિષીઓનું કહેવું છે કે ગ્રહ ગોચરમાં લગભગ 60 વર્ષ પછી પુષ્ય નક્ષત્રના સ્વામી અને પુષ્ય નક્ષત્રના ઉપસ્વામીની યુતિ રચાઈ રહી છે. આ પહેલા આ દુર્લભ સંયોગ વર્ષ 1961માં બન્યો હતો.

આ પણ વાંચો: ઉત્તરાખંડમાં ત્રણ દિવસ ભારે વરસાદ અંગે એલર્ટ જાહેર, કેદારનાથ અને બદરીનાથની યાત્રા પર પ્રતિબંધ

આ પણ વાંચો: Horoscope for the Day 18 October : આજનું રાશિફળ, જાણો કેવો રહેશે આપનો દિવસ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.