ETV Bharat / bharat

જગન્નાથ રથયાત્રા પર પુરીમાં કરફ્યૂ, માત્ર સેવક જ ખેંચશે રથ

ઓડિશાના પુરી(Puri)માં 12 જુલાઇએ યોજાનારા વાર્ષિક રથયાત્રા (Jagannath RathYatra)મહોત્સવ દરમિયાન માત્ર સેવકો રથ ખેંચશે તેમજ રથયાત્રા( RathYatra)ના એક દિવસ પહેલા પુરી શહેરમાં કરફ્યૂ લગાવવામાં આવશે. જિલ્લા વહીવટી તંત્રએ શહેરના લોકોને અપીલ કરી છે કે, તેઓ આ ઉત્સવનું લાઇવ ટેલિકાસ્ટ ટેલિવિઝન પર જોવે.

જગન્નાથ રથયાત્રા પર પુરીમાં કરફ્યૂ, માત્ર સેવક જ ખેંચશે રથ
જગન્નાથ રથયાત્રા પર પુરીમાં કરફ્યૂ, માત્ર સેવક જ ખેંચશે રથ
author img

By

Published : Jul 4, 2021, 1:33 PM IST

  • વાર્ષિક રથયાત્રા મહોત્સવ ભક્તોના ટોળા વિના યોજાશે
  • રથયાત્રા મહોત્સવ દરમિયાન માત્ર સેવકો રથ ખેંચશે
  • રથયાત્રાના એક દિવસ પહેલા પુરી શહેરમાં કરફ્યૂ લગાવવામાં આવશે

પુરી: ઓડિશા સરકારે શનિવારે કહ્યું હતું કે, આ વર્ષે વાર્ષિક રથયાત્રા(Jagannath Rath Yatra)મહોત્સવ ભક્તોના ટોળા વિના યોજાશે અને તેમને રથના માર્ગ પર છત પરથી પણ ધાર્મિક વિધિઓ જોવા દેવામાં આવશે નહીં.

આ પણ વાંચોઃ ભગવાન જગન્નાથના દર્શન માટે ભક્તોએ ન જવા ઓડિશા ડીજીપીએ અપીલ કરી

તહેવારના એક દિવસ પહેલા પુરી શહેરમાં કરફ્યૂ લગાવાશે

પુરીના જિલ્લાધિકારી સમર્થ વર્માએ પત્રકારોને જણાવ્યું હતું કે, વહીવટી તંત્રએ તેના નિર્ણયની સમીક્ષા કરી છે અને ઘરો અને હોટલોની છત પરથી રથયાત્રા( RathYatra) ના દ્રશ્ય જોવા પર પણ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે, 12 જુલાઇએ યોજાનારા તહેવારના એક દિવસ પહેલા પુરી શહેરમાં કરફ્યૂ લગાવાશે, જે બીજા દિવસ બપોર સુધી અમલમાં રહેશે.

ભક્તોની ભાગીદારી વિના સતત બીજા વર્ષે તહેવાર ઉજવાશે

વર્માએ જણાવ્યું છે કે, ભગવાન બલભદ્ર, દેવી સુભદ્રા અને ભગવાન જગન્નાથનો આ તહેવાર કોવિડ -19 મહામારીના લીધે ભક્તોની ભાગીદારી વિના સતત બીજા વર્ષે ઉજવવામાં આવે છે. તેમણે શહેરના લોકોને ટેલીવીઝન પર ઉત્સવનું લાઇવ ટેલિકાસ્ટ જોવા માટે અપીલ કરી છે.

આ પણ વાંચોઃ અમદાવાદના શાહપુરમાં બને છે ભગવાન જગન્નાથના મનમોહક વાઘા

રથયાત્રાને લઇને ગાઇડલાઇન

તે જ સમયે, શ્રી જગન્નાથ મંદિર મેનેજમેન્ટે(Sri Jagannath Temple Administration) નિર્ણય લીધો છે કે, ઉત્સવ દરમિયાન માત્ર સેવકો રથ ખેંચશે અને બધા સહભાગીઓનો કોવિડ માટે પરીક્ષણ કરવામાં આવશે. આ ઉપરાંત મંદિર મેનેજમેન્ટે રથયાત્રા(RathYatra)ને લઈને માર્ગદર્શિકા જારી કરી છે.

  • મંદિર કાર્યાલય અને જિલ્લા વહીવટી તંત્રના કોઇપણ અધિકારી અને કર્મચારીને રથ ખેંચવાની મંજૂરી આપવામાં આવશે નહીં.
  • રથની પર સેલ્ફી, ફોટો ક્લિક કરવાની ઘટનાઓને રોકવા માટે સેવાદારોને મોબાઇલ અને કેમેરા રાખવાની મંજૂરી આપવામાં આવશે નહીં.
  • સેવાદારો, પોલીસકર્મીઓ, અધિકારીઓ અને અન્ય બધા સહભાગીઓનું કોવિડ પરીક્ષણ કરવામાં આવશે.
  • તહેવાર દરમિયાન પ્રતિભાગીઓને સેનિટાઇઝર અને માસ્ક આપવામાં આવશે.
  • આરોગ્યને લગતી કોઈપણ અયોગ્ય પરિસ્થિતિને રોકવા માટે શિબિરમાં તબીબી સંભાળ કેન્દ્ર બનાવવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.