ચંદીગઢઃ કોંગ્રેસ નેતા નવજોત સિંહ સિદ્ધુ પટિયાલા જેલમાંથી મુક્ત થઈ શકે છે. શુક્રવારે તેમના એડવોકેટ એચપીએસ વર્માએ આ માહિતી આપી હતી. 59 વર્ષીય સિદ્ધુ 1988ના રોડરેજ કેસમાં એક વર્ષની જેલની સજા ભોગવી રહ્યો છે. પંજાબ કોંગ્રેસના ભૂતપૂર્વ વડાએ પટિયાલા કોર્ટમાં આત્મસમર્પણ કર્યું હતું, ત્યારબાદ તેમને ગયા વર્ષે 20 મેના રોજ જેલમાં મોકલવામાં આવ્યા હતા.
રોડરેજ કેસમાં એક વર્ષની સજા: 1988ના રોડરેજ કેસમાં સુપ્રીમ કોર્ટે તેને એક વર્ષની સખત કેદની સજા ફટકારી હતી. સુપ્રીમ કોર્ટે તેના આદેશમાં કહ્યું હતું કે અપૂરતી સજા આપવા માટે દર્શાવવામાં આવેલી કોઈપણ સહાનુભૂતિ ન્યાય પ્રણાલીને વધુ નુકસાન પહોંચાડશે અને કાયદાની અસરકારકતામાં લોકોના વિશ્વાસને પ્રતિકૂળ અસર કરશે. આ ઘટનામાં ગુરનામ સિંહ નામના 65 વર્ષના વૃદ્ધનું મોત થયું હતું.
પટિયાલા જેલમાંથી મુક્ત: એચપીએસ વર્માએ કહ્યું કે પંજાબ જેલના નિયમો અનુસાર સારા આચરણ ધરાવતો દોષી છૂટનો હકદાર છે. વર્માએ જણાવ્યું હતું કે શનિવારે પટિયાલા જેલમાંથી મુક્ત થવાની સંભાવના છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પટિયાલા જેલમાં સજા કાપી રહેલા નવજોત સિદ્ધુની બહેન સુમન તૂર પણ ફરી એકવાર ચર્ચામાં છે. મળતી માહિતી મુજબ નવજોત સિંહ સિદ્ધુની બહેને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ભાવનાત્મક અપીલ કરી છે.
આ પણ વાંચો: Amritpal Singh: અમૃતપાલના સહયોગી જોગા સિંહની ધરપકડ
સિદ્ધુની પત્ની ડૉ. નવજોત કૌરની કેન્સર સર્જરી: પોતાના વીડિયો સંદેશ દ્વારા તેમણે કહ્યું કે નવજોત સિંહ સિદ્ધુની પત્ની ડૉ. નવજોત કૌરની કેન્સર સર્જરીને જોતા નવજોત સિંહ સિદ્ધુને મુક્ત કરવામાં આવે. તેમણે કહ્યું કે નવજોત સિદ્ધુને દયાના આધારે છોડી દેવા જોઈએ. તમને જણાવી દઈએ કે નવજોત સિદ્ધુની બહેન ઘણી વખત મીડિયા સામે આવી ચુકી છે અને હેડલાઈન્સ બનાવી ચુકી છે. તેણે નવજોત સિદ્ધુ અને તેના પરિવાર પર ઘણી વખત ગંભીર આરોપો લગાવ્યા છે. જેને સિદ્ધુ પરિવારે નકારી કાઢ્યું છે અને નવજોત કૌર સિદ્ધુએ તેની સાથે સંબંધ હોવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો હતો. સુમન તૂરનો દાવો છે કે તે અમેરિકામાં રહે છે અને દર વર્ષની જેમ આ વર્ષે પણ પંજાબ આવી છે.
આ પણ વાંચો: Delhi Liquor Scam: CBI કેસમાં સિસોદિયાની જામીન અરજી ફગાવાઈ, હવે જશે હાઈકોર્ટ