- સોનૂ સૂદ બન્યા રસીકરણ કાર્યક્રમના બ્રાન્ડ એમ્બેસેડર
- લોકોને રસી મૂકાવા માટે કરશે પ્રેરીત
- મુખ્યપ્રધાનને સોનુ સૂદે તેમનું પુસ્તક ભેટમાં આપ્યું
ચંડીગઢઃ સોનુ સૂદને કોવિડ રસીકરણ કાર્યક્રમ માટે પંજાબ સરકાર દ્વારા બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવ્યા છે. મુખ્યપ્રધાન અમરિંદર સિંહે સોનુ સૂદને મળ્યાના એક દિવસ બાદ આ ઘોષણા કરી છે. મુખ્યપ્રધાને સોનુ સૂદને તેમના નિવાસસ્થાને બોલાવ્યા હતા. મુખ્ય પ્રધાન અમરિંદર સિંહે જણાવ્યું હતુ કે, લોકોને રસી લેવા પ્રેરિત અને પ્રભાવિત કરવા માટે સોનુ સૂદ કરતાં અન્ય કોઈ યોગ્ય નથી. રસીને લઈને પંજાબમાં લોકોમાં ઘણી મુંઝવણ છે. સોનુ સૂદની લોકપ્રિયતા અને હજારો પ્રવાસીઓને કરેલી મદદનની પ્રશંસા થાય છે. તેમણે જણાવ્યું હતુ કે, જ્યારે લોકો આ પંજાબ 'દા પુત્ર' દ્વારા રસીના ફાયદા વિશે જાણશે, ત્યારે તેઓ વિશ્વાસ કરશે. કારણ કે લોકો તેમના પર વિશ્વાસ કરે છે.
આ પણ વાંચોઃ અભિનેતા સોનુ સૂદે ઓનલાઇન અભ્યાસ માટે બાળકોને આપ્યા સ્માર્ટફોન
અભિનેતાએ ખુશી વ્યક્ત કરી
અભિનેતા સોનુ સૂદે કોવિડ રસીકરણ કાર્યક્રમનો બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવ્યા હોવા અંગે ખુશી વ્યક્ત કરી છે. તેમણે જણાવ્યું હતુ કે, તેઓ તેમના ગૃહ રાજ્યના લોકોના જીવનની સુરક્ષા માટે પંજાબ સરકારના આ વિશાળ અભિયાનમાં ભૂમિકા ભજવવા બદલ ધન્યતા અનુભવે છે. આ પ્રસંગે સોનુએ મુખ્યપ્રધાનને તેમના 'આઇ એમ નો મસીહા' પુસ્તકને ભેટ કર્યુ હતુ. જેમાં તેમણે જણાવ્યું હતુ કે, પંજાબના મોગા શહેરથી મુંબઇ સુધીની તેમની યાત્રાના અનુભવો જણાવ્યા છે.
આ પણ વાંચોઃ સોનુ સૂદે જન્મદિવસ નિમિત્તે પ્રવાસીઓને રોજગાર માટેની ભેટ આપી
હુ કોઈ રક્ષક નથીઃ સોનુ સૂદ
તેમણે જણાવ્યું હતુ કે, ખરેખર તેઓ માને છે કે તેઓ કોઈ રક્ષક નથી. તેઓ ફક્ત એક મનુષ્ય છે, જે ભગવાનની મોટી યોજનાઓમાં તેનો નાનો ભાગ ભજવી રહ્યો છે. જો તેઓ આ પ્રક્રિયામાં કોઈપણ રીતે કોઈપણ જીવનને સ્પર્શ કરી શકે છે તો તેઓ ફક્ત એટલું જ કહી શકે છે- ભગવાને તેમને આશીર્વાદ આપ્યા છે, તેઓ તેમનું કર્તવ્ય નિભાવવા માટે માર્ગદર્શન આપે છે.